________________
પર્વ ૫ મું
૨૪
કરનાર જીવનૈષધરૂપ વિવિધ વિકારથી અનુકૂલ ઉપસર્ગો કરવા માંડ્યા. કઈ રમણી મિથ્યા છોડી નાખેલા કેશપાશને બાંધવાના મિષથી કામદેવના સ્થાનરૂપ ભુજામૂલ બતાવવા લાગી. કેઈ અધે વસ્ત્ર શિથિલ કરી ગલેફમાંથી કાઢેલું દર્પણ હોય તેવું જઘન દેખાડવા લાગી. કોઈ સખી જનને બોલાવવાને બાનાથી વારંવાર કામદેવના અસ્ત્રને ઉગામ્યા જેવી ભૂલતાનો ઉલ્લેપ કરવા લાગી. કેઈ બાલા અનુરાગિણી થઈ ગાંધારગ્રામ સાથે મુખદષ્ટિના વિકાર કરી કામદેવના વૃત્તાંતને મધુરાલાપે ગાવા લાગી. કોઈ લીલાવતી સુંદરી વારંવાર અનુભવ કરેલી સંગક્રીડાને વખાણતી કામશાસ્ત્રની કથાને આલાપ કરવા લાગી. કેઈ કામિની પિત્તાદિક પ્રકૃતિઓને યોગ્ય એવા રતિ સંબંધી સાધન ધાતુરસથી આલેખવા લાગી. કેઈ વારંવાર આલાપ, કઈ કરસ્પર્શ, કોઈ દષ્ટિપ્રસાદ અને કોઈ આલિંગન યાચવા લાગી. તે સિવાય બીજા વિવિધ કલાકલાપ તેઓ પ્રકાશ કરવા લાગી. એવી રીતે તે દેવીઓએ રાજાની તરફ રાત્રિથી માંડીને પ્રાતઃકાલ સુધી વિકૃતિઓ કરી. પણ તે વજ ઉપર ટાંકણાના પ્રહારની જેમ રાજા ઉપર નિષ્ફલ થઈ પડી. પછી દેવીઓએ સવ સંહરી લીધી, અને મેઘરથને ખમાવી નમસ્કાર કરી પશ્ચાત્તાપ કરતી તે ઈશાનંદ્રની બે ઇંદ્રાણીઓ પોતાને સ્થાનકે ગઈ.
પ્રાત:કાળે રાજા મેઘરથે પ્રસન્ન થઈ પ્રતિમા પારી પિસહ પણ પાર્યો, અને રાત્રિનું વૃત્તાંત સંભારી સંભારી પરમ સંવેગને પ્રાપ્ત થયે. પ્રિયમિત્રા દેવી પણ પોતાના પ્રિયને તેવા સંવેગી જઈ સંવેગને પામી. સતી સ્ત્રીઓ પતિના માર્ગને જ અનુસરે છે. એકદા અહંત શ્રી ઘનરથ પ્રભુ વિહાર કરતાં કરતાં ત્યાં આવીને પૂર્વોત્તર (ઈશાની દિશામાં સમેસર્યા. સેવકે એ આવી રાજાને પ્રભુનું આગમન જણાવ્યું. તેમને પારિતોષિક આપી મેઘરથ રાજા દઢરથ સહિત પ્રભુ પાસે આવ્યા. એક જન સુધી પ્રસરતી સંગ્રામરાગીર સર્વભાષાનુસારી વાણી વડે પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે રાજા પ્રભુને નમસ્કાર કરી બોલ્ય-“હે ભવ્ય ! તમે વિશ્વનું રક્ષણ કરવાને ઉઘુક્ત થયા છો, તો મારું પણ રક્ષણ કરે. હે જગત્પતિ ! તમે સર્વ જાણે છે અને સર્વના હિતકારી છો. તથાપિ હું એક પ્રાર્થના કરું છું.” કેમકે સ્વાર્થમાં કેણ ઉત્સુક ન થાય ?” હે નાથ! જ્યાં સુધી હું ઘેર જઈ રાજ્ય ઉપર કુમારને બેસારી અહીં આવું, ત્યાં સુધી મને દીક્ષા આપવાને માટે તમે અહીં બીરાજશે.” પ્રભુ બેલ્યા પ્રમાદ કરે નહીં” આવી અહ“તની શિક્ષા લઈ મેઘરથ પિતાને ઘેર આવ્યા અને દઢરથને કહ્યું- “હે વત્સ ! તું આ પૃથ્વીનો ભાર ગ્રહણ કર, કે જેથી હું દીક્ષા લઉં. આ સંસારમાં પરિભ્રમણ કરી વટેમાર્ગુની જેમ હું નિર્વેદ પામી ગયો છું.” તે સાંભળી દઢરથે અંજલિ જોડી કહ્યું-“પૂજ્યબંધુ! આ સંસાર દુઃખ રૂપ જ છે, અને વિવેકી જનો એ તજવા યોગ્ય જ છે; તો આવા સાગર જેવા દુસ્તર અને અપાર સંસાર સમુદ્રમાં મારે માથે પૃથ્વીનો ભાર તમે કેમ મૂકી જાઓ છો? હે ઈશ! આજ સુધી આમાથી અભેદ દષ્ટિએ મને જોઈ હમણું પૃથક કેમ કરે છે? મારી ઉપર તે પ્રસન્ન થાઓ અને આત્મવત્ મારે પણ ઉદ્ધાર કરો. હે સ્વામી ! આજે તમારી સાથે હું પણ પિતાજી પાસે દીક્ષા લઇશ; આ પૃથ્વી બીજા કોઈને આપે.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી મેઘરથે પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય અને દઢરથના પુત્ર રથસેનને યુવરાજપદ સંપ્યું. પછી મેઘસેને જેમને નિષ્કમણોત્સવ કરે છે એવા રાજા મેઘરથે દઢરથ, ૧ સંતોષ પામે તેટલું દાન. ૨ ગ્રામ-રાગ સહિત, ૩ ખેદ,
૩૧