________________
પર્વ ૪ થું ગ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધના નગર સહિત ત્રિખંડ ભરતક્ષેત્રની ભૂમિને ભોગવશે, અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તમને આપશે, તેથી આ કન્યા એ ત્રિપૃષ્ટને આપો, કાર
કે તેના જે બીજો કોઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતો નથી. આ પ્રમાણેનાં વચનો સાંભળી રાજા બહુ હર્ષ પામ્યા, અને યથાયોગ્ય સત્કાર કરી નિમિત્તિયાને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજાની પાસે તેણે મારિચિ નામે એક દૂતને મોકલ્યો. એ વિદ્યાધરતે પ્રજાપતિ રાજા પાસે જઈ નમસ્કાર કરી પોતાની ઓળખાણ પાડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું -“ઉત્તર શ્રેણીના વિદ્યાધરોને જવલન જટી નામે રાજા છે. તેને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપ સ્વયંપ્રભા નામે એક કન્યા છે. એ કન્યાને યોગ્ય એવા વરને અર્થે રાજા જવલન જટી અરોચક કવિની પેઠે ચિરકાલ ચિંતા કર્યા કરતો હતો. એ સંબંધી તેણે પોતાના મંત્રીઓની સાથે વિચાર કર્યો, પણ તે કન્યાને યેગ્ય વર તેના જોવામાં આવ્યું નહીં. પછી રાજાએ સંભિન્નશ્રોત નામે નિમિત્તિયાને પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે “આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપૃષ્ટને યોગ્ય છે. એ ત્રિપૃષ્ટ કુમાર પ્રથમ વાસુદેવ થઈ અર્ધ ભરતને ભેગવશે, અને પ્રસન્ન થઈને વૈતાઢય ઉપરની બે શ્રેણીનું અધિપતિપણું તમને આપશે.” આવી નિમિત્તિયાની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અમારા રાજાએ મને અહીં મોકલ્યો છે. માટે તે સ્વામી ! ત્રિપૃષ્ણ કુમારને માટે તે કન્યાને સ્વીકાર કર્યાની સંમતિ આપો.” પ્રજાપતિ રાજાએ “ બહુ સારું' એમ કહી તે વાર્તા સ્વીકારી, અને અતિ બુદ્ધિમાનું તે રાજાએ યથાયોગ્ય પોશાક આપીને તે દ્વતને વિસર્જન કર્યો.
પછી જવલનફટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરતજ તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ ચાલ્યો. પોતાની સાથે વિદ્યા ધરે, સામંતો અને બીજા સામાન્ય બલવાહનો લઈને અનુક્રમે સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની સમીપે આવી પડાવ નાખ્યો. તેને આવેલો સાંભળી પ્રજાપતિ રાજા પોતે પ્રધાનોના પરિવાર સાથે તેની સામે આવ્યો. કારણકે અભ્યાગત પુરુષ સર્વને ગુરૂ છે. બન્નેના પ્રીતિને સામસામા સૈન્ય એકઠા થયા તે જાણે ગંગા અને યમુનાના બે પ્રવાહ એકઠા થયા હોય તેવા ભવા લાગ્યા. બંને રાજવંશીઓ એક સામાન્યતાથી હસ્તી ઉપર આરૂઢ થયેલા હતા તે જાણે બે સામાનિક દેવતા સામસામા મળ્યા હોય તેવા જણાતા હતા. તે બંને રાજાઓના સંગમથી સૂર્યચંદ્રના સંગમની જેમ તે દિવસ પર્વના દિવસ જેવો દેખાવા લાગે. પછી ત્યાંથી નગરમાં તેડી લાવીને સમુદ્ર જેમ મૈનાક પર્વતને નિવાસભૂમિ આપે તેમ પ્રજાપતિ રાજાએ તે વિદ્યાધર રાજાને નિવાસભૂમિ અર્પણ કરી. તે ભૂમિ ઉપર જોતજોતામાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી જાણે બીજું પિતનપુર હોય તેવું વિચિત્ર હવેલીઓ વડે સુંદર એક રમણીય નગર રચ્યું. તે પુરની મધ્યમાં જાણે તેનો મુગટ હોય તેવો એક દીવ્ય તોરણવાળો પ્રાસાદ કર્યો, તેમાં મેરૂ પર્વતપર સૂર્યની જેમ જવલનજી રાજાએ નિવાસ કર્યો; અને બીજા સામંતે, અમાત્ય અને સેનાપતિઓ પ્રમુખે, દેવતાઓ જેમ વિમાનમાં રહે તેમ પોતપોતાને ગ્ય જુદા જુદા મહેલમાં નિવાસ કર્યો. પછી વિદ્યાધરોના રાજા જવલન જટીની રજા લઈ રાજા પ્રજાપતિ ભરતીથી નિવૃત્ત થયેલા સમુદ્રની જેમ પિતાના દરબારમાં પાછો આવ્યો. પછી પ્રજાપતિ રાજાએ ઉત્તમ ભેજન, અંગરાગ તથા સુંદર પોશાક વિગેરે વિદ્યાધરોના રાજાને માટે ભેટ તરીકે મોકલાવ્યું.
પછી ત્યાં બંને રાજાઓએ શુભ આકૃતિવાળી ચમરેંદ્ર ને બળીદ્રની સભા હોય તેવા રત્નમય વિવાહમંડપ રચાવ્યા. કુળવૃદ્ધ સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બંનેને ઘરે મંગલ ધવલ ગવાવા લાગ્યાં. પછી સુગંધી ચંદનના અંગરાગથી પ્રકાશમાન,