________________
૨૦૨
સર્ગ ૧ લે શ્રી જૈન ધર્મના આરાધનમાં જરાપણ પ્રમાદ કરે નહીં. કેમકે તે ધર્મ વિના ઉત્તરોત્તર મનોરથને પૂરનાર બીજું કઈ નથી.” આ પ્રમાણે કહી વિશ્વને ઈષ્ટ દર્શનવાળા તે બંને ચારણ મુનિ વર્ષાકાળના મેઘની જેમ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રી વિજય અને અમિતતેજ પ્રતિવર્ષે શ્રી અર્વતના રૌમાં ત્રણ મહોત્સવ કરવા લાગ્યા. તેમાં રૌત્ર અને આશ્વિન માસની બે અઠ્ઠાઈઓના ઉત્સવ દેવતાઓ નંદીશ્વર દ્વીપે જઈને કરે છે અને બીજાઓ પોતપોતાના રમૈત્યમાં કરે છે તે પ્રમાણે રૌત્ર અને આશ્વિન માસમાં પોતપોતાના
ત્યમાં કરતા હતા, અને ત્રીજે આશાશ્વત (અનિયમીત વખતનો) ઉત્સવ સીમાદ્રિ ઉપર જઈને શ્રી ઋષભનાથના વીત્યમાં બળદેવની જ્ઞાનભૂમિને સ્થાનકે કરતા હતા.
એક વખતે રાજા અમિતતેજ મેરૂપર સૂર્યની જેમ પોતાના મહેલપર પ્રધાનમંડળના પરિવાર સાથે બેઠા હતા તેવામાં કાદવ અને જલ સુકાઈ ગયાં હોય એવા ગ્રીષ્મ ઋતુના સરોવરની જેમ તપથી જેનાં માંસ તથા રૂધિર સુકાઈ ગયાં હતાં, ઉદ્વેગ સાગરની જેમ જેના શરીરપર નસોનું જાળ દેખાતું હતું. જીર્ણ વાંસની જેમ જેના શરીરના સાંધાઓ કડકડ બેલતા હતા, પ્રગટ કરેલી પર્શની જેવું જેમનું ઉદર દુબળ અને ભીષણ દેખાતું હતું, તેમજ નિર્દોષ તપ સંપદાના તેજથી જે પ્રકાશી રહ્યા હતા–એવા ધર્માદર્શ તુલ્ય માસક્ષપણુક કઈ મુનિ ભિક્ષા માટે નગરમાં આવેલા તેમને જોવામાં આવ્યા. એક જિનદર્શનજ જેને પ્રિય છે એ અમિતતેજ તેમને જોતાંજ મહેલથી ઉતરી તેમની પાસે આવ્યો, અને ત્રણ પ્રદક્ષિણા કરી વાંધી નિર્દોષ અન્નાદિક વડે તેમને પ્રતિલાભિત કર્યા. તે વખતે સત્પાત્રને આપેલા અનાદિક દાનના પ્રભાવથી વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. એવી રીતે ધમચેષ્ટા કરતાં અને સુખમગ્ન રહેતાં શ્રી વિજય અને અમિતતેજને હજારો વર્ષ વીતી ગયાં.
એક સમયે અમિતતેજ અને શ્રીવિજય સાથે મળીને નંદન વનમાં રહેલા શાશ્વત અહે". તને વંદના કરવા ગયા. વંદના કરીને કુતુહલથી ભમતાં ભમતાં નંદન વનની રમણિક ભૂમિ જેવા લાગ્યા. તેવામાં વિપુલમતિ અને મહામતિ નામના બે ઉત્તમ ચારણ મુનિ સુવર્ણશિલાપર બેઠેલા તેમના જોવામાં આવ્યા, એટલે તેમની પાસે જઈ પ્રદક્ષિણા કરી વાંદીને બંને શ્રાવક રાજા તેમની પાસે બેસી, આ પ્રમાણે ઘમદેશના સાંભળવા લાગ્યા.
“આ જગતમાં મૃત્યુ સર્વ પ્રાણીઓની સમીપે હંમેશાં રહેલું છે તેથી કસાઈને ઘર“માં રહેલા પશુઓની જેમ આ પ્રાણીઓનું જીવિત ચપલ છે. જે મનુષ્ય આયુક્ષણિક છે “એવું જાણે છે તથાપિ ધર્મમાં ઉદ્યમ કરતા નથી તે મોહને જ વિલાસ છે. જન્મથી માંડીને
ને મૃત્યુ સુધી મેહ એ માટે શત્રુ છે કે તે મનુષ્યના હિતકારી ધમને મૂલમાંથી “છેદી નાંખે છે. તેથી માનવજન્મના ફળની ઈચ્છા એ મેહને છેદીને નિરંતર ધર્મ કર “કે જેથી ફરીને પણ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય.”
આ પ્રમાણે દેશના સાંભળી પિતાનું અવશેષ આયુષ્ય કેટલું છે? એ તેમણે પ્રશન કર્યો. એટલે હવે માત્ર છવીસ દિવસનું આયુષ્ય બાકી છે એ મુનીશ્વએ પ્રત્યુત્તર આપ્યું. આવું મુનિ વાક્ય અમેઘ જાણી તે નર અને વિદ્યાધરના રાજા નિર્વેદયુક્ત મહા પશ્ચાત્તાપ કરતા આ પ્રમાણે બોલ્યા-“અરે ! નિદા નિદ્રાઉની જેમ, સદા મદ પીનારની જેમ, સદા બાળકની જેમ, સદા મૂઈિતની જેમ અને સદા અપસ્મારીની જેમ અમોએ અરણ્યમાં ઉગેલા પુષ્પની માફક આ મનુષ્યજન્મ પ્રમાદમાંજ નિષ્ફળ ગુમાવી નાંખે છે.” ચારણમુનિ તેમને પ્રતિબોધ કરવાને બોલ્યા-“હે મહાનુભાવ! ખેદ કરે નહીં. અદ્યાપિ