________________
૧૫૨
સર્ગ ૫ મો શકઈ કે આ પ્રમાણે સ્તુતિ કરીને ઈશાનંદ્રની પાસેથી પ્રભુને લઈ સુવ્રતાદેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ધર્મ કરવાનો દેહદ થયે હતો, તેથી ભાનુ રાજાએ તેમનું ધર્મ એવું નામ પાડયું. દેવકુમારોની સાથે કીડા કરતા પ્રભુએ શિશુ અવસ્થા નિગમન કરી, અને પિસ્તાળીશ ધનુષ ઊંચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. પછી ચિરકાલથી ઈચછેલા માતાપિતાના કૌતુકને પૂર્ણ કરવા તેમજ ભોગ્ય કર્મને ભોગવવા પ્રભુએ પાણિગ્રહણ કર્યું. જન્મથી અઢી લાખ વર્ષ ગયા પછી પિતાના આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. પાંચ લાખ વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કરીને પછી અવસર પ્રાપ્ત થયેલો જાણીને પ્રભુએ દીક્ષા લેવા વિચાર કર્યો તે જ વખતે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તા” એમ લોકાંતિક દેવતાઓ એ આવીને વિજ્ઞપ્તિ કરી. એટલે પ્રભુએ દીક્ષારૂપ નાંદીના મુખરૂપ વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. વર્ષોતે દેવતાઓએ અભિષેક કરેલા પ્રભુ નાગદના નામની શિબિકામાં બેસીને વપ્રકાંચન નામે રમણીય ઉદ્યાનમાં પધાર્યા.
એ ઉદ્યાનમાં પ્રિયંગુલતાની મંજરીમાં ભ્રમરાઓ ગુંજારવ કરતા હતા. ઉદ્યાનપાલિ. કાઓ નાગકેશરનાં પુષ્પનાં આભૂષણો ગુંથવામાં વ્યગ્ર થયેલી હતી. રેહડાના પરાગથી નગરસ્ત્રીનાં મુખ વ્યાપી રહેતાં હતાં. જાણે કામદેવનાં આયુધગૃહ હોય તેવાં ડોલરનાં પુષ્પથી તે શોભતું હતું. ઉદ્યાનપાલના બાળકો લવલી (ચાળી) લતાનાં પુષ્પને કાપવામાં વ્યગ્ર થઈ રહ્યા હતા. મચકુંદના મકરંદબિન્દુવડે તેનું ભૂમિતળ આદ્ર થઈ રહ્યું હતું. કુલેલા મરૂચકનાં વૃક્ષોથી જાણે મરકત મણિથી પૃથ્વી બાંધી હોય તેવું દેખાતું હતું. આવી શિશિર ઋતુ સંબંધી લક્ષ્મીમય સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પછી માઘ માસની શુકલ ત્રયોદશીએ પુષ્ય નક્ષત્રમાં દિવસના પાછલે પહોરે એક હજાર રાજાઓની સાથે છેડૂ તપ કરીને પ્રભુએ દીક્ષા લીધી. બીજે દિવસે સમનસપુરમાં ધર્મસિંહ રાજાના સુંદર ગૃહમાં પ્રભુએ પરમાનથી પારણું કર્યું. ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા, અને ધર્મ સિંહ રાજાએ પ્રભુના પગલાની ભૂમિ પર રત્નમય પીઠ કરાવી. શરીરમાં પણ અપેક્ષા રહિત એવા જગત્પતિ પવનની જેમ અખલિતપણે ત્યાંથી પૃથ્વી પર વિહાર કરવાને પ્રવર્યાં.
જબૂદ્વીપના અપર (પશ્ચિમ) વિદેહક્ષેત્રને વિષે અશકાનગરીમાં પુરૂષવૃષભ નામે રાજા હતો. તે તત્ત્વજ્ઞાની અને સાત્વિક રાજાએ સંસારથી વિરક્ત થઈ પ્રજાપાલક મુનિની પાસે દીક્ષા લીધી. દુસ્તપ તપને તપતા એ રાજમુનિ આયુષ પૂર્ણ થયે કાલધર્મ પ્રાપ્ત થતાં મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવલોકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા.
તે દેવના આયુષ્યના સળ સાગરોપમ ગયા પછી પિતનપુર નામના નગરમાં વિકેટ નામે એક રાજા થયે. હાથી હાથીને જીતી લે તેમ કઈ રાજસિંહ નામના રાજાએ પોતાના પરાક્રમવડે તેને રણભૂમિમાં જીતી લીધું. તે પરાજયથી લજજા પામેલા વિકટરાજાએ પોતાના પુત્રને રાજ્ય આપી અતિભૂતિ નામના મુનિને ચરણે જઈ વ્રત ગ્રહણ કર્યું. પછી તીર તપસ્યા કરીને પ્રાંતે તેણે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના મહિમાથી હું ભવાંતરમાં રાજસિંહને ઉછેદ કરનાર થાઉં.” આ પ્રમાણે નિયાણું કરી કાળગે મૃત્યુ પામીને તે બીજા દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળે દેવતા થયે.
રાજા રાજસિંહ ચિરકાલ સંસારમાં ભમી આ ભરતક્ષેત્રમાં હરિપુર નામના નગરમાં નિશુંભ નામે રાજા થયે. પીસ્તાળીશ ધનુષ ઊંચી કાયાવાળા, દશલાખ વર્ષના આયુષ્ય