SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સગ ૫ મે રાજાને તું પુત્ર થયો છે. તારા ગર્ભસમયે તારી માતાએ સ્વમમાં મુખ વિષે ચંદ્રને પ્રવેશ કરતાં જે હતો, તેથી પિતાએ તારૂં કુરચંદ્ર એવું નામ પાડયું છે. જે સુધન અને ધનદ હતા તેઓ મૃત્યુ પામીને વણિકપુત્રા થયેલા છે, તેમાં સુધન કાંપિલ્યપુરમાં વસંતદેવ નામે વણિકપુત્ર થયા છે અને ધનદ કૃત્તિકાપુરમાં કામપાળ નામે થયે છે. પેલા માયાવી ધન– પતિ અને ધનેશ્વર કાળગે મૃત્યુ પામી મદિરા અને કેસરા નામે કોઈ વણિકની પુત્રીઓ થયેલ છે. ધનપતિ શંખપુરમાં મદિરા નામે અને ધનેકવર જયંતી નગરીમાં કેસરા નામે ઉત્પન્ન થયેલ છે. તે ચારે જણ અનુકમે મોટા થઈ શિશુવયને ઉલ્લંઘન કરી નવીન યૌવનવયને પ્રાત્પ થયા; તેમાં સુધનનો જીવ જે વસંતદેવ થયેલ છે તે અન્યદા કાંપિલ્યપુરથી વ્યાપારને માટે જયંતી નગરીમાં આવ્યું, ત્યાં તેણે ધન ઉપાર્જન કર્યું. એક વખતે અષ્ટમીને ચંદ્રાન્સવ હતો, તેથી વસંતદેવ રતિનંદન નામે ઉદ્યાનમાં ગયો. ત્યાં દેવગે ધનેશ્વરને જીવ જે કેસરા થયેલ હતું તે કેસરા વસંતદેવના જોવામાં આવી. તેણીએ પણ નિષ્પ દષ્ટિથી વસંતદેવની સામું જોયું. એટલે તે બંનેને પરસ્પર પૂર્વ જન્મનો નેહ પ્રગટ થયું. ત્યાં જયંતીનગરીને નિવાસી પ્રિયંકર નામે વણિકપુત્ર હતો, તેને વસંતદેવે પૂછયું કે “આ સ્ત્રી કોણ છે? અને કોની પુત્રી છે?” પ્રિયંકરે કહ્યું કે “આ પંચનંદી નામે શેઠની પુત્રી, જયંતિદેવની બેન છે અને એનું નામ કેસરા છે, ત્યારથી વસંતદેવે કેસરાના ભાઈ જયંતીદેવની સાથે સ્નેહ કરવા માંડે, અને એક બીજાને ઘેર જવા આવવા માંડયું. એક વખતે જયંતિદેવે વસંતદેવને જમવાનું નિમંત્રણ કર્યું. એ પ્રકાર મૈત્રીરૂપ વૃક્ષને દોહદ છે. ત્યાં નેત્રરૂપ કુમુદને કૌમુદી સમાન કેસરા પુષ્પ વડે કામદેવની પૂજા કરતી તેના જોવામાં આવી, અને તે જ વખતે જયંતિદેવના હાથમાંથી પુષ્પની માળા લેતાં વસંતદેવને પણ તેણે સાનુરાગ દષ્ટિએ અવલ. તે સમયે આ અનુકૂલ શુકન થયું, એમ બંનેને હર્ષ થયે. કેમકે પરસ્પર જે શુભ ચેષ્ટા થાય તે બંનેને સારું પરિણામ આમે છે. તે વખતે કેસરા અને વસંતદેવને ભાવ ત્યાં રહેલી પ્રિયંકરા નામે ધાત્રી પુત્રીને જાણવામાં આવ્યા. ચેષ્ટા ઉપરથી બીજાના હૃદૂગત ભાવને જાણનારા માણસોને પરહૃદય જાણવું સહેલું છે. પછી કેસરાનો ભાઈએ વસંત જેમ કામદેવની પૂજા કરે, તેમ પોતાના મિત્ર વસંતદેવની પૂજા કરી. તે સમયે ધાત્રીસુતા પ્રિયંકરાએ કેસરાને કહ્યું-કેસરા ! તારા ભાઈ મિત્રની પૂજા કરે છે, તે તું પણ કાંઈ યેગ્ય લાગે તે કર.' તેનાં આવાં વચનથી એક સાથે લજ્જા, ભય અને હર્ષને ધારણ કરતી કેસરા બેલી-તું ઉચિત જાણે છે, તે જે ગ્ય લાગે તે તું જ કર.” પછી પ્રિયંકરા તેના આંગણામાં રહેલી પ્રિયંગુ વૃક્ષની મંજરી અને કક્કોલ વિગેરે લઈ વસંતદેવ પ્રત્યે બોલી-હે સુંદર ! લ્યો, આ મારા સ્વામિની પિતાને હાથે ચૂંટીને ઈષ્ટને આપવા લાયક પુષ્પ અને ફળે તમને આપે છે. ‘હુ તે બાલાને અભિષ્ટ છું” એમ વિચારી હર્ષ પામતા વસંતદેવે પોતાના હાથે તે પુષ્પ અને ફળ ગ્રહણ કર્યા. પછી પિતાના નામની મુદ્રિકા તેને આપીને વસંતદેવે કહ્યું કે તમે તેને કહેજો કે “આ કાર્ય તમે બહુ સારું કર્યું, હવેથી સદા ઈષ્ટને અનુકૂળ વજે.” પ્રિયંકરાએ આવું દઢ અનુરાગરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘજળ જેવું વચન કેસરાને કહ્યું. તે રાત્રિએ કેસરાએ પાછલે પહોરે સ્વપ્રમાં પોતાનું પાણિગ્રહણ કરતા એવા વસંતદેવને જે, અને વસંતદેવ પણ સ્વમમાં તેને પરણ્ય. તેઓનું સ્વમ દર્શન પણ તેમને વિવાહથી અધિક હર્ષદાયક થઈ પડ્યું. તત્કાળ શરીર માંચિત કરી કેસરાએ એ સ્વમની વાત પ્રિયંકરાને જણાવી.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy