________________
કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસે પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળનો વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકો મળે છે. આવી રીતે કથાનયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જેનગ્રંથકારે સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે.
હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બેધ આપી, જનધમી બનાવી, આખા દેશમાં જનધર્મનો વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલો બધો છે કે અત્યારે કોઈ પણ જેન તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમાર પાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથો આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાય એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમાં પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશાણું, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દગમ દેશોને પોતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમાર્વત, વિનયવાન અને ચૌલુક્યના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કેસ્વામિન ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપનો આજ્ઞાથી નરકગતિના આયુષ્ય નાંનિમિત્તકારણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દુર્ગુણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવે પણ મે છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચાવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે દ્વયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંપ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કોષ) પ્રમુખ બી જ શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામિન! તમે સ્વયમેવ લોકે પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબંધ થવા માટે
સઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યું ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિપિટ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કમારપાળના આગ્રહથી લખાયેલું આ ગ્રંથે અયુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયને નમૂને બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી.
આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પોતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દદે આવે કે તાણીતાડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યું છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. નાનાં વર્ણના અ લશ્કરની વ્યુહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્દભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણકના મહોત્સવ, ચક્રીનો દિગવિજય અને દેવકૃત સમવસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમય, તે સ્થાનો, તે ચિત્ર હદય પર ખડુ થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લોકો ચોથા આરાનું સુખ કહે છે તેનો ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છોડો બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પામાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બોધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગને ઊંચામાં ઊંચે લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે