SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થો. આ જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વિસ્તારવાળા પુષ્કળાવતી વિજયને વિષે સીતા નદીને કાંઠે મધ્ય ખંડની વચ્ચે સરોવરમાં પુંડરીક કમળની જેમ લક્ષમીનું નિધાન પુંડરકિણી નામે નગરી છે. તે નગરીમાં પૃથ્વીમાં રહેલો ઈદ્ર હોય તેવ, શત્રુઓના મનોરથને ખંડન કરનાર ઘનરથ નામે મહારથી રાજા હતો. સમુદ્રને ગંગા અને સિંધુની જેમ તેને પ્રિયમતી અને મનોરમા નામે બે પત્નીઓ હતી. વજાયુધને જીવ ચૈવેયકમાંથી ચવી મહાદેવી પ્રિયમતીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રિએ સ્વમમાં વર્ષ, ગાજતો અને વિદ્યતને પ્રકાશતો મેઘ મુખમાં પ્રવેશ કરતે તેના જેવામાં આવ્યો. તેણે પ્રાત:કાલે તે સ્વમનું વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી રાજાએ કહ્યું-“તમારે મેઘની પેઠે પૃથ્વીના સંતાપને હરનારે પુત્ર થશે.” સહેસાયુધને જીવ રૈવેયકમાંથી ચવીને મહાદેવી મનોરમાની કુક્ષિમાં અવતર્યો. તે સમયે તેણે સ્વમમાં સુવર્ણની ઘુઘરીઓવાળો, ધ્વજાપતાકાથી શુભ અને લોઢાની ચક્રધારાવાળે એક રથ મુખમાં પ્રવેશ કરતે જોયો. પ્રાતઃકાળે પતિને વૃત્તાંત જણાવતાં તેમને કહ્યું કે “હે દેવી! તમારે મહારથીઓમાં અગ્રેસર પુત્ર થશે. અને દેવીઓ એ સમય આવતાં જાણે બીજી મૂર્તિને પ્રાપ્ત થયેલા સૂર્યચંદ્ર હોય તેવા બે કુમારને જન્મ આપ્યો. પિતાએ શુભ દિવસે પ્રિયમતીના પુત્રનું સ્વપ્રને અનુસારે મેઘરથ એવું નામ પાડયું અને મનોરમાના પુત્રનું સ્વમને અનુસારે દરથ એવું નામ પાડયું. મેઘરથ અને દઢરથ કુમાર દઢ બ્રાતૃભાવ ધારણ કરતાં અનુક્રમે બલભદ્ર અને વાસુદેવની જેમ મોટા થવા લાગ્યા. થોડા કાળમાં તેઓ કામદેવનું રાજ્ય સ્થાન, કામિનીજનને કામણરૂપ અને રૂપના ઉત્કર્ષને પ્રગટ કરનાર યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે સુમંદિરપુરના રાજા નિહતશત્રુના પ્રધાને આવી, પ્રણામ કરી ઘનરથ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે પ્રભુ ! ડેલરના પુષ્પ જેવી ઉજજવળ અને તે તે ઉત્તમ ગુણેથી પ્રકાશિત તમારી કીર્તિ ચંદ્રપ્રભાની જેમ કોને હર્ષ આપતી નથી? અમારા રાજા નિહતશત્રુ અહીંથી દૂર રહેલા છે તે છતાં પણ, તે તમારી સાથે નિર્મળ સૌહદપણાને ધરાવે છે; અને હમણું તે નો સંબંધ બાંધવાવડે સાનિધ્યમાં આવી તમારી સાથે વિશેષ નેહ કરવાને ઈચ્છે છે. તે નિહતશત્રુ રાજાને ત્રણ જગતની સ્ત્રીઓથી જુદી તેમના સ્વામીપણામાં રહી હોય તેવી ત્રણ કન્યાઓ છે. તેમાંથી બે કન્યા મેઘરથને અને એક કન્યા દઢરથને આપવાને ઈચ્છે છે, તેથી તેમ કરવાથી તમારા જેવાની સાથે તેનું પૂર્ણ સૌહૂદ થાઓ.” ત્યારે રાજા ઘનારથે મેઘની જેવા વનિથી કહ્યું- “હે મંત્રી ! આ સંબંધવડે અમારા બનેને ગાઢ સ્નેહ થાઓ. પ્રવાહોથી પર્વતની નદીઓની જેમ પુરૂષોને નેહ વારંવાર બંધાતા સંબંધથી હમેશાં વૃદ્ધિ પામે છે.” એટલે મંત્રી બોલ્યા- હે દેવ ! કેઈ ઉત્તમ જોષીને બોલાવી માંગલિક કાર્યમાં ઉચિત એવું લગ્ન બતાવે અને શરીરશાભાથી કામદેવ જેવા તમારા બન્ને કુમારોને તે કન્યાના વિવાહના મિષથી ત્યાં મોકલો. અમારા સ્વામી ઉપર એટલે અનુગ્રહ કરે.” તેજ વખતે જોષીને બોલાવી, લગ્નને નિશ્ચય કરી, અને કુમારોને ત્યાં જવાની આજ્ઞા આપીને રાજાએ મંત્રીને વિદાય કર્યો. મંત્રી ખુશી થતે શીધ્ર સુમંદિરપુરમાં આવ્યો અને હિતશત્રુ રાજાને એ વૃત્તાંત કહીને હર્ષિત કર્યો.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy