SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સર જો પુરૂષવ્યાઘ્રોએ ધવડે આયાસ વગર યુદ્ધ કરવા માંડયું, જેથી હરણની પેઠે તે સર્વ સુભટા તત્કાળ ત્રાસ પામીને પલાયન કરી ગયા. તેમને પલાયન થતાં જોઇ ક્રોધ કરતા મિતારિ શસ્રોવડે અધિક વૃક્ષવાળા વનની જેવું આકાશ કરતા યુદ્ધ કરવા ચાલ્યા. તે સમયે • અરે યુદ્ધ કર, યુદ્ધ કર, ઉભા રહે, ઉભા રહે, આયુધ છેડી દે, છેડી દે, મરી જઈશ, મરી જઇશ, અમારા સ્વામીની કન્યાને છેાડી દે, અમે તારા પ્રાણ બચાવશું” આવા વિકટ આટાપવડે ભયંકર અને કાનમાં કટુ લાગે તેવા સુભટેના આલાપ સાંભળી કનકશ્રી મેહવિવલ થઇને ‘હું આ પુત્ર ! હે આ પુત્ર!’ એમ કહેવા લાગી. તેને અનંતવીયે` કહ્યું–‘ હે મુગ્ધા ! દેડકાના અવાજની જેમ આકાશમાં થતા તે માનવધ્વનિથી તું બ્ય શા માટે ખીએ છે ? ઇ'દ્રથી મૈનાકની જેમ મારાથી ત્રાસ પામતા અને હણાતા આ સૌન્ય સહિત દમિતારિને હમણાજ જોઈ લે.’ આ પ્રમાણે કનકશ્રીને આશ્વાસન આપી અનંતવીય વાસુદેવ અપરાજિત બળદેવની સાથે તિરસ્કાર કરેલા સિંહની જેમ યુદ્ધ કરવા પાછા ફર્યાં. તે બૈરીઓને કુટનારા દમિતારિના કોટીગમે સુભટોએ દીવાને પત'ગીઆએ ઘેરી લે તેમ વાસુદેવને ઘેરી લીધા. એટલે સ્થિરતામાં મેરૂ સમાન અનંતવીયે ક્રોધ કરીને વિદ્યાશક્તિથી પેાતાની સેના તેની સેનાથી દ્વિગુણી ઉત્પન્ન કરી. દમિતારના સુભટા ધાતુસહિત પતાની જેમ રૂધિરપંક્તિથી આ શરીરવાળા થયા છતાં પણુ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે “ જેનું આ ડ રણભૂમિમાં નાચે છે તે મારા પતિ થાઓ, જે આ ભાલામાં પરોવાઇને ચાલે છે તે વીરને પતિ કરવા હું ઉત્સુક છું, જે આ હણનારનું વર્ણન કરે છે તેની સાથે હું કયારે રમીશ? જે આ મુખમાં પ્રવેશ કરતા ભાલાને દાંત વડે ધરી રાખે છે તે મારા પતિ થાએ, જે આ હાથીના કુ‘ભસ્થલ ઉપર ચડી જાય છે તે મારા સ્વામી છે, જે આ અસ્ર ભગ્ન થતાં ફક્ત મસ્તકપર રહેલા ટોપવડે યુદ્ધ કરે છે તેની હું દાસી છું. જે આ હાથીના દાંત ઉખેડીને શસ્ત્રધારી થયેલ છે તે મારા પ્રિય છે.” આ પ્રમાણે આકાશમાં રહેલી દેવાંગનાઓના મુખમાંથી અનુરાગવચને નીકળતાં હતાં. દમિતાર રાજાની વિદ્યાશક્તિવડે અતિ દુર્મીદ થયેલા સૈનિકો રણભૂમિમાં ભદ્રહસ્તીની જેમ જરા પણ ભગ્ન થયા નહીં એટલે યુદ્ધરૂપ નાટકના અભિનય કરવામાં નટરૂપ વાસુદેવે નાદથી ભૂમિ અને આકાશના અંતરાલને પૂરે તેવા પ ચજન્ય શંખના શંખનાદ કર્યાં. જગદ્વિજયી વિષ્ણુએ કરેલા શ`ખનાદના વ્યાપવાથી સર્વ શત્રુએ જાણે અપસ્માર રાગી હોય તેમ મુખે પ્રીણુ કાઢતા ભૂમિપર પડી ગયા. તેથી મિતારિ રાજા પાતે રથપર બેસી અન`તવીર્યની સાથે દિવ્ય શસ્ત્રઅસ્ત્રથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે કનકશ્રીના પિતાએ વાસુદેવને દુય જાણી વિરપણામાં પ્રિય મિત્રની જેવા ચક્રનુ સ્મરણ કર્યું. તત્કાળ સેકડો જ્વાળાથી આકુલ એ ચક્ર સમુદ્રમાં વડવાગ્નિની જેમ દમિતારિ રાજાના કરમાં આવીને સ્થિત થયું. તેને આવેલું જોઈ દિમતાર ખેલ્યા- અરે દુમતિ! હવે અહીં ઉભા રહેવાથી મૃત્યુ પામીશ, માટે હજી પણ મારી પુત્રીને છેાડી દઇને જીવતા ચાલ્યા જા.’ અનંતવીચે` કહ્યું- તારી કન્યાની સાથે તારા ચક્રને અને તારા પ્રાણને લઇને હું જઇશ; તે શિવાય જવાના નથી.’ આ પ્રમાણે કહેવાથી અગ્નિ જેવાં રાતાં લાચનવડે પ્રજવલિત થતા દમિતારિએ ચક્ર ભમાડીને અપરાજિતના બંધુ અનંતવીય ઉપર છેડયું. વાસુદેવના હૃદયપર તુ ખાત્રની પેઠે તે ચક્રના પ્રહાર લાગવાથી તે ક્ષણવાર મૂર્જિત થયા. પરંતુ અપરાજિત પવન નાખે છે તેવામાં તેા તે પાછા ઉભા થયા અને તે પાર્શ્વસ્થ ચક્રને પકડી લીધું. સા આરાવાળું તે ચક્ર તેમના હાથમાં આવવાથી હજાર આરાવાળું થઈ ગયુ. પછી અર્ધ - ચક્રીએ હાસ્ય કરી પ્રતિવાસુદેવને કહ્યું-તું કનશ્રીના પિતાછે એમ ધારીને હું છેાડી મુકુ છું માટે ચાલ્યા જા.' દમિતા િખલ્યા-અરે ક્રુતિ! લેણદારના પૈસાથી જેમ કરજદાર ૨૧૨
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy