SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે ત્યારે જવલન જટીએ કહ્યું-“આ અશ્વગ્રીવ રાજાની આજ્ઞાથી તેના સુભટે આવે છે તે તે ભલે આવે, તમે મારૂં યુદ્ધકૌતુક જુઓ ! મારી પહેલાં ત્રિપૃષ્ણકુમારને કે અચલકુમારને યુદ્ધ કરવાની જરૂર નથી.” આ પ્રમાણે ઉત્સુક થઈને જવલનટી પરિકર બાંધી યુદ્ધ કરવા તૈયાર થયે. અશ્વગ્રીવના તમામ સુભટે તેની ઉપર એક સાથે કેધથી પ્રહાર કરવા લાગ્યા; કારકે જ્યારે પોતાના પક્ષને માણસ પરપક્ષમાં જોવામાં આવે છે ત્યારે વિશેષ ક્રોધ ઉત્પન્ન થાય છે. અપવાદ રહિત એવા જવલન જટીએ ‘અપવાદથી જ ઉત્સર્ગની જેમ તેઓના શસ્ત્રોનો પિતાના શસ્ત્રોથી નાશ કર્યો અને પછી ઉત્પાતકાલનો મેઘ જેમ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ પમાડે તેમ પિતાના તીક્ષ્ણ બાણેની વૃષ્ટિથી તે સર્વ સુભટોને ઉપદ્રવિત કર્યા. સહજવારમાં વાદી જેમ સર્પોના ગર્વને હરી લે, તેમ તેઓના વિદ્યાબલ અને ભુજબલના ગર્વને જવલન જટીએ હરી લીધું. પછી તેઓને કહ્યું-“અરે વિદ્યાધરે ! ચાલ્યા જાઓ, અનાથ અને ગરીબ એવા તમને કોઈ મારશે નહીં. હવે તમારા હયગ્રીવને મધ્યમાં સ્વામી કરીને રથાવર્ત પર્વત ઉપર આવો, અમે પણ ત્યાં થોડા સમયમાં આવી પહોં ચશું.” આ પ્રમાણે અવજ્ઞાથી કહ્યું, એટલે તે હયગ્રીવના સુભટો ભય પામી પ્રાણ લઈને કાગડાની જેમ ત્યાંથી નાસી ગયા, અને જાણે મસીથી લીપાયેલા હોય તેમ ઘણી લજજાથી જેમના મુખ મલિન થયેલાં છે એવા તે સુભટેએ મયૂરગ્રીવના પુત્ર અશ્વગ્રીવ પાસે આવીને તે વૃત્તાંત કહ્યું. તેઓની વાણીથી આહૂતિવડે અગ્નિની જેમ નીલાંજનાનો પુત્ર અને અક્ષય ભુજપરાક્રમવાળે અશ્વગ્રીવ રાજા, કોપથી રાતા વિકરાળ નેત્ર કરી અને રાક્ષસની પિઠે ભયંકર રૂપ ધરી પિતાના સામંત, અમાત્ય અને સેનાપતિ વિગેરેને આ પ્રમાણે આજ્ઞા કરવા લાગે-“અરે વીરે ! સર્વ પ્રકારની તૈયારીથી તમે સત્વર આવે, અને ઉછળતા સમુદ્રની જેમ બધું સૈન્ય એક સાથે પ્રયાણ કરે તેમ કરે. કારણકે ધૂમાડે જેમ મસલાંને સંહાર કરે તેમ ત્રિપૃષ્ટ, અચલ અને જવલન જટી સહિત પ્રજાપતિ રાજાનો હું સંગ્રામમાં સંહાર કરીશ.” આ પ્રમાણે કેપ સહિત અને ઉગ્ર એ અશ્વગ્રીવ રાજા બેલી રહ્યો એટલે બુદ્ધિના ગુણગ્રામનું મંદિર એવા મુખ્ય પ્રધાને તેને આ પ્રમાણે કહ્યું-“આપ મહારાજાએ પૂર્વે લીલા માત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને જીતી લીધું છે અને તે આપની કીર્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલું છે. તેમજ સવ પરાક્રમીઓમાં આપ અગ્રેસર થયા છે, તે આ એક માત્ર સામંતરાજાનો વિજય કરવા માટે તમે પોતે તૈયાર થયા છે તે હવે તેથી તમે વિશેષ શી કીર્તિ અને શી લક્ષ્મી મેળવશે ? પરાક્રમી પુરૂષોને હીન પુરૂષના વિજયથી કાંઈપણ ઉત્કર્ષ થતું નથી. કારણકે “ હાથીને વિદારણ કરનાર કેસરીસિંહની એક હરિણુ મારવાથી શી પ્રશંસા થાય ! ” પણ કદિ જો હીન પુરૂષને દેવગે વિજય થાય તે પૂર્વે ઉપજેલે સર્વ યશરાશિ એકી સાથે ચાલ્યા જાય છે. કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી સિંહના વધથી અને ચંડસિંહના ઘર્ષણની પ્રતીતિથી નિમિત્તિયાની સત્ય વાણી તરફ જોતાં તે મોટું શંકાનું સ્થાન છે. માટે હે પ્રભુ ! આ વખતે છ ગુણોમાંથી આસનનો ગુણ ધારણ કર ઉચિત છે. મોટો હાથી પણ અજ્ઞાતપણે દોડવાથી કાદવમાં * જનસિદ્ધાંતમાં ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એમ બે પ્રકારના માર્ગો કહેલા છે. તેમાં ઉત્સર્ગ એ મુખ્ય વિધિમાર્ગ છે, અને એગ્ય અવસરે તેમાં ફેરફાર કરવાનો રસ્તો બતાવેલ છે તે અપવાદ માર્ગ કહેવાય છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy