________________
પર્વ ૨ જુ
ન
પડે
એ પ્રમાણે નવ માસ અને સાડાઆઠ દિવસો વ્યતીત થયા પછી રૌત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનકમાં આવ્યા હતા અને ચંદ્રને
ગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે મહાદેવી મરુદેવાએ યુગલધમી પુત્રને સુખે કરીને પ્રસવ્યો. તે વખતે જાણે હર્ષ પામી હેય તેમ દિશાએ પ્રસન્ન થઈ અને સ્વર્ગવાસી દેવતાઓની પેઠે લોકો ઘણા હર્ષથી ક્રીડામાં તત્પર થયા. ઉ૫પાદશામાં ઉત્પન્ન થયેલા દેવતાઓની જેમ જરાયુ (એર) અને રુધિર વગેરે કલંકથી વજિત ભગવાન્ અતિશય શોભવા લાગ્યા. તે સમયે જગતનાં નેત્રોને ચમત્કાર પમાડનાર અને અંધકારને નાશ કરનાર–વિદ્યુતના પ્રકાશની જે-ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યા. કિકોએ નહીં વગાડવા છતાં પણ મેઘના જેવા ગંભીર શબ્દવાળા દુંદુભિ આકાશમાં વાગવા લાગ્યા, તેથી જાણે સ્વર્ગ પિતે જ હર્ષથી ગર્જના કરતું હોય તેમ જણુંવા લાગ્યું. તે વખતે ક્ષણવાર નારકીઓને પણ પૂર્વે નહીં પ્રાપ્ત થયેલું એવું સુખ થયું, તો તિયચ, મનુષ્ય અને દેવતાઓને સુખ થાય તેમાં તો શું કહેવું? ભૂમિ ઉપર મંદ મંદ પ્રસરતા પવનોએ સેવકોની પેઠે પૃથ્વીની રજ દૂર કરવા માંડી. મેઘે ચેલક્ષેપની જેમ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા, તેથી અંદર બીજ વાવેલાની જેમ પૃથ્વી ઉવાસ લેવા લાગી.
એ સમયે પિતાનાં આસન ચલાયમાન થવાથી–ભેગંકરા, ભગવતી, સુભોગ, ભેગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા-એ નામની આઠ દિક
તકાગ્ર પ્રત્યે આવી. આદિ તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગી-“હે જગન્માતા ! હે જગદીપકને પ્રસવનારા દેવિ ! અમે તમને નમસ્કાર કરીએ છીએ; અમે અધેલકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારી એ પવિત્ર એવા તીર્થકરના જન્મને અવધિજ્ઞાનવડે જાણીને, તેમના પ્રભાવથી તેમને મહિમા કરવાને માટે અહીંયાં આવી છીએ, તેથી તમે અમારાથી ભય પામશે નહીં.” એમ કહી ઈશાન કેણમાં રહેલી તેઓ એ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર સ્તંભવાળું સૂતિકાગૃડ રચ્યું. પછી સંવ નામના વાયુથી સૂતિકાગ્રહની તરફ એક જન સુધી કાંકરે અને કાંટા દૂર કરી, સંવ7 વાયુને સંહરી, ભગવાનને પ્રણામ કરી ગીત ગાતી તેમની નજીક ઊભી રહી.
તેવી જ રીતે આસનના કંપવાવડે પ્રભુને જન્મ જાણી, મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણું અને બલાહકા નામની મેરુપર્વત ઉપર રહે. નારી આઠ ઊલકવાસી દિકકુમારિકાઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની નમસ્કારપૂર્વક સ્તુતિ કરી. તેઓએ ભાદ્રપદ માસની પેઠે તત્કાળ આકાશમાં અભ્રપટ (વાદળ) વિકૃત કર્યું (રચ્યું). તે વાદળ વડે સુગંધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની તરફ એક જન સુધી ચંદ્રિકા જેમ અંધકારની પંક્તિનો નાશ કરે તેમ રજને નાશ કર્યો. જાનુ પ્રમાણ પંચવણ પુષ્પોની વૃષ્ટિથી જાણે જાતજાતનાં ચિત્રોવાળી હોય તેમ પૃથ્વીને ભીતી કરી અને પછી તીર્થકરના નિર્મળ ગુણોનું ગાન કરતી તથા હર્ષને ઉત્કર્ષથી શેભતી તેઓ પિતાને ઉચિત સ્થાને ઊભી રહી.
પૂર્વ રુચિકાદ્રિ ઉપર રહેનારી નંદા, નંદેત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા ૧. દેવતાઓને ઉપન થવાની રામ્યા. ૨. જાનુ-ઢીંચણ, ૩, ચક નામના તેરમાં કોપમાં ચારેદિશાએ માં તથા ચારે વિદિશાઓમાં પર્વત છે. તેમાંના પૂર્વ દિશાના પર્વત ઉપર રહેનારી-એ. પ્રમાણે બીજી દિશા તથા વિદિશાઓ માટે સમજવું.