________________
સગર જે હવે દશ હજાર સામાનિક દેવતાઓ, ચાળીશ હજાર આત્મરક્ષક દેવતાઓ, તેત્રીશ વાયઅિંશક દેવતાઓ, ત્રણ સભાના સર્વ દેવતાઓ, ચાર લેકપાળ, સાત મોટા સૈન્ય અને સાત સેનાપતિઓથી પરવારેલ આરણમ્યુત દેવકને ઈદ્ર, પવિત્ર થઈને ભગવાનને સ્નાન કરાવવાને ઉદ્યમવંત થયો. પ્રથમ અચુતઈ ઉત્તરાસંગ કરી નિઃસંગ ભક્તિથી વિકાસ પામેલા પારિજાત વિગેરે પુષ્પોની અંજલિ ગ્રહણ કરી, અને સુગંધી ધૂપના ધૂમ્રથી ધુપિત કરી ત્રિજગત્પતિની પાસે તેણે તે કુસુમાંજલિ મૂકી. એટલે દેવતાઓએ ભગવંતનું સાન્નિધ્યપણું પામવાના અદ્દભુત આનંદથી જાણે હસતા હોય તેવા અને પુષ્પમાળાથી અચિંત કરેલા સુગંધી જલના કળશે લાવીને ત્યાં મૂક્યા. તે જળકળશના મુખભાગ ઉપર ભ્રમરાઓના શબ્દથી શબ્દમય થયેલાં કમળ હતા. તેથી જાણે તે ભગવાનના પ્રથમ સ્નાત્રમંગલનો પાઠ ભણતા હોય તેવા જણાતા હતા અને સ્વામીને સ્નાન કરવાને માટે પાતાલકલશે હોય તેવા તે કલશ જણાતા હતા. અય્યત ઈ કે પોતાના સામાનિક દેવતાઓની સાથે જાણે પોતાની સંપત્તિના ફળરૂપ હોય તેવા એક હજાર ને આઠ કુંભે ગ્રહણ કર્યા. ઊંચા કરેલા ભુજદંડના અગ્રવત્તિ એવા તે કુંભે, જેનાં નાલવાં ઊંચાં કરેલાં હોય તેવા કમલકેશની શોભાની વિડંબના કરતા હતા અર્થાત્ તેથી વિશેષ શોભતા હતા.
પછી અશ્રુતઈદ્ર પિતાના મસ્તકની જેમ કલશને જરા નમાવી જગત્પતિને સ્નાન કરાવવાને આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ગુફામાં થતાં પ્રતિશબ્દોથી જાણે મેરુપર્વતને વાચાલ કરતા હોય એવા આનક નામને મૃદંગે વગાડવા લાગ્યા; ભક્તિમાં તત્પર એવા કેટલાએક દેવે મથન કરાતા મહાસાગરના વિનિની શેને ચોરનાર શબ્દવાળી દુદુભાઓ વગાડવા લાગ્યા કેટલાએક દેવા ઘણાં તાનમાં આવીને પવન જેમ આકુલ ઇનિવાળા પ્રવાહના તરંગે અથડાવે તેમ કાંસીઓને પરસ્પર અથડાવીને વગાડવા લાગ્યા; કેટલાએક દેવતાઓ જાણે ઊર્વેલકમાં જિનેદ્રની આજ્ઞાને વિસ્તારતી હોય તેવી ઊંચા મુખવાળી ભેરી ઊંચા સ્વરથી વગાડવા લાગ્યા; મેરુપર્વતના શિખર ઉપર રહીને કેટલાએક દેવે ગેવાની લો કે જેમ ગાયની શીંગડીઓ વગાડે તેમ મેટા નાદવાળા કાહલ નામનાં વાત્ર વગાડવા લાગ્યા; કેટલાક દેવતાઓ ઉષ કરવાને માટે દુષ્ટ શિષ્યોને હસ્તવડે તાડન
ની જેમ પોતાના હાથથી મુરજ નામના વાદ્યને તાડન કરવા લાગ્યા; કેટલાક દેવતાઓ ત્યાં આવેલા અસંખ્ય સૂર્ય ચંદ્રની લક્ષમીને હરનારી સુવર્ણની અને રૂપાની ઝાલર વગાડવા લાગ્યા અને કેટલા એક દેવતાએ જાણે અમૃતના કેગળા ભર્યા હોય તેમ પોતાના ઉન્નત ગાલ ફુલાવીને શંખ વગાડવા લાગ્યા. એવી રીતે દેવતાઓએ વગાડેલા વિચિત્ર પ્રકારનાં વાજીંત્રોના પડદાથી જાણે આકાશ પણ વાદક (વગાડનાર) વિનાનું એક વાદ્ય હોય તેવું થઈ ગયું. ચારણમુનિએ ‘હે જગન્નાથ ! હે સિદ્ધિગામી ! હે કૃપાર્ણવ ! હે ધર્મપ્રવર્નાક! તમે જય પામો, તમે આનંદ પામો” એમ બોલવા લાગ્યા. જાત જાતનાં ધ્રુવપદ, ઉત્સાહ અને સ્કંધક-એ પ્રકારના તથા ગલિત અને વસ્તુવદન–એ પ્રકારનાં પડ્યો અને મનોહર ગદ્યથી ભગવંતની સ્તુતિ કર્યા પછી પિતાના પરિવારના દેવતાઓ સહિત અય્યદ્ર ભુવનભર્તા ઉપર ધીમે ધીમે કુંભજળ નાખવા લાગ્યો.
ભગવાનના મસ્તક ઉપર જળધાર વરસાવતા તે કુંભે મેરુપર્વતના શિખર ઉપર વરસતા વરસાદની જેવા શોભવા લાગ્યા. ભગવાનના મસ્તકની બંને બાજુ દેવતાઓએ નમાંવેલા તે કુંભે માણિકયના મુગટની શોભાને ધારણ કરવા લાગ્યા. એક એજનના મુખવાળા ભેમાંથી પડતી એવી તે જળની ધારાએ પર્વતની ગુફામાંથી નીકળતા નિઝરણાની જેવી શોભવા લાગી. પ્રભુના મુગટ ભાગથી ઉછળીને તરફ પતા જળના છાંટાઓ જાણે ધર્મ