________________
પવ ૫ મું તારૂં છલ ચાલે છે; તે વીર તારી વિદ્યાને નિષ્ફળ કરીને અહીં આવેલ છે અને હવે બલથી સુતારાને લઈ જશે, તે હે બુદ્ધિમાનું ! તું પિતાની મેળેજ જઈને પ્રથમથી સુતા રાને અર્પણ કર. જે પ્રણિપાત પૂર્વક સુતારાને સ્વયમેવ અર્પણ કરીશ તે તારા જીવિતનું કુશલ થશે, અન્યથા તો મૃત્યુ તૈયારજ છે.” દ્વતનાં આવાં વચન સાંભળી અશનિઘોષ મેઘના ગજરવ જેવી ઘોર ગિરાથી બે.-“અરે ! દૂત ! તું ઉદ્ધત અને નિર્લજ છે, આ દૂત કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યો નથી. જે શ્રીવિજય અહીં આવ્યું છે, તે તે બિચારા તપસ્વીથી શું થવાનું છે ? કદિ પક્ષીઓ મેરૂ પર્વત ઉપર જાય, તેથી શું તેમનામાં પરાક્રમ છે એમ સમજવું ? મારા એક લેશ માત્ર પરાક્રમથી તે નષ્ટ શક્તિવાળો થઈને પાછો ચાલ્યા જશે. કેમકે રેતીનું દેવાલય નદીના વેગને સહન કરી શકતું નથી. તેથી જે માર્ગે આવ્યા તે માગે તે પિતાને ઘેર ભલે ચાલે જાય; પણ જે સુતારાને માગશે તો તે યમરાજાને ઘેર જશે. આ બે વાતને વિચારી તે જાય કે રહે, ગમે તે કરે. તું પણ અહીંથી તત્કાળ જા અને આ પ્રમાણે મારી વાણી તેને કહે.”
આ પ્રમાણે અશનિઘોષનાં કહેલાં વચન સાંભળીને તે દૂતે નગરમાંથી નીકળી શ્રીવિજય પાસે આવી તે ઠગારાનો સંદેશે તેમને કહ્યો. કોપાનલમાં પવન જેવો તે સંદેશે સાંભળી રાજા શ્રીવિજયે પિતાની સજજ રાખેલી સેનાને પણ ફરીને સજજ કરી. શ્રીવિજયની સેનાને યુદ્ધમાં ઉત્કંઠિત જોઈને અશનિઘોષે યુદ્ધનું આતિથ્ય કરવાને પિતાના પુત્રોને આજ્ઞા આપી. તત્કાલ અશ્વઘોષ, શતઘોષ, સહસઘોષ, મહાઘોષ, ભીમઘોષ, ધનઘોષ અને મેઘઘોષ વિગેરે સર્વ પુત્રો સર્વ સામગ્રી લઈ યુદ્ધ કરવા માટે અમરચંચો નગરીના દ્વારમાંથી બહાર નીકળ્યા. તે વખતે બંને સૌખ્યમાં મોટા ધ્વનિથી શરદઋતુના મેઘ જેવાં રણવાજિંત્રો વાગવા માંડયાં. પછી જેમાં બાણથી છેદાઈને ઉછળતાં છત્રોથી આકાશ સે ચંદ્રવાળું દેખાતું હતું, કપાઇ પડતા મસ્તકથી જાણે ઘણું રાહુવાળું હોય તેમ જણાતું હતું, પડતા અને ચળકતા શલ્યોથી જાણે ઉલ્કાપાત થતા હોય તેવું દેખાતું હતું, મેટા મદગધી ગજે કોના પરસ્પર અફળાવાથી જાણે પર્વતો અફળાતા હોય અને રૂધિરના કાદવથી જાણે ભૂમિપર સંધ્યાનાં વાદળાં વિશ્રાંત થયાં હોય તેવું જણાતું હતું. તેમાં મદ્યની જેમ રૂધિરના પાનથી ભૂત વેતાલ ઉન્મત્ત થઈને નાચતા હતા. મોટા સુભટો હુંકાર કરીને જાણે મંત્રાસ ભણતા હોય તેમ લાગતા હતા, બાણોથી હણાતા હસ્તીઓના કુંભસ્થલમાંથી નીકળતા મુક્તાફલવડે અકિાશ બધું તારાવાળું દેખાતું હતું, અને સૌન્યના ઉડેલા રણુથી જાણે સર્વત્ર પ્રદોષકાલ ઉત્પન્ન થયા હોય તેમ દેખાતું હતુંએવું બંને સૈન્યમાં મેટું યુદ્ધ પ્રવર્યું. ઘોર ગદાના પ્રહારથી અતિ મૂછ પામેલા દ્ધાઓને કોઈ તેમના બંધુઓ પિતાના વસ્ત્રના છેડાથી પંખો કરી પવન નાખતા હતા. કેઈ તૃષાતુર થયેલા વીરોને જલના ઘડા લઈને ફરતી પ્રિયાએ વારંવાર જળપાન કરાવતી હતી. પિતાની પ્રિયાએ જોતાં છતાં દેવાંગનાએ આવીને “આ મારો પતિ, આ મારો પતિ એમ કહેતી કહેતી ઉત્કંઠાએ કઈ વીરોને વરતી હતી. કોઈ શત્રુનો મુગટ લઈને નાચતો હતો અને તેની સ્પર્ધા કરતું હોય તેમ તેના શત્રુનું ધડ પણ તેને જોઈ નાચતું હતું. જેમ વાનર એક વૃક્ષ પરથી બીજે વૃક્ષે જાય, તેમ કોઈ પોતાના ભમી ગયેલા રથમાંથી ઠેકડો મારીને બીજા રથમાં જ હતું. કોઈ વીર ચિરકાલ યુદ્ધ કરતાં અસ્ત્ર ખુટી જવાથી પિતાના મસ્તક પરથી શીરસ્ત્રાણ લઈ તે વડે પ્રહાર કરી શત્રુને મારી નાખતો હતે. કેટલાક દ્ધાઓ બધાં અસ્ત્રો ક્ષીણ થઈ જવાથી દાંત વડે જેમ હાથીઓ યુદ્ધ કરે તેમ ભુજાદંડથી યુદ્ધ કરતા હતા.