________________
૧૩૨
સર્ગ ૨ જો
દન કરે એવા બાણુસમૂહરૂપ વાદળને વિષુવી તેમાંથી બાણુરૂપ જળની વૃષ્ટિ કરતા તેએ જાણે જયલક્ષ્મીના વિવાહમ’ડપ રચતા હોય તેમ જણાવા લાગ્યા. જેમ વિષવડે વિષ અને અગ્નિવર્ડ અગ્નિના પરાભવ કરાય તેમ તેઓ પરસ્પર ખાણવૃષ્ટિવડેજ ખાણવૃષ્ટિનુ નિવારણ કરવા લાગ્યા. તે વખતે પ્રસરતા એવા હજારા ખાણરૂપ કિરણાથી જાણે ભયકર એ સૂ ઉગ્યા હોય તેવા તે દેખાવા લાગ્યા. ભાથુ અને ધનુષની વચમાં અલક્ષ્યપણે ગમનાગમન કરતા તેમના હાથ ફક્ત રત્નજડિત ઉમિકા ( વીટી ) ના તેજથીજ લક્ષમાં આવતા હતા. ક્ષણવાર ભાથામાં અને ક્ષણવાર ધનુષની પણચમાં આવી પડતા તે અતિ ચાલાક વીર પુરૂષોના હાથ જાણે એ રૂપને ધારણ કરતા હેાય તેમ શાભતા હતા. એ પ્રમાણે યુદ્ધ કરતાં ખાણુયુદ્ધવડે તે સ્વયંભૂને અજચ્ચ ધારી મેરકરાજાએ કલ્પાંત કાળના પવન જેમ પ તાના શિખરાની વૃષ્ટિ કરે તેમ ગદાદિક અસ્ત્રોની તેના ઉપર વૃષ્ટિ કરવા માંડી. વિષ સર્પની વિકરાળ દૃષ્ટિવાલાએથી જેમ વસ્તુ માત્ર ભસ્મ થઇ જાય તેમ સ્વયંભૂએ તેની સામે પ્રતિઅસ્રા નાખીને તે અસ્રો ભસ્મપ્રાય નિઃસાર કરી દીધાં. રણુસમુદ્રના પાર પામવાની ઈચ્છાવાળા મેરકે છેવટે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાલ શીકારીના હાથમાં જેમ પક્ષી આવે તેમ ચક્ર તેના હાથમાં આવીને ઉભું રહ્યું. તેને આવેલું દેખીને મેરકે ગથી સ્વયંભૂને કહ્યું- અરે ભદ્ર ! આટલી વાર ક્રીડા માત્ર યુદ્ધ કરીને મે તને સુભટ બનાવ્યેા છે, પણ હવે ચાલ્યા જા, નહી તે આ ચક્ર તારૂં મસ્તક છેદશે. વળી તસ્કરને ને કાગડાને નાસવામાં શી લજ્જા આવે તેમ છે ?'' સ્વયંભૂએ કહ્યુ “અરે મૂઢ ! જો આવું તારૂ’ ક્રીડાયુદ્ધ હોય તે કાયુદ્ધ કેવુ' હશે તે જેવાનેજ હું આવ્યા છું, માટે તે બતાવ. શત્રુઆની લક્ષ્મીને ખુંચવી લેનાર વીર પુરૂષો જે તસ્કર કહેવાતા હાય તેા પ્રથમ તુ ંજ તસ્કર છે, કારણકે તને આ રાજ્યલક્ષ્મી કાણે આપી છે ? કદાપિ તારે આ ચક્ર મૂકી દઇને પણ અદ્યાપિ નાસી જવુ. હાય તા નાસી જા, કેમકે તારી જેવા તસ્કરને અને કાગડાને નાસી જવામાં કાંઈ લજ્જા નથી. અથવા એમ નહી તો આ ચક્રને સત્વર મારી ઉપર છેડી દે; એનું પણ ખળ જોતા જા, અન્યથા મરણ પામ્યા પછી તને પશ્ચાત્તાપ થશે.” સ્વયંભૂનાં આવાં વચન સાંભળીને કાપ પામેલા મેરકે જાણે બીજો મ‘ગલગ્રહ હોય તેવું અને જ્વાલાના સમૂહથી વિકરાળ એવું ચક્ર આકાશમાં ભમાડીને તેના ઉપર મૂકયુ. જેમ કાંસાના તાળ સાથે કાંસાનેા તાળ મળે તેમ તે ચક્ર આવીને વાસુદેવની છાતીમાં દૃઢ રીતે અથડાયુ, તેથી ચક્રના અગ્રભાગના આઘાતવડે ચપલ નેત્રવાળા થયેલા સ્વયંભૂ કુમાર મર્દિરામત્ત પુરૂષની જેમ રથમાં મૂર્છા ખાઇને પડયા. ‘ વત્સ ! સાવધ થાઓ, સાવધ થાઓ’ એમ બોલતા અપ્રિય ખલભદ્રે નેત્રમાં અશ્રુ લાવી તેમને પોતાના ઉત્સ`ગમાં લીધા. પાતાના પ્રિય અંધુના અશ્રુજલવડે સિ'ચન થયેલા સ્વયં ભૂ વાસુદેવ તરતજ સ ́જ્ઞા મેળવી
.
-"
ઉભા રહે, ઉભા રહે’ એમ શત્રુ પ્રત્યે ખેલતા બેઠા થયા. પ્રફુલ્લિત થયેલા નેત્રવડે પોતાના સુભટાથી જોવાતા સ્વયંભૂ કુમારે, જાણે શત્રુઓનુ કાળચક્ર હોય તેવું તે ચક્ર હાથમાં લઈ મેરકને કહ્યું અરે મેરક ! સ અસ્ત્રોના સર્વસ્વ રૂપ આ ચક્ર અને આ તારૂ′ જીવિત સર્પના માથાના મણની જેમ હવે ગયેલું જોતાં છતાં પણ હજી તુ' કાને આધારે ઉભા રહ્યો છે ? માટે અહી'થી સત્વર ચાલ્યા જા, રણભૂમિમાંથી નાસી જતાં શત્રુઓને આ સ્વયંભૂ હણુશે નહીં.” મેરકે કહ્યું–“તું પણ એ ચક્રને છેાડી તેનું ખલ જોઈ લે, કેમકે જે સ્રી પેાતાના સાચા પતિની થઈ નહી તે સ્ત્રી ઉપપતિ (જાર) ની શી રીતે થશે ?”
આ પ્રમાણે મેરકે કહ્યું, એટલે વાસુદેવે તે ચક્ર આકાશમાં ભમાડીને તેની ઉપર મૂકયું; તેણે તત્કાલ મેરકના મસ્તકને લીલામાત્રમાં છેદી નાખ્યું. તે વખતે સ્વયંભૂના ઉપર આકા