________________
પર્વ ૫ મું
૨૪૭ : અચિરાદેવી નિદ્રા રહિત થયા તે વખતે તેમને દિવ્ય વસ્ત્રાલંકાર તથા દિવ્ય અંગરાગવડે યુક્ત અને તેજનો પ્રસાર કરતે પુત્ર પોતાની પાસે જવામાં આવ્યા. દેવીના પરિજને આનંદથી સંભ્રમ પામી રાજા પાસે આવીને પુત્ર જન્મ અને દિકુમારીનું સર્વ કૃત્ય નિવેદન કર્યું. રાજાએ હર્ષથી તેમને પારિતોષિક આપ્યું, અને મોટી સમૃદ્ધિથી પુત્રને જન્મમહોત્સવ કર્યો. જ્યારે આ ગર્ભ તેની માતાના ઉદરમાં આવ્યો, ત્યારે દેશમાંથી સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા એવું ધારી રાજાએ પુત્રનું શાંતિનાથે એવું નામ પાડયું. ઈદ્ર જેમાં અમૃત સંક્રમાવેલ છે એવા પિતાના અંગુઠાને ધાવી સુધા સમાવતા અને ધાત્રી. ઓથી લાલિત થતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જો કે પ્રભુ જન્મથી જ જ્ઞાનવૃદ્ધ છે, તથાપિ તે વિવિધ પ્રકારની બાલક્રીડા કરવા લાગ્યા. કારણકે સર્વત્ર સમુચિતજ શેભે છે. પ્રભુની સાથે રજક્રીડા કરી પોતાના આત્માને મહા મૂલ્ય કરવાને ઈચ્છતા દેવતાઓ આશાતનાથી બીતા બીતા પ્રભુને રમાડતા હતા. ક્રીડામાં પણ પ્રભુ તેમને નિઃશંક પાદપ્રહાર કરતા નહીં. કારણકે મહાત્માઓ ગમે તે અવસરે પણ દયાવીર હોય છે. એવી રીતે વિવિધ ક્રીડાઓથી ક્રીડા કરતા શાંતિનાથ પ્રભુ ચાલીશ ધનુષ્ય પ્રમાણુ શરીરથી લમીના ક્રીડાગ્રહરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા પછી વિશ્વસેન રાજાએ શાંતિકુમારને અનેક રાજકન્યાઓની સાથે વિવાહ કર્યો. મોટી સમૃદ્ધિવાળા પિતાએ પુત્રના વિવાહત્સવ વિના તૃપ્તિ પામતા નથી.” પચીશ હજાર વર્ષની વયે શાંતિકુમારને રાજ્યપર બેસારી વિશ્વસેન રાજાએ પોતાનું કાર્ય સાધવા માંડયું. પછી શાંતિકુમાર યથા વિધેિ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. મહાત્માઓનો અવતાર વિશ્વના પાલનને માટે જ હોય છે,
અચિરાદેવીના કુમાર શાંતિનાથ પોતાની વિવાહિત સ્ત્રીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા. અહંત પ્રભુને પણ નિકાચિત ભેગનીય કર્મ અવશ્ય ભોગવવું પડે છે. સર્વ અંતઃપુરમાં મુખ્ય યશોમતી નામે તેમને પટ્ટરાણી હતી. એક વખતે તેમણે સ્વમમાં અબ્રમાં સૂર્યની જેમ મુખમાં પ્રવેશ કરતું ચક્ર જોયું, તે સમયે દઢરથ મુનિનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં આયુષ્ય પૂર્ણ કરી ચવીને યશેમતીના ઉદરમાં ઉત્પન્ન થયે. નિદ્રામાંથી જાગ્રત થઈ યશેમતીએ તે સ્વમની વાત પોતાના સ્વામી શાંતિનાથને કહી. ત્રણ જ્ઞાનને ધરનાર શાંતિનાથ પ્રભુએ કહ્યું કે હે દેવી! પૂર્વ જન્મમાં દઢરથે નામે એક મારે અનુજ બંધુ હતું. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને તારા ઉદરમાં અવતરે છે. સમય આવતાં તે પુત્રને તમે જન્મ આપશે.” પ્રાતઃકાલમાં મેઘની ગર્જના જેવું પતિનું અમેઘ વચન સાંભળી દેવી યમતી હર્ષ પામ્યા, અને ત્યારથી તેમણે ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં જાણે પતિનું પ્રતિબિંબ હોય તેવા સર્વ. લક્ષણ સંપન્ન પુત્રને તેણે જન્મ આપે તે ગર્ભમાં હતું તે વખતે દેવી યમતીએ ચક્ર જોયેલું હતું, તેથી તેનું ચકાયુધ એવું પિતાએ નામ પાડયું. ત્રણલેકમાં તિલકરૂપ એ ચકાયુધ ધાત્રીઓથી લાલિત થઈ હાથીના શિશુની જેમ વધવા લાગ્યા. અનુક્રમે યુવતિવર્ગના લોચનને મેહકારી અને કામદેવના કીડેઘાનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયો. પિતા શાંતિનાથે સ્વયંવરા થઈને આવેલી લક્ષ્મી જેવી રૂપલાવણ્ય વડે મનોહર અનેક રાજપુત્રીએની સાથે તેને વિવાહ કર્યો.
નીતિથી રાજ્યનું પાલન કરતાં શ્રીમાન શાંતિનાથને પચીશ હજાર વર્ષો વીતી ગયા. એકદા ઉપપાદ શયામાં જેમ દેવ ઉત્પન્ન થાય, તેમ શ્રી શાંતિનાથની અસ્ત્રશાળામાં વિશાળ
તિએ વ્યાપ્ત એવું ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ તેને અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પૂજય મહાશય પણ જે આચારથી પૂજ્ય હોય તેની પૂજા કરે છે. પછી સાગરમાંથી સૂર્યની