SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૫ મુ ૨૩૦ અષ્ટ કર્મના ક્ષય કરી તે મેાક્ષે ગયા. સૂર્યની જેવા પ્રતાપી રાજા સિદ્ધરથે અતિ મુશ્કે લીથી મળે તેવું વિદ્યાધરાનું ચક્રવત્તી પણું પ્રાપ્ત કર્યું. એક વખતે રાત્રિમાં યાગીની જેમ નિદ્રા રહિત થઈ સિંહરથ વિચાર કરવા લાગ્યા-“ અહા ! અરણ્યમાં માલતીના પુષ્પની જેમ મેં મારા જન્મ ફાગટ ગુમાવ્યો. કેવળજ્ઞાનધારી અને સરંસારસાગરથી તારવામાં વહાણુ જેવા સમાસરેલા અંત પ્રભુના મેં દર્શન કર્યાં નહી' અને તેમની પૂજા પણ કરી નહીં. હવે સાક્ષાત શ્રી જિનેશ્વરને જોઈ મારા આત્માને પવિત્ર કરૂં, એકવાર પણ થયેલુ તેમનું દર્શન સારા સ્વની જેમ ઇચ્છિત મનાથને આપે છે.” આ પ્રમાણે વિચારી સિંહરથ રાજા પત્ની સહિત ધાતકીખંડ દ્વીપના પશ્ચિમ વિદેહમાં સીતા નદીના ઉત્તર તીરે આવેલા સૂત્ર નામના વિજયમાં ખડ્ગપુર નામના નગરે ગયા. ત્યાં શ્રી અમિતવાહન તીર્થંકરના દર્શન કર્યાં. ભગવ...તને પ્રણામ કરી રાજાએ સ'સારસાગરમાં નાવિકા જેવી ધર્મ દેશના સાંભળી. દુઃખરૂપ અગ્નિમાં જલના છંટકાવ જેવી તે દેશના સાંભળી અહુ ત પ્રભુને નમી તે પાછે પેાતાની નગરી તરફ વળ્યા. તે સમયે ઘાટા ખરૂના વૃક્ષવડે જેના ભાગ વ્યાપ્ત છે એવા સમુદ્રમાં વહાણની જેમ અહી ઉર્ધ્વ ભાગે જતાં તેની ગતિ સ્ખલિત થઇ ગઇ. ‘આ મારી ગિત કાણે સ્ખલિત કરી' એ જાણવાને તેણે નીચી દૃષ્ટ કરી, તેવામાં અહી રહેલા તેના જોવામાં આવ્યા. એટલે તે ક્ષેપથી મને ઉપાડીને ઉડાડનાર મારી પાસે આવ્યે. એટલે મેં મારા ડાબા હાથથી તેના ડાબા હાથપર આક્રમણ કર્યું. તેથી સિહે આક્રાંત કરેલા હાથીની જેમ તે અતિ વિરસ પેાકાર કરવા લાગ્યા. પેાતાના પતિને કષ્ટમાં દેખીને તેની ભાર્યા પરિવાર સહિત મારે શરણે આવી, એટલે મે' તેને છેાડી મૂકયા. મે છેાડયા પછી તે આવા વિવિધરૂપ વિષુવી મારી પાસે સંગીત કરવા લાગ્યા.” બાદ પ્રિયમિત્રાએ ફરીવાર પૂછ્યું–‘પ્રિય ! પૂર્વ ભવમાં એણે શુ શુભ કર્મ કર્યું છે, જેથી તેને આવી મેટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે ?’ મેઘરથ ખાલ્યા “હે પુષ્કરા દ્વીપમાં પૂર્વ ભરતક્ષેત્ર વિષે સંઘપુર નામે એક માટુ નગર છે. તે નગરમાં રાજ્યગુષ્ઠ નામે એક રિબ કુલપુત્ર રહેતા હતા, તે પારકાં કામ કરીને પેાતાના ભાજનનિર્વાહ ચલાવતા હતા. તેને શખિકા નામે એક અનુરાગી અને પતિભક્તા સ્ત્રી હતી, અને દંપતી હમેશાં પારકા ઘરનાં કામ કરતાં હતાં. એક દિવસે તે સ્રીપુરૂષ એકઠાં મળીને ફળ લેવાને માટે વિવિધ વૃક્ષાથી આકુલ સંવિગિર નામના મોટા પર્વતપર ગયાં. ત્યાં પક્ષ લને માટે તેઓ ફરતાં હતાં, તેવામા સગુપ્ત નામે એક મહામુનિને દેશના આપતાં તેમણે જોયાં. વિદ્યાધરાની સભા વચ્ચે બેઠેલા તે મહાત્માની પાસે આવી તે ભક્તિથી નમસ્કાર કરીને બેઠા. મુનીશ્વરે તેમને વિશેષ ધર્મ દેશના આપી. દુ:ખીની ઉપર મહાન પુરુષોનું અધિક વાત્સલ્ય હોય છે. દેશનાને અંતે તેઓ બેલ્યા- હે પ્રભુ ! અમે પાપી છીએ તે છતાં અમારૂં કાઇક પૂર્વ પુણ્ય હશે, કે જેથી અમને તમારૂ દર્શન થયું. હું જગપૂજ્ય ! તમે સર્વ વિશ્વના હિતકારી છેા, તથાપિ પીડાને લીધે અમે તમારી પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઉદ્ધારને માટે કાંઇપણુ તપ બતાવા.’ તેમની ચૈાગ્યતા જોઇ મહામુનિ સ`ગુપ્તે ‘ અત્રીશ કલ્યાણક ’નામે એક તપ તેમને બતાવ્યા. તેના અંગીકાર કરી તે પેાતાને ઘરે આવ્યા અને ખત્રીશ દિવસે ખત્રીશ ઉપવાસ કરવા વડે તે તપ કર્યાં. પારણાને સમયે દ્વાર ઉપર ષ્ટિ કરીને કોઇ અતિથિમુનિની શેાધ કરવા માંડી. તેવામાં ધૃતિધર નામે એક સાધુને પોતાના ઘરમાં પ્રવેશ કરતાં જોયા. તેમને બંને જણે ભક્તિથી ભાતપાણીવડે પ્રતિલાભિત કર્યાં. અન્યદા પેલા સગુપ્ત મુનિ વિહાર કરતાં કરતાં પુન: ત્યાં આવી ચડયા. એટલે તેઓ તેમની પાસે આવી ધમ સાંભળવા લાગ્યા. દેશનાને પ્રાંતે એ વિવેકપરાયણ સ્રીભર્રારે માનુષ જન્મરૂપ વૃક્ષના લપ દીક્ષા ગ્રહણ કરી. પછી રાજ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy