________________
પર્વ ૪ થું
૧૧૭ તે જેને વેગ રોકી શકાય નહીં એવા પર્વત રાજાએ બલવાન પવન જેમ વૃક્ષોને ભાંગી નાખે તેમ વિધ્યશકિતના સૈન્યને ભાંગી નાખ્યું. પોતાના સૈન્યને ભંગ થયેલો જોઈને ક્રોધ પામેલો મહાભુજ વિધ્યશકિત રાજા જાણે કાલરાત્રિનો અનુજ બંધુ હોય તેમ શત્રુઓનો સંહાર કરવાને તૈયાર થયો. તેને આવતો જોઈને મૃગલાઓ જેમ સિંહને અને સર્પો જેમ ગરૂડને સહન કરી ન શકે તેમ પર્વત રાજાના સૈનિકો તેને સહન કરી શક્યા નહી. પછી ધનુષ્ય અને પ્રચંડ ભુજાના બળથી ગવ પામેલા વિધ્યશકિત રાજાએ જેનું સૈન્ય પરાભવ પામેલું છે એવા પર્વત રાજાને પોતાની આગળ રણભૂમિમાં બોલાવ્યા. પછી નારાચ અને અદ્ધચંદ્ર બાણોથી પરસ્પર વધ કરવાની ઈચ્છા કરનાર તે બંને રાજાએ વચ્ચે મોટું યુદ્ધ થયું. રથ ઉપર રહેલા તે બંને રાજાઓએ એક બીજાના રથ, રથના ઘોડા અને સારથિનું મેઘની જેમ મંથન કરી નાખ્યું. પછી બીજા રથ ઉપર બેસીને કપાંત કાળમાં પર્વતની જેમ તેઓએ ફરીવાર યુદ્ધ કરવા માંડયું. થોડીવારમાં વિધ્યશક્તિએ પિતાની શકિતથી પર્વતરાજાને સસ્પેને જેમ વિષ રહિત કરે તેમ અસ્ત્ર અને વીર્ય વગરનો કરી દીધો. તેથી મોટા હાથીથી હાથીના બચ્ચાની જેમ વિધ્યશકિત રાજાએ પરાભવ કરે પર્વત રાજા પાછું જોયા વગરજ ત્યાંથી પલાયન કરી ગયે. વિધ્યશક્તિએ પર્વતના નગરમાં પ્રવેશ કરી ગુણમંજરી વેશ્યા અને બીજું હસ્તી વિગેરે સર્વસ્વ લઈ લીધું. કહ્યું છે કે જેનું પરાક્રમ તેની લક્ષ્મી છે. પછી પૂર્ણ થયેલા મેઘની જેમ રણસાગરમાંથી નિવૃત્ત થઈને કૃતાર્થ થયેલ વિધ્યશકિત રાજા પોતાના વિધ્યપુરમાં આવ્યા. ફાળથી ચુકેલા સિંહની જેમ અને ઠેકડો મારવાથી ચુકેલા વાનરની જેમ રણમાંથી ભગ્ન થયેલે પર્વત રાજા ત્યારથી ઘણા કષ્ટમાં રહેવા લાગ્યા. છેવટે એવા પરાભવથી લજજા પામીને તેણે સંભવાચાર્યની પાસે દીક્ષા લીધી. દુઃખે તપી શકાય એવા મહા તપ કરતાં તેણે એવું નિયાણું કર્યું કે * આગામી ભવમાં હું વિંધ્યશકિતને વધ કરનાર થાઉં” જેમ ફેતરાં લઈને તેના બદલામાં માણિજ્ય વેચે તેમ તેણે મોટા તપને આવું નિયાણું બાંધી વેચી દીધું. અંતે અનશન કરી મૃત્યુ પામીને તે પ્રાણત દેવલોકમાં દેવતા છે. રાજા વિધ્યશકિત પણ ચિરકાલ ભવમાં ભ્રમણ કરી પ્રાંતે એક ભવમાં જિનલિંગને ધારણ કરી મૃત્યુ પામીને દેવલેકમાં દેવતા થયા.
ત્યાંથી યુવીને વિધ્યશકિતને જીવ વિજયપુરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના ઉદરથી તા૨ક નામે પુત્રરૂપે ઉત્પન્ન થયે. તે સીતેર ધનુષ્યની કાયાવાળ, કાજલના જેવા શ્યામ વર્ણવાળે, બોંતેર લાખ વર્ષના આયુષ્યવાળે અને ઘણું જબલવાળો થયો. છેવટે તેણે ચક્ર મેળવી ભરતાદ્ધને સાધી લીધું. કારણ કે પ્રતિવાસુદેવો ભરતાદ્ધના સ્વામી થાય છે,
આ તરફ સૌરાષ્ટ્ર દેશનું મુખમંડન દ્વારકા નામે નગરી હતી. તેને સુંદર કિલ્લે પશ્ચિમ સમુદ્રના તરંગોથી નિરંતર દેવાતો હતો. તે નગરમાં સર્વ જગતના ઉલટાક્રમનું નિવારણ કરનાર અને મોટા પરાક્રમવાળો જાણે વાસુદેવની હરીફાઈ કરતે હોય તે બ્રહ્મ નામે રાજા હતે. લવણ સમુદ્રને જેમ ગંગા અને સિંધુ તેમ તેના અંતઃપુરમાં પ્રધાન એવી સુભદ્રા અને ઉમા નામે તેને બે રાણીઓ હતી. કામદેવ જેમ રતિ અને પ્રીતિ સાથે વિષયસુખ ભોગવે તેમ તે બંને સ્ત્રીઓની સાથે બ્રહ્મરાજા ચિરકાલ વિષયસુખ ભેગવતે હતે.
તેવામાં પવનવેગને જીવ અનુત્તર વિમાનથી વી મહાદેવી સુભદ્રાના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલા સુભદ્રા દેવીએ બલદેવના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્નો જોયાં.