________________
૧૭૪
સગ ૭ મે
થત, કર્ણિકારને તિરસ્કાર કરતે, ગુલાબમાં લાલચોળ થતો, સિંક્રવારથી દૂર રહે, ચંબેલીથી કંપાયમાન થ, દુર્જનની જેમ મલયાનિલથી વિમુખ રહે, કકિલાના પંચમ સ્વરના ઉરચારમાં કાન ફેડે છે એમ માનતા અને ચંદ્રનાં કિરણોથી પણ તાપને શાંત નહીં કરતે મહેંદ્રસિંહ, દરિદ્રીને પુત્રની જેમ એકાકીપણે મહા દુઃખમાં વસંતસમયને નિર્ગમન કરતો હતો. જાણે અગ્નિના ટારવા પાથરેલા હોય તેમ ચરણકમળને બાળતી એવી સૂર્યકિરણોથી તપેલી રજ વડે પગે શું જાતા, તરતમાંજ બુઝાઈ ગયેલા દાવાનળની ભમવડે દુરસંચર એવા માર્ગમાં જાણે અનિસ્તંભને રચતો હોય તેમ ચરણના તાપને નહીં જાણતા, અગિજની જવાલા હોય તેવા ઉષ્ણ વાયુથી શરીરને લાગતા તાપને ગિરિમાં ફરનારા હાથીની જેમ નહીં ગણકારતા અને રેગી. જેમ કવાથ પીએ તેમ સરિતાના કાદવવાળા અને ઉષ્ણ પાણીનું પાન કરતા તે મહેદ્રસિંહે એકાકીપણે ભમી ભમીને ગ્રીષ્મ હતુને નિર્ગમન કરી, જેના મુખમાં વિત્ છે એવા રાક્ષસની જેમ વિશ્વને વિક્ષેભ કરનારા મેઘથી હૃદયમાં ક્ષોભ નહીં પામતા, તીક્ષ્ય બાણની જેમ અખંડ ધારા વડે વીંધાઈ જતા પણ સન્નબ્દબદ્ધ થયેલા સુભટની જેમ જરા પણ નહીં મુંઝાતા, સ્થાને સ્થાને વેગથી વૃક્ષને ઉમૂલન કરનારી વનની દુસ્તર નદીઓને રાજહંસની પેઠે અનાયાસે ઉતરી જતા અને વરાહની જેમ કાદવવાળા માર્ગને લીલામાત્રમાં ઉલ્લંઘન કરતા એ મહેન્દ્રસિંહે મિત્રની શોધમાં વર્ષાઋતુ પણ ઉલ્લંઘન કરી. ત્યાર પછી મસ્તક પર ચિત્રાનક્ષત્રનો ઘેર તાપ અને પગમાં તપેલી રેતીને સહન કરવાથી અગ્નિના સરાવસંપુટની અંદર જાણે વસેલ હોય તેવો અનુભવ કરતા, સ્વચ્છ જલમાં, કમલેમાં અને હંસાદિક પક્ષીઓમાં અવિશ્રાંત હદયે “રે મિત્ર ! તું કયાં છે?' એવી રીતે પોકારતા, દિગંધી સપ્તવર્ણની વાસથી ક્રોધ પામી દેડતા હાથીઓની વચમાં વનાંતરે આવેલા હાથીની જેમ ચાલતા અને મિત્રની પેઠે કમલના સુધી પવને પ્રેરેલા તે મહેંદ્રસિંહે શરદઋતુના મેઘની જેમ ભમી ભમીને શરદઋતને ઉલ્લંધન કરી. ત્યાર પછી જાણે હિમાલયન બંધુ હોય તેવા ઉત્તર દિશાના પવનવડે સરોવર અને નદીઓના હિમરૂપ થયેલા જળમાં, દાવાનળથી પણ અદાહ્ય છતાં જલમાં દહન થતી એવી પદ્મ, કલ્હાર, કૈરવ અને ઉત્પલની પંક્તિઓમાં અને શીતથી પીડિત હોવાથી દાવાનલની પણ ઈચ્છા કરતા કિરાત લોકોમાં દઢ નિશ્ચયથી ફરતાં એવા તેણે હેમંતઋતુ પણ નિર્ગમન કરી. ત્યાર પછી વૃક્ષેના શીર્ણ થઈ પડી ગયેલા જાનુ સુધી જીર્ણ પત્રોમાં ગુપ્ત રીતે રહેલા સર્પ અને વીંછીઓની ઉપર નિઃશંકતાથી ચરણન્યાસ કરતા અને કર્ણના મર્મને વીંધતા હોય તેવા દુઃશ્રવ મર્મર શબ્દ વડે જાગ્રત થઈ ઊંચા કાન કરી રહેલા કેસરીસિંહના નાદથી પણ નહીં કંપતા એવા તેણે નવીન પલ્લવના
સ્વાદમાત્રથી ઉદરને ભરતા સતા શિશિર ઋતુને મિત્રની પીડા વડે અતિ ઠંડા થઈ જઈને નિર્ગમન કરી. એવી રીતે સનસ્કુમારની શોધને માટે અટવીમાં ફરતાં મહેન્દ્રસિંહને એક વર્ષ ચાલ્યું ગયું.
એક વખતે તે અટવીમાં કેટલેક દૂર જઈને નિમિત્તિઓની જેમ ઊંચું મુખ કરી દિશાઓને જેતે હતું તેવામાં જલકુકડી, ક્રૌંચ, હંસ અને સારસપક્ષીઓને હર્ષકેળાહલ તેના સાંભળવામાં આવે અને કમળની ખુશબેને વહન કરતા પવનથી તેને આશ્વાસન મળ્યું; તેથી તે અનુમાન વડે “અહીં નજીકમાં કઈ સરવર છે ” એ તેને નિશ્ચય થયો. તત્કાલ આનંદનાં અશ્રુ આવવાથી મિત્રને સમાગમ થશે, એ નિશ્ચય કરી રાજહિંસની પેઠે તે સરોવરની સન્મુખ ચાલ્યા. આગળ જતાં ગાંધાર રાગમાં ગવાતું ગાયન,