________________
પર્વ ૧ લું
૬૫
પછી સુધમ ઇંદ્રની પેઠે ઈશાન ઈવે પોતાના પાંચ રૂપ કર્યા. તેમાંનાં એક રૂપે ભગવાનને ઉસંગમાં ગ્રહણ કર્યા, એક રૂપે મેતીની ઝાલરીઓ લટકવાથી જાણે દિશાઓને નૃત્ય કરવા આદેશ કરતું હોય તેવું–કપૂર જેવું વેત છત્ર પ્રભુ ઉપર ધારણ કર્યું, જાણે હર્ષથી નૃત્ય કરતાં હોય તેમ હાથને વિક્ષેપ કરી બે રૂપે બે બાજુએ જિનેશ્વર ઉપર ચામર વીંજવા લાગ્યા અને એક રૂપે જાણે પ્રભુના દષ્ટિપાતથી પિતાને પવિત્ર કરવાને ઈચ્છતો હોય તેમ હાથમાં ત્રિશુળ રાખી પ્રભુની આગળ ઊભું રહ્યો.
પછી સૌધર્મ કલ્પના ઈંદ્ર જગત્પતિની ચારે દિશાએ ચાર સ્ફટિકમણિના ઊંચા વૃષભ બનાવ્યા. ઉત્તગશંગથી મનોહર એવા તે ચાર વૃષભે ચાર દિશામાં રહેલા ચંદ્રકાંત રત્નના ચાર ક્રીડાપર્વત હોય તેવા શોભવા લાગ્યા. જાણે પાતાળ ડયું હોય તેમ તે વૃષભેનાં આઠ ઇંગોથી આકાશમાં જળની ધારાઓ ચાલવા લાગી. મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંતે મળી ગયેલી તે જળધારાઓ આકાશમાં નદીસંગમના વિભ્રમને બતાવવા લાગી. સુર અને અસુરની સ્ત્રીઓએ કૌતુકથી જોયેલી તે જળધારાઓ, નદીઓ જેમ સમુદ્રમાં પડે તેમ પ્રભુ ઉપર પડવા લાગી. જળયંત્રોની જેમ તે શગમાંથી નીકળતા જળ વડે શકેન્દ્ર આદિ તીર્થકરને નાન કરાવ્યું, ભક્તિથી જેમ હૃદય આદ્ર થાય તેમ દૂર ઉછળતાં એવા ભગવાનના સ્નેપન જળથી દેવતાઓનાં વસ્ત્ર આદ્ર થઈ ગયા. પછી ઇંદ્રજાલિક જેમ પિતાની ઇંદ્રજાલને ઉપસંહાર કરે તેમ ઇંદ્ર તે ચાર વૃષભને ઉપસંહાર કર્યો. સ્નાન કરાવ્યા પછી ઘણી પ્રીતિવાળા તે દેવપતિએ દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના શરીરને રત્નના દર્પણની પેઠે લૂછયું. રત્નમય પાટલાની ઉપર નિર્મળ અને રૂપાના અખંડ અક્ષતવડે પ્રભુની પાસે અષ્ટ મંગળ આલેખ્યા. પછી જાણે પિતાને માટે અનુરાગ હોય તેવા ઉત્તમ અંગરાગથી ત્રિજગદ્ગુરુના અંગે વિલેપન કરી, પ્રભુના હસતા મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના બ્રમને ઉત્પન્ન કરનારા ઉજજવળ દિવ્ય વસ્ત્રોથી ઇંદ્ર પૂજા કરી અને પ્રભુના મસ્તક ઉપર વિશ્વની મુદ્ધન્યતાના ચિહ્નરૂપ વજા માણિકયને સુંદર મુગટ સ્થાપન કર્યો. પછી ઈ. સાયંકાળે આકાશને વિષે પૂર્વ અને પશ્ચિમ દિશાઓને જેમ સૂર્ય અને ચંદ્ર શોભે તેવી શેભાને આપનારા બે સુવર્ણ કુંડલ સ્વામીના કર્ણમાં પહેરાવ્યા. જાણે લક્ષ્મીને હિંચકવાની દેલા હોય તેવી વિસ્તારવાળી દિવ્ય મોતીની માળા સ્વામીના કંઠમાં આરોપણ કરી. સુંદર હસ્તીના બાળકના જંતુશળની ઉપર જેમ સુવર્ણના કંકણ પહેરાવે તેમ પ્રભુના બાહુદંડ ઉપર બે બાજુબંધ ધા૨ણું કરાવ્યા. વૃક્ષની શાખાના પ્રાંતભાગના ગુચ્છની જેવા-ગળાકાર મોટા મોતીઓને મણિમય કંકણે પ્રભુના મણિબંધ૪ ઉપર આરૂઢ કર્યા. ભગવાનના કટીભાગમાં વર્ષધર પર્વતના નિતંબ ભાગ ઉપર રહેલા સુવર્ણ કુલના વિલાસને ધારણ કરનાર સુવર્ણનું કટીસૂત્ર પહેરાવ્યું અને જાણે દેવ અને દૈત્યોનાં તેજ તેમાં લગ્ન થઈ ગયાં હોય તેવા માણિજ્યમય તોડા પ્રભુને બંને ચરણમાં પહેરાવ્યાં. ઈંદ્ર જે જે આભૂષણો ભગવાનના અંગને અલંકૃત કરવા માટે પહેરાવ્યાં તે તે આભૂષણે ઉલટા ભગવાનનાં અંગથી અલંકૃત થયા. પછી ભક્તિયુક્ત ચિત્તવાળા ઇંદ્ર પ્રફુલ્લિત પારિજાતનાં પુષ્પોની માળા વડે પ્રભુની પૂજા કરી અને પછી જાણે કૃતાર્થ થયેલ હોય તેમ જરા પાછા ખસી, પ્રભુની સન્મુખ ઊભા રહી જગત્પતિની આરાત્રિક કરવા માટે આરતી ૧. ઉત્તુંગ=ઊંચા. ગ=વૃષભના સંબંધમાં શી ગડાઓ અને પર્વતના સંબંધમાં શિખરે જાણવાં. ૨. મુખ્યપણાના. ૩. હીંડોળા ખાટ, ૪. કાંડા,