SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મું ૨૦૯ આલેટન, રૂદન, ભૃગુપાત (ભૈરવજવ), ગલેફાંસ, જલ તથા અગ્નિમાં પ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રઘાત, હૃદયતાડન, સમૃદ્ધિનો નાશ અને ઈષ્ટને વધ-ઇત્યાદિક અનેક દેખાવથી ક્રૂર લોકોને પણ આ કરી અથુપાત કરાવતા હતા. કોઈવાર દાંત તથા હોઠના પીડવાથી નેત્રની રતાશથી, ભૃગુટીના ચડાવવાથી, ગાલ વગાડવાથી, કરતલ પછાડવાથી, પૃથ્વી ફાડવાથી, આયુધ ખેંચવાથી, રૂધિર આકર્ષવાથી, વેગવડે દેડવાથી, પ્રહાર સહિત લડાઈએથી, ગાત્રના કપાવવાથી, અશ્રુપાત કરવાથી, સ્ત્રીના અપહરણથી અને સેવકના તિરસ્કારથી ધીર પુરૂષને પણ કંપાવતા હતા. કે ઇવાર ગાંભીર્ય, ધૈર્ય, ચાતુર્ય તથા ત્યાગાદિક ઉજજવળ ગુણ, હૃદયના જુસ્સા, પરાક્રમ, ન્યાય અને દઢ પ્રતિજ્ઞા વિગેરે દેખાવથી, જે સ્વભાવથી, ભીરૂ હતા તેઓ માં પણ પરાક્રમ પ્રગટ કરતા હતા. તાળવું, કંઠ અને હોઠના શેષવાથી ચપળ નેત્રવડે અલેકવાથી કરકપથી, સ્વરભેદથી, વિવણું બતાવવાથી, સરલ ચિન્હોથી, પ્રેતાદિક વિકૃતરૂપ બતાવવાથી અને તેમના સ્વરને સંભળાવવા વિગેરેથી કઈવાર સર્વ સભાજનોને ત્રાસ પમાડી દેતા હતા. કોઈવાર અંગને સંકોચ, હૃદયને ઉદ્વેગ, નાસિકા ને મુખનો વિષમ દેખાવ, થુંકવું, વારંવાર હોઠને મરડવા–તેથી અને દુર્ગધ, વમન, વ્રણ, કીડાએાનું દર્શન અને શ્રવણ વિગેરે બીભત્સ દેખાથી સર્વ સામાજિક લે કે મનમાં અત્યંત દુઃખી થતા હતા. કેઈવાર લોચનની વિસ્તારથી, નિનિમેષ જોવાથી, દ, અથુ અને પુલકાવળીના દર્શનથી સાધુવાદથી દિવ્ય આલેકથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી અને ઇંદ્રજાળના દેખાવથી સહસા સભાસદોને વિસ્મય પમાડતા હતા. કોઈવાર મૂલત્તર ગુણોથી ધ્યાનથી અધ્યાત્મગ્રંથના ચિતનથી સદગુરૂની ઉપાસનાથી, દેવપૂજાદિકથી અને વૈરાગ્ય સંસારભય અને તત્વજ્ઞાનાદિકના દેખાવોથી વિષયસ્વાદમાં લુબ્ધ પુરૂષોને પણ શાતિ પમાડી દેતા હતા. એવી રીતે સર્વ નટ જે જે રસનો અભિનય કરતા, તે તે રસમાં સર્વ સભાજને તન્મય થઈ જતા હતા. પ્રથમ કહી બતાવેલા સર્વ અભિનયે યથાર્થપણે કરી બતાવવાથી જાણે તે સર્વ પિતાની સમક્ષ ખડું બને જ છે છેમ સભાજને સમજતા હતા. ચતુર જનોમાં અગ્રણે મહારાજા દમિતારિ આ નાટકનો વિધિ જોઈ આ બે ચેટી સંસારમાં રત્નરૂપ છે એમ માનવા લાગ્યા. પછી કપટથી નટી થયેલા તે બંને વીરોને રાજાએ પોતાની કનક શ્રી નામે પુત્રી નાટકશિક્ષાને માટે અર્પણ કરી. એ રમણીય રાજકન્યાનું પૂર્ણ ચંદ્ર જેવું મુખ હતું, ત્રાસ પામેલી હરિણીના જેવાં લોચન હતાં. પકવ બિંબ ફલ જેવા અધર હતા. શંખના જેવી ગ્રીવાર હતી, કમળના જેવી ભુજાઓ હતી, સુવર્ણ કુંભની ઉપમાને પામેલાં સ્તનો હતાં, વજના મધ્યભાગ જેવું કૃશ ઉદર હતું, વાપીકા જેવી ગંભીર નાભિ હતી, નદીતટ જેવા કટિપ્રદેશ હતો, કરભના જેવા ઉરૂ હતા, મૃગી જેવી જ ઘાઓ હતી, કમલ જેવા હાથપગ હતા, સર્વ અંગ લાવણ્યજલમાં મગ્ન થયા હતા; કંઠમાં મધુર આલાપ શેભતો હતો અને તે શિરીષ પુષ્પના જેવી કોમલ હતી. આવી યૌવનવયને પ્રાપ્ત થયેલી મનોહર બાળાને જોઈ, તે કપટચેટી થયેલા વીરેએ તેને વારંવાર મધુર આલાપે બે લાવીને સર્વ પ્રકારના અભિનય સહિત સર્વ નાટકનો વિધિ નિબહેણ સંધિ સુધી શીખડાવી દીધો. તે કપટચેટીએ નાટકના મધ્યમાં મહાભુજ અનંતવીર્યના ઉત્કૃષ્ટ રૂપ, શૌર્યાદિ ગુણોનું ગાન કરતી હતી. એક સમયે કનકશ્રીએ પૂછ્યું-“ અરે યુવતીઓ ! ક્ષણે ક્ષણે જેના ગુણ તમે ગાયા કરે છે તે પુરૂષોત્તમ અનંતવીર્ય કેણ છે ? માયાચેટી થયેલે ૧ હેઠ. ૨ ડેક, ૨૭.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy