________________
૧૦૨
સર્ગ ૧ લે ફેરવીને જાણે સૂર્યમંડળ રચવતું હોય તેવી ભ્રાંતિને ક્ષણવાર આપતુ એ ચક સવ બળથી તેણે ત્રિપૃષ્ટ ઉપર છોડયું, ત્રિપૃષ્ણ વાસુદેવના પર્વતની શિલા જેવા વિશાળ વક્ષસ્થળની સાથે અથડાઈને એ ચક્ર જાણે સામી લપડાક લાગી હોય તેમ ધારાથી પતિત થઈને પાછું હઠી ગયું. એ ચક્રના અગ્રભાગના મજબુત આઘાતથી વાથી તાડન કર્યાની જેમ ત્રિપૃષ્ટ મૂછ ખાઈને નીચે પડ; અને આકાશમાં પ્રકાશ કરતું તે ચક તે ઠેકાણે જ સ્થિર રહ્યું. વાસુદેવની સર્વ સેનામાં તે વખતે હાહાકાર ઉત્પન્ન થયે શત્રુના પ્રહારથી પોતાના અનુજ બંધુને મૂર્થિત થયેલ જોઈને તેમના ઉપરની પ્રીતિને લધે બલભદ્ર પ્રહાર થયા વિના પણ મૂછિત થયા. બનેને મૂછિત જોઈ અશ્વગ્રીવે સિંહની જેમ સિંહનાદ કર્યો, અને તેના સૈનિકોએ વિજયને પ્રગટ કરતું હોય તે કિલકિલારવ કરી મૂકો.
થોડીવારે બલભદ્રને સંજ્ઞા આવી ત્યારે ઉન્નત હર્ષનાદ સાંભળીને “અત્યારે કવખતે આ હર્ષ કોને થયે છે? એમ પિતાના સૈનિકોને પૂછ્યું. તેઓએ કહ્યું-“હે દેવ ! ત્રિપૃષ્ટ કુમારને પડેલી વિપત્તિવડે હર્ષ પામેલા અશ્વગ્રીવના સૈનિકોને આ ઉર્જિત હર્ષ ધ્વનિ છે.” બલરામે કહ્યું-“અહા ! શું મારા અનુજ બંધુને વિપત્તિ હોય ? તે તો જ્યારે રણમાં શ્રાંત થાય છે ત્યારે ક્ષણવાર રથમાં સુવે છે. તે ઉપરથી પિતાના મનમાં મારા બંધને વિપત્તિ આવેલી ધારીને હર્ષ પામેલા આ અશ્વગ્રીવના સૈનિકોનો હર્ષ હું એક ક્ષણમાં હરી લઉં છું. અરે દુષ્ટ અશ્વગ્રીવ ! ઉભું રહે, આજે રથ અને પરિવાર સહિત તને સહિત તને મસલાની જેમ હું ગદાથી ચૂર્ણ કરી નાખું છું.” એમ કહી રથાવત્ત પર્વતના શિખર જેવી ગદા ઉપાડી. એવામાં અચલ બલભદ્ર દેડે છે, તેવામાં ત્રિપૃષ્ટ કુમાર જાગી ઉઠયા, અને “અરે આર્ય! હું છતાં તમારે આ શો પ્રયાસ ? એમ કહી જાણે ઊંઘમાંથી ઉઠયા હોય તેમ ત્રિપૃષ્ઠ બેઠા થયા. ત્રિપૃષ્ણને ઉઠેલા જોઈ જાણે ગ્રામાંતરથી આવ્યા હોય તેમ બલભદ્દે બેહાથ પહોળા કરીને તેનું આલિંગન કર્યું. તરતજ પિતાના સ્વામીની જાગ્રતિને સૂચવનારો અને શત્રુઓના હૃદયમાં શલ્ય જે ત્રિપૃષ્ટનાં સૈનિકોએ હર્ષનાદ કર્યો. પ્રહારથી કરેલા પોતાના પાપનું જાણે પ્રાયશ્ચિત્ત કરવાને ઇચ્છતું હોય તેવું અશ્વગ્રીવે નાખેલું ચક્ર ત્રિપૃષ્ટ સમીપ રહેલું જોયું. જાણે સુર્યનું ભાગીદાર હોય તેવું તેજથી ભયંકર તે ચક હાથમાં લઈને વાસુદેવે અશ્વગ્રીવને કહ્યું-“મેટી ઉગ્રગર્જને કરીને તે મારા ઉપર આ ચક્ર નાખ્યું હતું, પણ પર્વત સાથે હસ્તીના પરાક્રમની જેમ તે આ ચક્રનું પરાક્રમ પણ જોઈ લીધું છે; તો હે દુર્મતિ ! હવે અહીંથી ચાલ્યો જા ! માર્જરની જેવા પાપવૃત્તિવાળા તને વૃદ્ધને કેણ હશે?” આવાં વચન સાંભળી દાંતથી અધરને વંશત અને કેપથી અંગને કંપાવતે અલ્પગ્રીવ ભ્રકુટી ચડાવીને બોલ્યા- “અરે શિશુ ! વૃક્ષના ખરી પડેલા ફલ વડે પંગુની જેમ આ એક લેઢાને ખંડ મળવાથી તુ કેમ ઉન્મત્ત થઈ જાય છે? એને મારી ઉપર છોડી દે, મારું બલ જે, એ ચક્રને આવતાં વેત જ હું મુષ્ટિથી ચૂર્ણ કરી નાખીશ.”
અશ્વગ્રીવનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને અંકુડ શક્તિવાળા ત્રિપૃષ્ણ વાસુદેવે કોપ કરી ચકને આકાશમાં ભમાંડીને અશ્વગ્રીવ ઉપર છોડયું. તે ચકે તરતજ કદલીના થડની જેમ અધગ્રીવનું મસ્તક છેદી નાખ્યું, કારણકે પ્રતિવાસુદેવ પિતાના ચક્રથી જ હણાય છે. તે વખતે ખેચરોએ હર્ષથી વાસુદેવની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને ઊંચે સ્વરે જયનાદ કર્યો. અશ્વગ્રીવના દીનતા ભરેલા સૈન્યમાં પ્રતિનાદથી ભૂમિ અને અંતરીક્ષને રુદન કરાવતે માટે રૂદનવનિ ઉત્પન્ન થયે. અધગ્રીવના સ્વજને તરત જ એકઠા થયા, અને