________________
પર્વ ચેાથે.
સર્ગ-૭ ટા સન-શ્રી શ્રેયાંસનાથ, ત્રિપુષ્ટ, અચળ ને અધગ્રીવનું ચરિત્ર શ્રી શ્રેયાંસનાથજીને પૂર્વભવ-નલિનગુમ રાજાએ લીધેલ દીક્ષા–વીશસ્થાનક આરાધન–તીર્થકરનામકર્મને દેવલોકમાં ઉપજવું–સિંહપુર નગર, વિષ્ણરાજ રાજા અને વિષ્ણુદેવી રાણીનું વર્ણન-સાતમા દેવલેકથી અવવું–વિણ રાણીની કક્ષામાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્ન-પ્રભુને જન્મ-છપ્પન દિશાકુમારીનું આવવું. તેણે કરેલ જન્મોચ્છવ ને સૂતિકર્મ–ઈ દ્રોએ કરેલ જન્મેચ્છવ-સૌધર્મે કરેલી સ્તુતિ-શ્રેયાંસ નામસ્થાપન-યૌવનાવસ્થા-રાજમારગ્રહણુલેકાંતિક દેવનું આવવું-સાંવત્સરિકદાન-દીક્ષા મહોચ્છવ–ચારિત્રગ્રહણ પ્રથમ પારણું-અચળ બળદેવને પૂર્વભવ-અનુત્તર વિમાનમાં ઉપજવું-ત્રિપૃષ્ણ વાસુદેવનો પૂર્વભવ–વિશ્વભૂતિ કુમારની ઉદ્યાનક્રીડા–વિશાખનંદીને થયેલ ઈર્ષા-યુક્તિથી વિશ્વભૂતિ પાસે કરાવેલ ઉદ્યાનનું ત્યાજનતેને થયેલ વૈરાગ્ય-તેણે લીધેલ દીક્ષા-મથુરા નગરીમાં એકઠા થવું-વિશાખન દીએ કરેલ હાંસી–વિશ્વભૂતિએ કરેલ નિયાણું-મહાશક દેવલોકમાં ઉપજવું* પિતનપુર નગર, રિપુપ્રતિશત્રુ રાજાને ભદ્વારનું વર્ણન-અચળ બળદેવના જીવનું અનુત્તર વિમાનથી ચ્યવવું–ભદ્રાદેવીની કુક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચાર સ્વપ્ન–પુત્રજન્મ–અચળ નામસ્થાપન-બીજીવાર રહેલ ગર્ભ– મૃગાવતીને જન્મ-તેના રૂપનું વર્ણન-રિઅપ્રતિશત્રુ રાજાને તેના પર થયેલ અનુરાગ–તેનું અંતઃપુરમાં સ્થાપન–તેની સાથે કરેલ ગાંધર્વ લગ્ન-લેકેએ પાડેલું પ્રજાપતિ નામ–ભદ્રાદેવીને થયેલ લજજા–તેનું દક્ષિણ દેશપ્રતિ ગમન–માતાને ત્યાં મુકીને અચળનું પાછું આવવું–
વિશ્વભૂતિના જીવનું સાતમા દેવલકથી પવવું–મૃગાવતીની કક્ષામાં ઉપજવું–તેને આવેલાં સાત સ્વપ્ન-પુત્રજન્મત્રિપૃષ્ટ નામસ્થાપન–અચળ કુમાર સાથે ક્રીડા–બંનેને અપ્રતિમ સ્નેહ– - રત્નપુર નગરમાં અધિગ્રીવ પ્રતિવાસુદેવનો જન્મ–તેણે સાધેલા ત્રણ ખંડ–તેને થયેલ મૃત્યુ સંબંધી ચિંતા–નિમિત્તિને કરેલ પ્રશ્ન-નિમિત્તિએ બતાવેલી તેને મારનારની નીશાનીઓ–અશ્વગ્રીવે સભામાં કરેલ પ્રશ્ન–ચંડવેગ દૂતને મોકલવો-તેનું પ્રજાપતિ રાજાની સભામાં આવવું–તેથી થયેલે રંગમાં ભંગ...ત્રિપૃષ્ટ કુમારનું તેના પર ગુસ્સે થવું-ચંડવેગનું પાછું નીકળવું-ત્રિપુષ્ટ કરેલું તેનું અત્યંત અપમાન–પ્રજાપતિ રાજાને પડેલા ખબર–તેને થયેલ ખેદ-ચંડ વેગને પાછો બોલાવીને તેણે કરેલ સન્માન-ચંડવેગનું અશ્વગ્રીવ પાસે ગમન-અશ્વગ્રીવને પ્રથમથી પડેલા ખબર–ચંડવેગે પ્રજાપતિ રાજાને કરેલો બચાવ–શાળીના ક્ષેત્રની સિંહથી રક્ષા કરવાને પ્રજાપતિ ઉપર મોકલેલ હુકમ–પિતાપુત્ર વચ્ચે થયેલ સંવાદ-ત્રિપૃષ્ટિને અચળનું શાળાક્ષેત્ર પ્રતિ ગમન—સિંહ સાથે ત્રિપૃટે કરેલું યુદ્ધ-સિંહનું વિદારણ–તેને થયેલ શોક-સારથીએ કરેલ સાંત્વન–અશ્વગ્રીવને કહેવરાવેલ સંદેશ-પિતા પાસે આવવું-અચળ કુમારે કહેલ વૃત્તાંત–તેનું ખુશી થવું–
વૈતાઢસ્ય પર્વત ઉપર અકીર્તિને સ્વયંપ્રભાને જન્મ-સ્વયંપ્રભાના રૂપનું વર્ણન–તેને થયેલ મુનિસમાગમ–સમકિતની પ્રાપ્તિ–તેના વર માટે તેના પિતા જવલનજીને થયેલ ચિંતા-તે બાબત પ્રધાનને કરેલ પ્રશ્ન–તેમણે બતાવેલ જુદા જુદા વિચાર–રાજાએ નિમિત્તિઓને પુછવું–તેણે ત્રિપુષ્ટ કુમારની બતાવેલી યોગ્યતા-ત્યાં મોકલેલ દૂત–કબુલ થયેલ વિવાહ-સ્વયંપ્રભાને લઈને પરણાવવા આવવું-ત્રિપૃષ્ટ સાથે થયેલા લગ્ન-વિવાહનું વર્ણન અશ્વગ્રીવને પડેલા ખબર–તેને થયેલ ક્રોધ-વલનટી પાસે મોકલેલ દૂત–તેણે કરેલ સ્વયંપ્રભાની માગણી-વલન જટીએ આપેલ ઉત્તર-દૂતનું ત્રિપૃષ્ટ પાસે આવવું–તેની પાસે કરેલી સ્વયંપ્રભાની માગણ–ત્રિપૃષ્ટ આપેલે ઉત્તર-દૂતનું અશ્વીવ પાસે આવવું-અશ્વી વિદ્યાધરને કરેલ હુકમ–તેનું જવલનટી સાથે યુદ્ધ કરવા જવું–તેઓને થયેલ પરાજય–અશ્વપ્રીવને યુદ્ધ માટે કરેલું નિમંત્રણ–અશ્વગ્રીવે પ્રધાનની લીધેલી સલાહ–તેમની સલાહનું અણગમતપણું-યુદ્ધની તૈયારી–અશ્વગ્રીવને