SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સગ ૫ મે થયેલ જોઈ શાંતિનાથને સેનાપતિ આહૂતિ વડે અગ્નિની જેમ ભયંકર પ્રજવલિત થયો. તત્કાળ યમરાજની જેમ તૈયાર થઈ હાથમાં ખડગ રત્ન ધારણ કરી અને અધરત્ન પર બેસી તે કિરાત લોકોની સામે દેડ. તે વખતે સંયુક્ત થયેલા સેનાપતિ રત્ન, અશ્વરત્ન અને ખડગરત્ન-એ ત્રણે રને જાણે ત્રણ પ્રકારના અગ્નિઓ એકત્ર મળ્યા હોય તેવા દેખાવા લાગ્યા. પાદચારી ગરૂડની જેમ પૃથ્વીને ફાડતો અશ્વરત્ન સેનાપતિના મનની સાથે કિરાત સૌખ્યમાં પેઠો. તે વખતે નદીના ઘની પાસે વૃક્ષોની જેમ સ્વાર કે પેદલ કોઈ પણ કિરાત તેની આગળ ઉભો રહેવાને પણ સમર્થ થઈ શક્યો નહીં. કઈ ખાડામાં નૃપાપાતે કરવા લાગ્યા, કઈ વનની કુંજમાં સંતાઈ ગયા, કેઈ ગીરિએની ગુફામાં પેસી ગયા, કોઈ પાણીમાં ડુબી ગયા, કોઈએ હથી છોડી દીધા, કોઈએ વસ્ત્ર ઉતારી નાંખ્યાં અને કોઈ મુડદાના જેવા નિષ્ટ થઈને પૃથ્વી પર લેટવા લાગ્યા. વૃક્ષની શાખાની જેમ કેઈના હાથ, ફળની જેમ મસ્તક અને પત્રની જેમ હાથનાં કાંડાં પૃથ્વી પર ત્રુટી પડયાં. કેઈના દાંત, કોઈના પગ અને કેઈની તુંબપાત્રની જેમ માથાની ખોપરી તુટી પડી. સેનાપતિ અધરત્નવડે રણસાગરમાં પ્રવેશ કરતાં જલજંતુઓની જેમ શત્રુઓને શી શી વિપત્તિ ન પ્રાપ્ત થઈ? આ પ્રમાણે તેના પતિએ ક્ષેભ પમાડેલા કિરાત લોક ક્ષણવારમાં અને ઉડાડેલા રૂની જેમ દશે દિશાઓમાં નાસી ગયા. તે ઘણું જન સુધી દૂર ગયા પછી એક ઠેકાણે એકઠા મળી ક્રાધ અને લજજાથી પીડિત થઈને વિચાર કરવા લાગ્યા -“અહો ! આપણને અકસમાત શું થયું, કે જેથી આ કઈક શૈતાઢય પર્વતને ઉલ્લંઘન કરીને અહીં આવ્યું ! તેમાં પણ એ અસમાન પુરૂષે ઉઠેલ સમુદ્ર જેમ પૃથ્વીને આચ્છાદન કરે તેમ અત્યંત સૌન્યથી આપણી પૃથ્વીને આચ્છાદન કરી લીધી ! વળી તે સેનાના અંગરૂપ માત્ર કોઈ એક દિલ જેવા ઉભટ પુરૂષે આપણે જેવા સુભટમાની અનેક પુરૂષને ક્ષણવારમાં કૂટી નાખ્યા ! આપણે કે જેઓની ભુજાઓ પરાક્રમથી ઉપસેલી છે તેઓ એક બીજાથી લજજા પામીને હવે પરસ્પર પણ મુખ બતાવવાને સમર્થ થઈ શકતા નથી; હવે આપણે શું બળતા અગ્નિમાં પેસવું ! ઉંચા પર્વતના શિખર પરથી મરવાને માટે ઝુંપાપાત કરો ! અથવા શું પોતાની મેળેજ ઉગ્ર કાળક્ટ ઝેર ખાવું! વા વૃક્ષોની ઉપર ગળાફાંસો બાંધી હીંચકાની જેમ શરીરને લટકાવવું ! વા જીર્ણ વસ્ત્રની જેમ છરીઓથી પિતાનું પેટ ફાડવું ! વા કાકડીના ખંડની જેમ દાંતવડે જિહાને કરડવી! ઇત્યાદિ કોઈપણ પ્રકારથી અત્યારે અરણેજ આપણું શરણ છે. આ પરાભવ થાય ત્યારે કો માની પુરૂષ જીવવાને સમર્થ થાય ! પરંતુ હજુ શત્રુઓને સાધવા માટે એક ઉપાય છે. આપણે આપણું કુળદેવતા મેઘકુમારને બોલાવીએ. કેમકે જેઓને ઉપાય માત્ર ક્ષીણ થયા હોય, પુરૂષાર્થની સંપત્તિ ક્ષય પામી હોય અને જેઓ શત્રુઓથી દબાઈ ગયા હોય તેઓને કુળદેવતાનું જ શરણ છે.” આ નિશ્ચય કરી તે સર્વે કિરાતલોકો ચક્રવતીના પ્રતાપથી તપ્ત થઈ જલમાં મગ્ન થવાને ઇચ્છતા હોય તેમ સિંધુના તીર ઉપર આવ્યા. ત્યાં સર્વસ્વ હારી ગયેલા ધૂતકારની પેઠે તે સર્વે દીન અને દિશા માત્ર વસ્ત્રવાળા (નગ્ન) થઈ ચત્તા સુઈ ગયા, એ પ્રમાણે એકઠા થઈને મેઘકુમારને પ્રસન્ન કરવા માટે તેમણે અષ્ઠમ તપ આચયું. દેવતાઓ તપ અને ભકિતથી ગ્રાહ્ય છે. અષ્ટમ તપને અંતે મેઘકુમાર પ્રગટ થયા અને કહ્યું કે “વત્સ ! હશે નહીં, તમારે શી પીડા છે તે કહો.” શ્લેષ્ઠ બોલ્યા-કેઈ ચક્રવર્તી અમોને મારી નાખે છે. તેના ભયથી કાગડાની જેમ નાસીને અમે અહીં આવ્યા છીએ. હે ભગવંત મેઘકુમાર ! અમારી રક્ષા કરે; અમારા ત્રાતા તમેજ છે, કેમકે પાછી ગયેલી છીંકવાળાને પ્રાય: એક સૂર્યજ શરણરૂપ છે. મેઘકુમારે એ -
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy