SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સગ ૧ લે સંવર્તક નામે હળ, સૌનંદ નામે મુશળ અને ચંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેનાં દિવ્ય શસ્ત્રો મળેલાં જઈને હર્ષ પામેલા સર્વે સુભટે જાણે યમરાજના પુત્ર હોય તેમ એકઠા થઈને પૂર્ણ પરાક્રમ બતાવતા અધિક યુદ્ધ કરવા લાગ્યા. પછી ત્રિપૃષ્ટ યુદ્ધરૂપી નાટકમાં નાદીરૂપ અને શબ્દથી દિશાઓના મુખને પૂરના પાંચજન્ય નામને શખરત્ન કુંક. સંવર્ત પુષ્કરાવત્ત નામના પ્રલય મેઘની ગર્જના જેવા તે શંખના નાદથી અશ્વગ્રીવના સર્વ સૈનિકે ક્ષોભ પામી ગયા; તે વખતે કેટલાએકના હાથમાંથી વૃક્ષનાં પત્રોની જેમ શસ્ત્રો પડી ગયાં, કેટલાએક જાણે અપરમાર વ્યાધિવાળા હોય તેમ પોતેજ પૃથ્વી ઉપર પડી ગયા, કઈ શિયાળની જેમ ભીરૂ થઈ નાસી ગયા, કેઈ સસલાની જેમ નેત્ર આડા હાથ દઈને સંતાઈ ગયા, કઈ ઘુવડ પક્ષીની જેમ ગુફામાં પેસી ગયા, અને કઈ જળની બહાર મૂકેલા શંખલાની જેમ ખળભળવા લાગ્યા. - સમુદ્રના શેષણની જેમ પૂર્વે કદિ નહીં થયેલ પિતાના સૈન્યને ભંગ સાંભળીને અશ્વગ્રીવે પિતાના સુભટને કહ્યું-“ અરે! વિદ્યાધરે ! વૃષભના નાદથી જેમ વનમાં મૃગલા નાસી જાય, તેમ ફક્ત શંખના નાદથી ત્રાસ પામીને તમે કેમ નાસી જાઓ છે? તમે એ ત્રિપૃષ્ટ અને અચલનું શું પરાક્રમ જોયું કે જેથી ચાડીયા રૂપે ઉભા કરેલા પુરૂષના દર્શનથી પશુઓ નાસી જાય તેમ તમે ત્રાસ પામી જાઓ છો? આજ સુધી વિવિધ યુદ્ધની અંદર મેળવેલ યશ તમે હારી જાઓ છો; કારણકે ધોયેલા વેત વસ્ત્ર ઉપર પડેલે લેશ માત્ર પણ કાજલને ડાઘ તે વસ્ત્રની શોભાને ઘટાડે છે. દેવગે તમારામાં જે આ ખલિતપણું આવી ગયું છે તેને નિવૃત્ત કરે. આકાશચારી એવા તમારી આગળ એ ભૂચર મનુષ્ય શા હિસાબમાં છે? તમે યુદ્ધ કરે, અથવા જે અશક્ત હો તે કેવળ સભ્ય થઈને ઉભા રહે હું અશ્વગ્રીવરાજા રણભૂમિમાં કોઈની સહાયની દરકાર કરતા નથી.” આ પ્રમાણે અશ્વગ્રીવે કહ્યું, એટલે લજ્જાથી નીચાં મુખ કરી સર્વ વિદ્યાધરે પર્વતથી ખલના પામેલા સમુદ્રની જેમ પાછા વળ્યા. પછી અશ્વગ્રીવ પણ રથમાં બેસી અવ્યગ્ર થઈ ક્રૂર ગ્રહની જેમ શત્રુઓને ગ્રાસ કરવાને આકાશમાર્ગે ચાલ્યા; અને જાણે નવીન અને મેઘ હોય તેમ બાણથી, શોથી અને બીજા અસ્ત્રોથી તેણે ત્રિપૃષ્ટિના સૈન્ય ઉપર વૃષ્ટિ કરવા માંડી. એ અસ્ત્રોની વૃષ્ટિથી ત્રિપૃષ્ટનું બધું સૈન્ય લાનિ પામવા લાગ્યું; કારણકે ભૂમિચર મનુષ્ય કદ ધીર હોય તો પણ આકાશચારીઓની સામે શું કરી શકે ? પછી બલરામ, ત્રિપૃષ્ટ અને જવલનજી રથમાં બેસી પિતાના વિદ્યાધર સુભટોની સાથે આકાશમાં ઉડયા; અને બંને પક્ષના વિદ્યાધરે આકાશમાં રહીને ગુરૂની પાસે જેમ પરીક્ષા આપે તેમ પરસ્પર પોતાની વિદ્યા શક્તિ બતાવતા અધિકાધિક યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે બંને સૈન્યના ભૂચર વીરે પણ વનમાં જેમ હાથી લડે તેમ પરસ્પર ઘણો ક્રોધ કરીને યુદ્ધ કરવા લાગ્યા. થોડીવારમાં શસ્ત્રોથી પરસ્પર પ્રહાર કરતા એવા વિદ્યાધરોના રૂધિરની પૂર્વે કદિ નહીં થયેલી અને જાણે ઉત્પાતકારી હોય તેવી વૃષ્ટિ થવા માંડી; પરસ્પર આઘાતના શબ્દથી ગગનને ગજાવતું દંડના નાદથી સંગીત જેવું જણાતું દંડાદંડી યુદ્ધ કેટલાએક વિદ્યારે કરવા લાગ્યા. ઉદંડ ભુજાથી પંચડ એવા કેઈ ડંકાઓથી ઢેલની જેમ ખડ્રગદંડવડે શત્રુઓને મારવા લાગ્યા; બીજાને યુદ્ધમાં જય નહી સહન કરનારા કોઈ પરસ્પર મળતી વખતે કાંસીના તાલની જેમ વિશાળ કુરક જાતિના શસ્ત્રોનું આરકેટન કરવા લાગ્યા; મેઘ જેમ વિજળીને છું કે તેમ કેઈ આકાશપર રસ્તાને પાડતા તડતડ શબ્દ કરતી
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy