________________
૧૦૮
સર્ગ ૧ તે અદ્યાપિ પયત કેમ વિદાય કર્યા નહીં, શય્યાપાલે કહ્યું-“હે પ્રભુ! તેઓના ગાયનથી મારું હૃદય આક્ષિપ્ત થઈ ગયું, જેથી હું આ ગાયકોને વિદાય કરી ન શકે, અને આપના શાસનનું પણ વિસ્મરણ થઈ ગયું.” આ પ્રમાણે સાંભળીને તરતજ વાસુદેવને કેપ ઉત્પન્ન થયે, પણ તે વખતે તે તેને ગેપવી રાખે. પછી પ્રાત:કાલે પૂર્વ દિશામાં સૂર્યની જેમ સભામાં સિંહાસન પર આરૂઢ થયા. તે વખતે રાત્રિનું વૃત્તાંત સંભારી, તે શવ્યાપાલને બોલાવી વાસુદેવે સેવપુરુષોને આજ્ઞા કરી કે “આ ગાયનની પ્રીતિવાળા પુરુષના કાનમાં તપેલું તરવું અને તાંબુ રેડે, કારણકે એ કાનનેજ દે છે. તેઓએ શધ્યાપાલને એકાંતમાં લઈ જઈને તે પ્રમાણે કયું, કારણકે ઉગ્ર શાસનવાળા રાજાઓની આજ્ઞા દુર્લક્ય હોય છે. એની વેદનાથી શવ્યાપાલ તરતજ મરણ પામ્યા, અને વાસુદેવે મહા માઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બાંધ્યું.
નિત્ય વિષયમાં આસક્ત, રાજ્યમૂચ્છમાં પરાયણ, ભુજબલના ગર્વથી જગતને તૃણ સમાન ગણનાર, પ્રાણાતિપાત (જીવહિંસા)માં નિ:શંક, મહારંભ પરિગ્રહવાળા અને ક્રૂર અધ્યવસાયથી સમકિતરૂપ આભૂષણને નાશ પમાડનાર એવો ત્રિપૃષ્ટ વાસુદેવ નારકીનું આયુષ્ય બાંધી, રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકભૂમિમાં ગયો. ત્યાં પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં રહી પાંચસે ધનુષ ઉન્નત શરીરવાળા તેણે તેત્રીશ સાગરોપમ સુધી મહાકિલષ્ટ કર્મોનું ફળ અવલોકન કર્યું. ત્રિપૃષ્ટ વાસુદેવને કુમારવયમાં પચીશ સહસ, માંડલિકપણામાં પચીશ સહસ, દિગ્વિજયમાં એક સહસ્ત્ર, અને રાજય પાળવામાં ત્રાશીલાખ ને ઓગણપચાસ હજાર વર્ષ–એમ સર્વ મળી ચોરાશીલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું.
પિતાના અનુજ બંધુના પંચત્વથી ઉત્પન્ન થયેલા શેકવડે રાહુથી સૂર્યની જેમ અચલ બલદેવ પરાભવ પામ્યા. પિતે વિવેકી હતા તે છતાં પણ બ્રાતૃસ્નેહના વશથી જાણે અવિવેકી હોય તેમ ઊંચે કરૂણ સ્વરે રૂદન કરવા ધાગ્યા. તે વિલાપ કરતાં બોલ્યા કે “ હે બંધુ ! તમે બેઠા થાઓ, આવા શયનકર્મ માં આવે આગ્રહ કેમ રાખે છે ? પુરુષસિંહ એવા તમને હાલ આવું અપૂર્વ આલસ્ય ક્યાંથી પ્રાપ્ત થયું ? હે ભાઈ આપણા દ્વાર આગળ સર્વ રાજાઓ તમારા ચરણના દર્શન કરવાને ઉત્સુક થઈ ઉભા છે, તે દીન રાજાએની ઉપર તમારે પ્રસાદ કરે યુક્ત છે. હે બાંધવ ! કીડા અર્થ તમારે આવું મૌન રાખવું ઘટતુ નથી. કારણકે તમારી વાણીરૂપ અમૃત વિના મારું હૃદય ભંગ થઈ જાય છે, હે પ્રિયભાઈ ! મેટા ઉત્સાહવાળા અને વડિલની ભક્તિવાળા એવા તમને આવી રીતે નિદ્રા અને મારી અવજ્ઞા કરવી સર્વથા સંભવતી નથી. અરે ! હું ઉગ્ર વિધિથી હત થઈ ગયો, મારી પર આ શું દુઃખ આવી પડયું !” આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં બલદેવ મૂછ પામીને પૃથ્વી ઉપર પડયા. ક્ષણવારે સંજ્ઞા મેળવી બેઠા થઈ ટળવળી “હા બ્રાત ! હા ભ્રાત !' એમ ઊંચે સ્વરે આનંદ કરવા લાગ્યા. અને વાસુદેવને પિતાના ઉલ્લંગમાં લીધા. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધર્યનું અવલંબન કરીને તેમણે અનુજ બંધુનું અંગસંસ્કારાદિ કૃત્ય કર્યું. ઉત્તરક્રિયા ક્યા પછી પણ પોતાના અનુજ બંધુને વારંવાર સંભારી સંભારીને શ્રાવણ માસના મેઘની પેઠે તેમણે ભેચનમાંથી અશ્રુપ્રવાહ પાડ્યા કર્યો. ત્યારપછી ઉદ્યાનમાં અરણ્યની પેઠે, ઘરમાં સમશાનની પેઠે, ક્રીડાસવ૨માં કે નદીમાં ઘરની ખાળાની પેઠે અને બંધુસમાજમાં શત્રુઓના સમાજની પેઠે બલભદ્રને અલ્પજલમાં મત્સ્યની જેમ જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. પછી અનુક્રમે