________________
પર્વે ૪ થું
૮૩ આ સર્વ જગને વિજય કરનારા એવા તમારે અંત લાવવાને યમરાજ પણ સમર્થ નથી તે મનુષ્યોમાં એ બીજે ક પામર તમારે વધ કરનાર થઈ શકે ?” ફરીથી અશ્વગ્રીવે કહ્યું-“અરે નિમિત્તિજ્ઞ ! અર્થવાદ છોડી દઈને જે યથાર્થ હોય તે કહે, આત પુરૂષો ચાટુ વચન બોલતા નથી. ” આ પ્રમાણે પ્રતિવાસુદેવે જ્યારે ઘણું આગ્રહથી પૂછયું ત્યારે તે મુખ્ય નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને સ્કુટાક્ષરે કહ્યું—“ હે રાજા ! તમારા ચંડવેગ નામના દૂતને જે પરાભવ કરશે અને પશ્ચિમ દિશાના અંત ઉપર રહેલા સિંહને જે મારશે તે તમારે પણ વધ કરનાર થશે.” નિમિત્તિયાની આવી વાર્તા સાંભળીને મેઘની ગર્જનાથી પ્રવાસીની જેમ અશ્વગ્રીવ રાજા ગ્લાનિ પામી ગયે, પણ ઉપરથી કૃત્રિમ પૂજા કરી તે નિમિત્તિયાને શત્રુના દૂતની જેમ વિદાય કર્યો. તેવા અવસરે એક યુવાન કેશરીસિંહે પશ્ચિમ દેશને ઉજડ કર્યાના ખબર આવ્યા, એટલે રાજાએ તે સિંહના વધા કરનાર પુરૂષને જાણવાને માટે તે પ્રદેશમાં શાળિના છોડ વવરાવ્યા; અને તે શાળાની રક્ષાને માટે સોળહજાર રાજાઓને રહેવાની આજ્ઞા કરી. તે રાજાઓ અનુક્રમે શસ્ત્રદિવડે સન્નદ્વબદ્ધ થઈ ત્યાં જઈને ગોવાલ જેમ ગાયોથી ક્ષેત્રની રક્ષા કરે તેમ કેશરીસિંહથી તે શાળિક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા.
એક વખત પ્રતિવાસુદેવ સભામાં આવી પિતાના અમાત્ય, સેનાપતિ અને સામંત વિગેરે સભાસદે પ્રત્યે કહેવા લાગ્યું કે મારા સામંત રાજાઓમાં અને સેનાનીઓ વિગેરેમાં હાલ અસાધારણ પરાક્રમવાળે કે મહાભુજ કુમાર છે કે નહીં?” તેઓએ કહ્યું “હે દેવ ! સૂર્યની આગળ કેણ વધારે તેજસ્વી હોય, પવનની પાસે કણ પરાક્રમી હોય, ગરૂડ કરતાં કોનો વેગ વધારે હોય, મેરૂ પર્વત આગળ કોની ગૌરવતા હોય, અને સમુદ્ર કરતાં કેણુ વધારે ગંભીર કહેવાય, તેમ મહાપરાક્રમી એવા આપની પાસે કો પુરૂષ વિશેષ પરાક્રમી ગણાય ?' રાજાએ કહ્યું-“તમારું આ વચન ચાટુ વચન છે, વાસ્તવિક નથી. હમેશાં બલવાન પુરુષો થી પણ બલવાન્ પુરુષે રહેલા હોય છે, અને તેથી જ આ પૃથ્વી બહુરત્ના કહેવાય છે.” તેવામાં સુંદર લચનવાળે એક મંત્રી બૃહસ્પતિની જેમ સ્કુટ અને યથાર્થ વાણીથી બોલી ઉઠ“હે રાજેદ્ર! આ પૃથ્વી ઉપર પ્રજાપતિ રાજાના દેવ જેવા બે કુમારે છે, તેઓ સર્વ મનુષ્યવીને તૃણ જેવા ગણે છે.” મંત્રીનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ સભા વિસર્જન કરી, અને ચંડવેગ નામના પોતાના એક દૂતને કઈ મતલબ સમજાવી પ્રજાપતિ રાજાની પાસે મોકલ્યા. એ દૂત સારા સારા રથીઓ અને શ્રેષ્ઠ ઘોડેશ્વારોને સાથે લઈને પિતાના રાજાના તેજની જેમ પિતનપુર નગરે આવી પહોંચ્યા. ત્યાં પ્રજાપતિ રાજા સર્વ અલકારથી વિભૂષિત થઈને જલજંતુઓ સહિત વરૂણની જેમ અચલ તથા ત્રિપૃષ્ટ કુમાર, સામંત રાજાઓ, સેનાપતિએ, મોટા અમાત્ય અને પુરોહિત, પ્રમુખ માન્ય પુરૂષે તેમજ પ્રધાન પુર
ની સાથે મહર્તિક દેવની જેમ સભા ભરીને બેઠે હતું, અને નિઃશંકપણે સંગીત કરાવતે હતે. એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહાર પૂર્વક સુંદર નૃત્ય થતું હતું, ધ્વનિ કરતા મૃદંગના ઘોષથી આકાશ તથા ગુફાને ભાગ ગાજી રહેતું હતું, ગાયનના સ્પષ્ટ ઉદ્ગારથી મધુર વીણાને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગ રાગણીને પ્રગટ કરનારી વીણા શ્રુતિઓને વ્યક્ત કરતી હતી, અને તાલને અનુસરીને ગાયનને આરંભ થતું હતું. તે વખતે દ્વારપાલે જેની ગતિને અટકાવી શક્યા નહીં એ ચંડવેગ દૂત વીજળીના ઝાત્કાર જેમતત્કાલ સંગીતસભામાં દાખલ થયે. પ્રતિવાસુદેવના દૂતને અકસમાતું આવેલ જેઈ સામંતરાજાઓ સહિત ૧ ખુશામતનું વચન.