SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૪ શું ૧૧૫ દિવસે વરૂણ નક્ષત્રમાં દિવસના અપરાલ્ડ્રન કાલે છસેા રાજાની સાથે દીક્ષા લીધી. ત્યાર પછી સુર, અસુર અને મનુષ્યેાના અધિપતિએ જગા ગુરૂ એવા પ્રભુને નમસ્કાર કરીને સાયંકાલે યાચકા તાતાને ઠેકાણે જાય તેમ પાતપાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રકટ કર્યા, અને સુનદૈ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી. ત્યાંથી પ્રભુ અનેક ગ્રામ, આકર અને નગર વિગેરે સ્થાનામાં પવનની જેમ અપ્રતિબદ્ધપણે વિહાર કરવાને પ્રવર્ત્યા. હવે પૃથ્વીપુર નગરમાં રાજાઓના શિરામણ પવનવેગ નામના રાજા રાજ્ય કરતા હતા. તેણે પૃથ્વી ઉપર ઘણા વર્ષા પ ત નિર્વિઘ્ને રાજ્ય કયુ". પ્રાંતે ચાગ્ય અવસરે તે રાજા શ્રવણસિહ નામના મુનિની પાસે વ્રત લઈ, દુષ્કર તપ તપી, મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં દેવતા થયા. આ જ બૂઢીપના દક્ષિણ ભરતા માં સર્વસ'પત્તિઓથી અવધ્ય એવુ' વિધ્યપુર નામે નગર છે. તેમાં વિધ્યાદ્રિના જેવા બલવાન, શત્રુરૂપી તુલને ઉડાડવાને મહાવાયુ જેવા અને સર્વ રાજાઓમાં કેસરીસિંહ સમાન વિધ્યશક્તિ નામે રાજા હતા. ક્રૂર ગ્રહેાની પેઠે તે રાજાના બે ભુજાદંડ જ્યારે પરસ્પર અથડાતા ત્યારે સર્વ રાજાએ ક્ષેાભ પામી જતા હતા. ભ્રકુટીના ભંગથી ભયંકર અને અત્યંત રાતી એવી દૃષ્ટિથી જાણે ગળી જતા હોય તેવા તે રાજાને શત્રુએ નાસતાં નાસતાંજ જોઈ શકતા હતા. પેાતાને જીવવાની ઇચ્છાથી શત્રુઓ પણ તેના આશ્રય લેતા, અમે ધન આપીને પણ પ્રાણ બચાવવા' એ નીતિથી તેને મોટા દડ આપતા હતા. એક વખતે શઈ દ્ર જેમ સુધર્મા સભામાં બેસે તેમ સર્વ સામત તથા અમાત્ય વિગેરે પરિવારથી પરવરે તે રાજા સભામાં બેઠા હતા તેવામાં છડીદારે પ્રવેશ કરાવેલા એક ચરપુરૂષ ત્યાં આવ્યેા. રાજાને નમસ્કાર કરી બેસીને તેણે ધીમે ધીમે વિજ્ઞપ્તિ કરવા માંડી−હે દેવ ! આપના જાણવામાંજ હશે કે આ દક્ષિણ ભરતાદ્ધમાં લક્ષ્મીના ભડાર તુલ્ય સાકેતપુર નામે એક માટુ' નગર છે. ત્યાં ઘણી સસૈન્યસમૃદ્ધિથી જાણે ભરત ચક્રવર્તીનેા સેનાપતિ હેાય તેવા પર્યંત નામે મોટી ભુજાવાળા રાજા છે. તેની પાસે પેાતાના સ્વરૂપથી ઉ`શી અને રંભાના પરાભવ કરનારી અને કામદેવના ધનરૂપ ગુણમંજરી નામે એક વેશ્યા રહે છે. એ સુંદરીના મુખને રચતાં અવશિષ્ટ રહેલાં પરમાણુઓથીજ વિધાતાએ પૂર્ણિમાના ચંદ્ર બનાવ્યેા હશે એમ લાગે છે. અમારાથી શું અધિક લાવણ્ય કોઈ ઠેકાણે તમાએ સાંભળ્યુ છે ? એમ પૂછવાને માટેજ જાણે તેનાં નેત્રા કાનસુધી આવ્યાં હોય ! એમ જણાય છે, અર્થાત્ તેનાં નેત્ર કણ પંત લાંબાં છે. તેની છાતી ઉપર એવાં વિશાળ મનેાહર સ્તનેા રહેલાં છે કે જેમની ઉપમા એ પોતેજ છે, બીજું કાંઇ ઉપમા આપવા ચેાન્ય નથી. તેના મધ્યભાગ એવા કૃશ છે કે જાણે તેણે નિત્ય સહવાસથી ઉત્પન્ન થયેલા સ્નેહથી સ્તનરૂપી કુંભને પેાતાની વિશાળતા આપી દીધી હોય તેમ જણાય છે. તેના હાથપગ કમલના જેવા કોમલ છે, અને તેમાં રહેલી રાગની સ`પત્તિથી તે ક કેલિ વૃક્ષના પલ્લવાને અનુસરતા છે. એ સુંદર રમણી ગાયનમાં કેાકિલા જેવી છે, નૃત્યમાં ઉર્વશી તુલ્ય છે, અને મધુર વીણા વગાડવામાં તુ બુરૂ ગંધની જાણે સહેાદરા હાય તેવી છે. હું મહારાજા ! નારીઓમાં રત્નરૂપ એ વારાંગના આપ મહારાજાની પાસેજ ઘટે છે, માટે સુવર્ણ અને મણિની જેવા તમા અનેનેા ઉચિત યાગ થાઓ. જેવુ લવણુ વગરનું ભેજન, જેવું નેત્ર વગરનું મુખ અને જેવી ચદ્ર વગરની રાત્રિ તેવી રીતે એ સુંદર વેશ્યા વગર તમારું
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy