SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મું ૨૩૫ છે! તેને પરિણામે આ ધ્યાનમાં પડેલા આપણે એક બીજાને પરસ્પર હણી મૃત્યુ પામ્યા અને અનેકવાર તિય એનિમાં ઉત્પન્ન થઈને પાપનું ફળ પ્રાપ્ત કર્યું.” આ પ્રમાણે વિચારી રાજાને પ્રણામ કરી તેઓ પોતાની ભાષામાં બોલ્યા- હે દેવ ! આજ્ઞા કરે. અમે હવે અમારા આત્માનું હિત શી રીતે કરીએ? ઘનરથ રાજાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું - તમોને અહંતદેવ, સાધુ ગુરૂ અને જીવ દયારૂપ ધર્મનું શરણ થાઓ. ઘનરથનું એ વચન સ્વીકારી છે અને કુકડા તરતજ અણશણ અંગીકાર કરી મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામીને તેઓ ભૂતરત્ના નામે મોટી અટવીમાં તામ્રશૂલ અને સ્વર્ણચૂલ નામે બે મહદ્ધિક ભૂતનાયક દેવ થયા. પછી અવધિજ્ઞાનથી પૂર્વ જન્મને જાણી વિમાન વિકુવને તેઓ પોતાને પૂર્વજન્મના ઉપકારી મેઘરથની પાસે આવ્યા, અને ભક્તિથી મેઘરથને પ્રણામ કરી તેઓ બોલ્યા-“હે સ્વામી! તમારા પ્રસાદથી અમે હાલ વ્યંતરેશ્વર થયા છીએ. અમે અમારા કરેલાં પાપકર્મથી મનુષ્યમાંથી હાથી, મહિષ, મેંઢા અને પછી કુકડા એવી રીતે ઉત્પન્ન થઈ હાલ પાછા ઉત્કૃષ્ટ જન્મવાળા થયા છીએ. હે નાથ! જો તમે કુકડાના જન્મમાં શરણરૂપ ન થયા હોય તે પ્રતિદિન અસંખ્ય કીડાનું ભજન કરનારા અમે કેવીએ ગતિમાં જાત! માટે હવે પ્રસન્ન થાઓ, અમારી ઉપર અનુગ્રહ કરે, અને જેને તમે જ્ઞાનથી પૂર્વે જાણ્યું છે તથાપિ આ વિમાનપર આરૂઢ થઈ બધી પૃથ્વીનું અવલોકન કરે.” આવી તેમણે પ્રાર્થના કરી, એટલે દાક્ષિણ્યતાના ક્ષીરસાગર જેવા મેઘરથ પરિવાર સહિત તેના વિમાનમાં આરૂઢ થયા. વિમાન આકાશમાર્ગે મનની જેવા વેગથી ચાલવા લાગ્યું. તે વખતે તેઓ પૃથ્વી પર જે જે દર્શનીય વસ્તુ આવે તે તે આંગળીથી બતાવી કહેવા લાગ્યા-જુઓ, આ પિતાની શૈર્ય મણિમય પ્રભાથી દિશાઓના મુખને દૂર્વાકુરિત કરતી જણાય છે તે ચાલીશ જન ઉંચી મેગરિની ચૂલિકા છે. તેની ચારે દિશાઓમાં જે આ અર્ધચંદ્રકાર શિલાઓ છે તે અહંતના જન્માભિષેકજલથી પવિત્ર અને સિંહાસનથી અંકિત થયેલી છે. આ શાશ્વત અહંતનાં ઉંચાં ચૈત્યો છે અને તેમાં રહેલા અહંતબિંબના પૂજનમાં જેનાં પુષ્પ કૃતાર્થ છે તે આ પાંડક નામે વન છે. આ છ વર્ષધર પર્વત છે. તેની ઉપર આ છ પવિત્ર જળવાળા દ્રહો છે; જેમાંથી નીકળેલી પૃથ્વીતળના સેંથા જેવી આ ચૌદ મહા નદીઓ છે. વિદ્યાધરની સમૃદ્ધિવડે ભરપૂર અને પોતપોતાના ક્ષેત્રાર્ધની મર્યાદાની શિલાભીંત જેવા આ વૈતાઢય પર્વતે છે. તેઓના કુટ ઉપર શાશ્વત પ્રભુની પ્રતિમા સહિત આ સિદ્ધીત્યા છે. ઉંચા જાલકટક વડે શોભતી અને વિદ્યાધરોની વિલાસભૂમિ આ જ બુદ્વીપની વલયાકારે રહેલી જગતી છે. મઘર અને જુડ વિગેરે જળચર જીવેનું મોટું નિવાસસ્થાન આ લવણદધિ છે. કાલા સમુદ્રથી વીંટાયેલો આ ધાતકીખંડ નામે દ્વીપ છે. તેમાં અહંતના નાત્રની શિલાઓથી અંકિત આ બે ક્ષુદ્ર મેરૂગિરિર છે. શાશ્વત અહંત વડે પવિત્ર આ ઈશ્વાકાર નામે બે પર્વતે છે. ધાતકીખંડના જે આ અર્ધ પુષ્કર દ્વીપ છે. ત્યાર પછી માનુષેત્તર પર્વત છે. તેનાથી આગળ મનુષ્યભૂમિ નથી.” આ પ્રમાણે આખ્યાન પૂર્વક પૃથ્વીને બતાવીને તેઓ મેઘરથને પાછા પુંડરીકિણી નગરીમાં લાવ્યા. પછી તેમને રાજમંદિરમાં મૂકી, પ્રણામપૂર્વક નિવૃષ્ટિ કરીને તેઓ પિતાને સ્થાનકે ગયા. અન્યદા લેકાંતિક દેવતાઓએ આવી ઘનરથ રાજાને કહ્યું કે “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે.” તે સાંભળતાં જ સ્વયં બુદ્ધ છતાં તેઓ ૧ કેટ. ૨ જબૂદ્વીપમાં રહેલા લાખ જન ઉચા મોટા મેની અપેક્ષાએ આ ૮૪૦૦૦ એજન ઉચા હોવાથી નાના મેરુ કહેવાય છે. ૩ અર્ધ અર્ધ ધાતકોખંડ રૂ૫ ધનુષ્યની મધ્યમાં તેટલા જ લાંબા બાણને આકારે હોવાથી ઈક્વાકર કહેવાય છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy