________________
પર્વ ૪ થું
૧૫૫ થશે, ત્યારે મારા પ્રાણ પિતાની મેળે ચાલ્યા જશે, તે હું તેમ ન થવા દેતાં અગાઉથીજ અગ્નિમાં પ્રવેશ કરીને તેને ત્યાગ કરૂં, જેથી મારા સત્વની હીનતા ન કહેવાય. માટે હે વત્સ! ક્ષત્રિય જાતિના કુલાચારને આચરણ કરતી એવી મને આ કાર્યમાં વાત્સલ્યપણુથી પણ તું અંતરાય કરીશ નહીં. હે પુત્ર ! મારી આશિષથી સુદર્શન બંધુની સાથે તું આનંદ પામીશ. હું હવે અગ્નિમાર્ગે પતિની આગળ જઈશ, માટે હું તને એક છેલ્લી પ્રાર્થના કરું છું કે આ વિધિમાં નિષેધ કરે તેવું તારે કાંઈ પણ હવે કહેવું નહીં.” આ પ્રમાણે કહી સ્વામીના મૃત્યુ ખબર સાંભળવાને કાયર એવા અમાદેવી પરલોકરૂપ નગરના દ્વારરૂપ અગ્નિમાં પ્રવેશ કરવાને ત્યાંથી ગયા.
ઉપરાઉપર પડતા દુઃખવડે જેનું અંગ શિથિલ થઈ ગયું છે એવ વાસુદેવ ત્યાંથી સરખી ભૂમિમાં પણ પગલે પગલે ખલન પામતા પિતાની પાસે આવ્યા. પોતાની માતાને સંભારતા અને પિતાને આતુર જેતા વાસુદેવ દુઃખને સહન ન કરી શકવાથી પોતાના આત્માને નપુંસક જે માની પૃથ્વી પર ઢળી પડયા. પુત્રની આવી સ્થિતિ જોઈને શિવરાજા દાહજરવથી પીડીત હતા તો પણ ધર્મ ધરીને બોલ્યા- “હે વત્સ ! આપણા કુળને અનુચિત એવી કાયરતા તમે કેમ ધરે છે ? હે વત્સ! આ પૃથ્વી તમારી ભુજાના આધારવાળી છે, તે દૌય છેડીને તેના પર પડતાં તમને લજજા કેમ આવતી નથી ? હે પુત્ર ! તું જયારે દીર્યને છેડી દઈશ ત્યારે તારૂં ‘પુરૂષસિંહ એવું નામ પાડનારા મારામાં અજ્ઞાનકરીપણું પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આશ્વાસન આપી પવિત્ર હૃદયવાળા શિવરાજા કાળધર્મ પામી ગયા. કાળને જીતવાને કણ સમર્થ છે? પિતાના મરણના ખબર સાંભળવાથી વાયુથી વૃક્ષની જેમ અને વાયુ રોગીની જેમ તેના શેકવડે વાસુદેવ ફરીને પૃથ્વી પર ઢળી પડયા. ડીકવારે જલકુંભવડે જળ છાંટતાં તેમણે સંજ્ઞા પ્રાપ્ત કરી. “હે તાત! હે તાત!” એમ આકંદ કરતા બેઠા થયા, અને બોલવા લાગ્યા-“હે પિતા! આ તમારું શરીર જે ઉષ્ણુ જણાતુ નથી, તે કયા ઔષધનો ગુણ છે? તમને કયા વૈદ્યની પ્રતીતિ થઈ છે? અથવા આજે કેમ સુખનિદ્રા કરી છે? તે પ્રસાદ કરીને મને કહે.” આ પ્રમાણે નેહમાં મોહિતપણાથી કહી કહીને વાસુદેવે વિલાપ કરવા માંડયા. પછી ગેત્રવૃદ્ધ પુરુષોના સમજાવવાથી ધીય ધરી વાસુદેવે અગર ચંદનના કાષ્ઠવડે પિતાના અંગને અગ્નિસંસ્કાર કર્યો. પછી જલાંજલિ આપવા વિગેરે ઉત્તરક્રિયા કરી સભા માં આવીને બલભદ્ર ઉપર પિતાના મૃત્યુને સૂચવનારે પત્ર લખી મોકલાવ્યો. તે લેખ વાંચી ગર્વિષ્ટ એવા સીમાડાના રાજાને સાધી બલભદ્ર દુ:ખી થઈને સત્વર ત્યાંથી ચાલી નીકળ્યા. પિતાને નગરે આવી બંને ભાઈઓ પરસ્પર કઠે વળગી છુટે કંઠે રૂદન કરતા સર્વ સભાને પણ રેવરાવવા લાગ્યા. પછી આપ્ત જનોએ બંધ કરવાથી તેઓ માંડમાંડ દૌર્ય પામ્યા, અને ધીમે ધીમે પિતાના સ્નેહને ભૂલવા લાગ્યા. તે પણ ઉભા રહેતાં, ચાલતાં બોલતાં, અને મૌન ધરતાં તેઓ પોતાની દૃષ્ટિની આ ચેય વસ્તુની પેઠે પિતાને જ જોતા હતા.
આ પ્રમાણે તેઓ પિતાના શેકથી આકુળવ્યાકુલ રહેતા હતા, તેવામાં ત્યાં નિશુંભ પ્રતિવાસુદેવનો દૂત આવ્યા. દ્વારપાળે પ્રથમ ખબર કરી અને આજ્ઞા મેળવીને પ્રવેશ કરાવ્યું. એટલે તે દૂતે નમસ્કાર કરી બલદેવ અને વાસુદેવને કહ્યું-“શિવરાજાને સ્વર્ગવાસ લોકોના મુખેથી સાંભળીને તમારા સ્વામી નિશુંભને ઘણે શક થયેલ છે. તેથી તમારા પિતાની ભક્તિ સંભારીને એ કૃતજ્ઞ શિરોમણિ મહારાજાએ આ પ્રમાણે સંદેશ કહેવાને મને તમારી પાસે મોકલ્યા છે કે-અદ્યાપિ તમે બંને બાલક છો, શત્રુના