________________
પ્રકાશકીય નિવેદન
ઘણા સમયથી કાઈ માટા જૈન ગ્રંથનું પ્રકાશન કરવાની અમારી ઇચ્છા હતી. સાથે સાથે એવી ભાવના પણ હતી કે તે ગુજરાતી ભાષામાં હોય તેા વાચક વર્ગ તેને વધુ લાભ લઈ શકે.
કલિકાલ સર્વજ્ઞ આ. હેમચ'દ્રાચાર્ય વિરચિત ત્રિશષ્ટી શલાકા પુરૂષ ચરિત્ર, ની ગુજરાતી આવૃતિ, ઘણા સમયથી અપ્રાપ્ય હતી. અને તેની માંગ પણ નિરંતર રહ્યા કરતી હતી. તેથી છેવટે તેનું પુનઃમુદ્રણ કરવાનુ અમાએ વિચાર્યું. અને તેના મૂળ પ્રકાશક જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર પાસેથી તે અંગે અનુમતી માંગી. સભાના ટૂસ્ટી ગણેપ્રસ્તુત ગ્રંથ છાપવા માટે સહુ રજા આપી. તે માટે અમેા તેઓશ્રીના આભારી છીએ.
ગ્રંથની શરૂઆતમાં તેની આગળની આવૃતિની વિસ્તૃત પ્રસ્તાવના આપી છે. તે ઉપરથી તેની ઉપયાગિતા સમજાશે.
દસ પમાં વહેંચાયેલા આ ગ્રંથ ચાર ખંડમાં પ્રકાશિત કર્યા છે. તેથી તે વાંચવામાં સરળ રહે.
અમારા આ પ્રયાસ જૈન સમાજને ઉપયોગી નિવડશે. તે અમારૂ સાહસ સાક થયેલુ' માણીશું.
ટૂંકી પ્રસ્તાવના લખી આપીને પૂજ્ય મુનિરાજશ્રી. શિલચ'દ્ર-વિજયજી મ. સાહેબે અમને ઉપકૃત કર્યા છે.
પુસ્તક અજારમાં જલ્દી મૂકી શકાય તે હેતુથી છાપવામાં શકય એટલી ઉતાવળ કરી છે. તેથી કોઇક મુદ્રણ દોષ રહી જવાની સહભાવના છે. તેા તે ક્ષમ્ય ગણવા વિન'તી.
પુસ્તકનું ઝડપથી અને શુદ્ધ મુદ્રણ કરી આપવા બદલ. ડીલક્ષ પ્રિન્ટર્સ ના માલિક શ્રીમતિ, પી. જે. શાહુના અમા આભારી છીએ,
જૈન સમાજને આ ગ્રંથ વધુ-ને વધુ ઉપયોગી થાય તેવી અભ્યર્થીના સાથે.
પ્રકાશક
સંવત ૨૦૪૧
ચૈત્ર સુદ્ર–૧૫