SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૪ સ્થુ ઇંદ્રો પ્રભુના જન્મસ્નાત્રાત્સવ કરવાને ત્યાં આવ્યા. તેમની આજ્ઞાથી તરતજ આભિયાગિક દેવતાઓએ પૂર્ણ કુંભ વિગેરે ઉપકરણેા વિક્રુર્ષ્યા. પછી અચ્યુતાદિક સ ઇંદ્રોએ અનુક્રમે પવિત્ર તીર્થાદકવડે પ્રભુને સ્નાત્ર કર્યું. ૭૫ છેવટે ઇશાનપતિના ઉત્સ`ગમાં પ્રભુને બેસાડી શક્ર ઈંદ્રે ચારે દિશાઓમાં સ્ફાટિકના ચાર વૃષભ વિકુર્યા. તેએના શૃંગમાંથી એકઠી મળીને પડતી ઉજજવળ જળધારાવડે શકે ઈંદ્રે પ્રભુને સ્નાન કરાવ્યુ. પછી તે સ્ફાટિકના વૃષભેાને સહરી લઈ શઇ, ચંદનાદિકવડે પ્રભુનુ` અર્ચન કરી આરતિ ઉતારીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આર ́ભ કર્યા. "6 63 એવા હે પ્રભુ ! સર્વ કલ્યાણકામાં શ્રેષ્ઠ તમારૂ' જન્મકલ્યાણક પવિત્ર ભભકતવા “ મને કલ્યાણકારી થાએ. હે ઈશ ! તમે ને હું કેટલુ સ્નાત્ર કરાવું ? તમારૂ' કેટલું પૂજન કરુ ? અને તમારૂં હું કેટલું સ્તવન કરૂ ? મને તમારુ આરાધન કરવામાં તૃપ્તિજ થતી નથી. હે પ્રભુ ! તમારા જેવા રક્ષક થતાં કુતીર્થિકરૂપી વ્યાઘ્રથી ત્રાસ પામેલા આ ધરૂપી વૃષભ હવે આ ભરતક્ષેત્રમાં સ્વેચ્છાથી વિચરા. હે દેવાધિદેવ ! આજે સારે ભાગ્યે મારા 66 66 66 હૃદયરૂપી મંદિરમાં તમે નિવાસ કરી તેને સનાથ કરેલું છે. જેવી રીતે તમારા ચરણુ. “ નખનાં કિરણા મારા શિર આગળ પ્રસરવાથી મને આભૂષણરૂપ થાય છે તેવી રીતે આ 66 મુગટ વિગેરે આભૂષા થતાં નથી. હે ત્રિજગન્નાથ ! તમારા ગુણાની સ્તુતિ કરતાં મને “ જે પ્રસન્નતા થાય છે તેવી પ્રસન્નતા ચારણભાટા૧ મારી સ્તુતિ કરે ત્યારે થતી નથી, “ તમારી પાસે ભૂમિ ઉપર બેસતાં જેવી મારી ઉન્નતિ થાય તેવી ઉન્નતિ સૌધર્મા 66 સભાની અંદર સિંહાસનપર બેસતાં થતી નથી. હે પ્રભુ ! તમારા જેવા સ્વામીની પરત - “ ત્રતામાં લાંબે કાળ રહેવાને જેમ હું ઇચ્છું છું તેવી રીતે મારા રાજયની સ્વતંત્રતામાં રહેવાને હું ઇચ્છતા નથી. ” 66 આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ ઈંદ્ર માતાની પાસે આવ્યેા, અને પ્રભુને માતાની પાસે મૂકી માતા પાસે રાખેલ પ્રભુનુ પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રા હરી લીધી. પછી શકઇંદ્ર પ્રભુના સૂતિકાગ્રહમાંથી અને ઇંદ્રો મેરૂપ તથી વિદાય કરેલા સેવકાની જેમ ન'દીશ્વરઢીપે થઇને પાતપેાતાને સ્થાનકે ગયા. પ્રભુને જન્મ થયાના ખબર મળતાં પ્રાત:કાલે વિષ્ણુ રાજાએ મોટો ઉત્સવ કર્યાં, તે વખતે જાણે એક છત્રવાળા હોય તેવા પ્રમાદ પ્રવર્ત્ત વાર્લાગ્યા. માતાપિતાએ શ્રયકારી દિવસે મેટા ઉત્સવ વડે કરીને શ્રેયાંસ એવું પ્રભુનું નામ પાડયું. ઇંદ્રે આદેશ કરી મૂકેલી પાંચ ધાત્રીઓએ લાલન કરેલા પ્રભુ, ઈ, સ‘ચારેલા અમૃતવાળા પોતાના અંગુષ્ટનું પાન કરતા વૃદ્ધિ પામ્યા. પ્રભુ જોકે ત્રણ જ્ઞાનને ધારણ કરતા હતા તાપણુ બાલ્યવયને યાગ્ય એવી તેઓ મુગ્ધત! બતાવતા હતા, કારણકે સૂર્ય પ્રચંડ કરાવાળા છે તે છતાં તે પ્રાતઃકાલમાં પેાતાની પ્રચ’ડતા બતાવતા નથી. સુર, અસુર અને મનુષ્યાના કુમારો સાથે ક્રીડા કરતા પ્રભુ રથમાંથી ઉતરીને હાથી ઉપર બેસે તેમ શિશુવયમાંથી ઉતરી યૌવનવય પર આરૂઢ થયા. પ્રભુની કાયા એ‘શી ધનુષ ઊંચી થઇ. જોકે પેાતાને સ`સારપર વૈરાગ્ય વર્તાતા હતા તાપણુ પિતાના આગ્રહથી રાજકન્યાઓનું તેમણે પાણિગ્રહણ કર્યું; અને જન્મથી એકવીશ લાખ વર્ષા ગયા પછી પિતાની પ્રાથનાથી પ્રભુએ પૃથ્વીના ભાર ગ્રહણ કર્યાં, જેને મહિમા અક્ષીણુ છે અને જે શ્રેયના ભંડારરૂપ છે એવા શ્રેયાંસ પ્રભુએ બેતાલીશ લાખ વર્ષી ૧ એવો જાતના પણ કેટલાક દેવા હોય છે કે જેઓ ઈંદ્રની પ્રશ'સા જ કર્યાં કરે છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy