SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ।। શ્રીમતે નમઃ ।। श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र શ્રી શાંતિનાથ ચરિત્ર. પ ૫ મુ. સન્ હો. १ સર્વ જગા પાપની શાંતિ કરનાર એવા સેાળમા તીર્થંકર અને પાંચમા ચક્રવત્ત શ્રી શાંતિનાથ ભગવંતને નમસ્કાર થા. માહરૂપી અંધકારના નાશ કરવામાં સૂર્યરૂપ એવું તે ભગવંતનું અતિ પવિત્ર ચરિત્ર હું કહીશ. ચંદ્રની પેઠે મ`ડલાકારધારી આ જમૃદ્વીપના સાતમા અશ ૧ આ ભરતક્ષેત્ર છે. તેના દક્ષિણા માં મધ્યખંડના આભૂષણરૂપ દેવનગર જેવુ. રત્નપુર નામે નગર છે. તે નગરમાં કમળના જેવા લાચનવાળા શ્રીષેણ નામે એક રાજા હતા, જે લક્ષ્મીદેવીને વિકસ્વર કમળની જેમ નિવાસરૂપ હતા. તે રાજા જયેષ્ઠ ખંધુની જેમ હમેશાં ધર્મ ને બહુમાન આપતા અને લઘુ અંધુની જેમ અર્થ અને કામને નિર્માધપણે પાળતા હતા. ધર્મ ક માં તત્પર એવે તે રાજા નિરંતર અથી લાકોની પ્રાના પૂર્ણ કરતા હતા; પણ કામાતુર સ્ત્રીઓની પ્રાર્થના પૂરતા નહાતા. તેવા તે રાજાનુ` રૂપ સર્વ ઉપમાઓથી એવું વિલક્ષણ હતું કે જે ચિત્રકારોના ચિત્રવિષયમાં આવી શકતું નહીં તે પાતાનુ દંડપ્રધાન સામ્રાજ્ય પાળતા હતા; છતાં સ વાંછિત પૂરનાર દેવતાની જેમ દયાને આરાધતા હતા. વાણીથી હૃદયને આનંદ આપનારી અને નેત્રરૂપ કુમુદને ચંદ્રિકા જેવી અભિનંદિતા નામે તેને શુદ્ધ શીલવાળી એક રાણી હતી. તે કિંદ મન વડે પણ પેાતાના શીળનું ખંડન કરતી નહીં, તેથી પેાતાના આત્માને શેશભાવતી હતી, પરંતુ ખાહ્યમ`ડન તે તેના મનને નિ:સાર લાગતાં હતાં. પાતાના શરીર ઉપર આરાપણ કરેલાં આભૂષણાને તેણે દીપાવ્યાં હતાં, તેથી સ્વાભાવિક સુંદર એ ખાલાને તે આભૂષણા માત્ર ભારરૂપ લાગતાં હતાં. તર`ગની જેવા લાવણ્યમય પવિત્ર અવયવાથી સુંદર તેના સ્વરૂપની નકલ માત્ર દર્પણમાં જણાતી હતી, બીજી કોઈ ઉપમામાં જણાતી નહીં. એ ગુણુભૂષિત રમણી પોતે એક છતાં અનેકરૂપા હોય તેમ માતૃકુલ, પિતૃકુલ અને શ્વસુરકુલ એ ત્રણે કુલને શેાભાવતી હતી. તે શ્રીષેણ રાજાને મેઘમાળાની જેમ હૃદયરૂપ મયૂરને આનંદ આપનારી શિખિન'દ્વિતા નામે ૧. ભૂમિના પ્રમાણમાં સાતમે! અંશ નહીં પણ્ સાત ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર હોવાથી સાતમે અંશ સમજવા. २४
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy