________________
પર્વ ૪ શું
૧૧૯
ની આજ્ઞા સાંભળી મંત્રીએ કહ્યું–“ મહારાજા ! આ બાબતમાં સારી રીતે ધ્યાન આપે; આજસુધી બ્રહ્મરાજા તમારા એક પત્તિરૂપ સામત તરીકે વર્ચ્યા છે, તેા કાંઇપણ મિષ વગર તેની ઉપર ચડાઇ કરવી એ યોગ્ય નથી. કારણકે તેમ કરવાથી બીજા અમાત્યને શકા ઉત્પન્ન થશે; જ્યારે શંકા થઈ ત્યારે તેવા શંકાવાળાને વિશ્વાસ કરવા યોગ્ય નહીં, વિશ્વાસ વગર તેના વિચાર કે હુકમ શા કામના ? અને જ્યારે વિચાર કે હુકમ બ્ય થાય તેા પછી સ્વામીપણું શા કામનું ? તેથી કાંઇપણ મિષ કરી તેની ઉપર અપરાધના આરોપ કરો; પેાતાના એ કુમારના બલથી ગવ પામેલા તે રાજા ઉપર અપરાધ લાવવે સહેલા છે, તેથી એક સ`દેશે! લઇ જનાર સેવકને માકલી તેની પાસે પ્રાણથી પણ વહાલા એવા ઘેાડા, હાથી અને રત્નાની માગણી કરે. જો તમને તે ન આપે તેા પછી એજ અપરાધ મૂકીને તેને મારી નાખવા, કેમકે અપરાધીનેા નિગ્રહ કરનારની ઉપર લેાકાપવાદ આવતા નથી. જો કિદે આપણી માગણી પ્રમાણે તે આપે તે પછી વળી કાંઈ ખીન્નુ છળ શેાધવું. જ્યારે છળ ગેાતવા માંડે ત્યારે સ જન અપરાધી થાય છે.”
આ પ્રમાણે મંત્રીના વિચાર સાંભળી તારક રાજાએ તેને શાખાશી આપી; અને પછી એક સેવકને એકાંતમાં સમજાવીને બ્રહ્મરાજાની પાસે માકલ્યા; તત્કાળ તે દૂત દ્વારકાનગરીમાં વિજય અને દ્વિધૃષ્ટ કુમારની સાથે સભામાં બેઠેલા બ્રહ્મરાજાની પાસે જઈ પહોંચ્યો. રાજાએ ઘણા માનથી તેને પાસે બેસાડી, ચિરકાલ સુધી પ્રેમસહિત ખેલાવી પછી આવવાનુ કારણ પૂછ્યું. દૂતે કહ્યું-“ હું દ્વારકાપતિ ! શત્રુઓના બાહુગને હરનાર આપણા સ્વામી તારકરાજા તમને આજ્ઞા કરે છે કે તમારા રાજ્યમાં જે કેાઇ ઉત્તમ હાથી, ઘેાડા અને રત્ના હોય તે અમારે માટે તરત મેકલાવા; કારણકે આ દક્ષિણ ભરતા માં જે કાંઈ ઉત્તમ વસ્તુ હોય તે ભરતાદ્ધના અધિપતિ એવા મારેજ ભાગ્ય છે, બીજાને નહીં.” આવાં નૂતનાં વચનથી કેશરીસિંહની જેમ કાપ પામેલા દ્વિધૃષ્ટ કુમાર જાણે નેત્રથી તેને હણવાને ઈચ્છતા હેાય તેમ હાક મારી એલી ઉઠયો- અરે દૂત ? તારા સ્વામી તારકરાજા કાંઇ અમારા 'શને વિડલ નથી, તેમજ અમારા રક્ષક કે દાતા નથી, તેથી પેાતાનું રાજ્ય કરનારા એવા અમારા તે કેવી રીતે સ્વામી થઈ શકે ? જેવી રીતે ભુજાના પરાક્રમથી તે અમારી પાસેથી ઘેાડા વગેરે માગે છે, તેવી રીતે ભુજાના પરાક્રમથી અમે પણ તેની પાસેથી હાથી ઘેાડા વિગેરે માગીએ છીએ; તેથી હું દૂત ! તું ચાલ્યાજા અને તારા સ્વામીના મસ્તકની સાથે હાથી, ઘોડા વિગેરે લેવાને અમે હમણાજ ત્યાં આવીએ છીએ એમ જાણજે.” દ્વિપૃષ્ટ કુમારની આવી ઉત્કટ અને કટુ વાણી સાંભળીને મનમાં અત્યંત રાષ પામેલા તે દૂતે તરત જઈને તારક રાજાને તે સ નિવેદન કર્યું. મઢવાળા હાથીના ગ`ધથી ખીજા મદગધી હાથી ની જેમ દૂતની તે વાણી સાંભળીને ક્રોધ પામેલા તારક રાજાએ રણભેરી વગડાવી, ભેરીના નાદ સાંભળીને તત્કાલ સૈન્ય, સેનાપતિએ, સામંતા, મ`ત્રીએ, મુગટધારી રાજા, મહારથી સુભટો અને જેમના ભુજદંડ ઉપર વીર્યની ખુજલી આવે છે એવા તથા લાંબે કાળ થયાં યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા અને જાણે યમરાજના ખંધુ હોય તેવા વીર પુરૂષષ રાજાની પાસે આવીને એકઠા થયા. તે વખતે પૃથ્વીકંપ, વિદ્યુત્પાત અને કાગડાઓના કલકલાટ વિગેરેથી અશુભ પરિણામ સૂચવાતું હતું તેપણ તારક રાજાએ પ્રયાણ કર્યું'. ક્રાધથી ધમધમી રહેલા પ્રતિવાસુદેવે અવિચ્છિન્ન પ્રયાણાથી તે દી માને પણ
અર્ધો ભાગ ઉલ્લ્લંઘન કરી દીધા.
આ તરફ બ્રહ્મરાજા, વિજયકુમાર અને સૈન્યને સાથે લઈ યુદ્ધ કરવામાં ઉત્ક’ઠાવાળા દ્વિધૃકુમાર કેશરીસિંહની જેમ તેની અગાઉથી જ સામા આવ્યા. અગના ઉચ્છ્વાસથી