________________
પૂર્વ ૧ લુ
૧
ધન્ય છે ! હું એવા નથી તેથી અધન્ય છુ' ! તને ગ્રહણ કરનાર પોતાના પિતાના સન્માને અનુસરનારા તે ઔરસ પુત્ર છે અને હું તેા તેમ ન કરવાથી વેચાતા લીધેલા પુત્ર જેવા છું એમ છતાં હવે પણ જો વ્રત ગ્રહણ કરુ' તો તે અયુક્ત નથી, કારણ કે દીક્ષા, દીપિકાની ર પેઠે ગ્રહણ કરવા માત્રથી અંધકાર (અજ્ઞાન)ના છેદ કરે છે, માટે અહી'થી નગરમાં જઈ પુત્રને રાજ્ય આપી, હંસ જેમ હુ‘સની ગતિનેા આશ્રય કરે તેમ હું પિતાની ગતિના આશ્ચય કરીશ.’ પછી જાણે એક મન હોય તેમ વ્રત ગ્રહણમાં પણ વાદ કરનારી શ્રીમતીની સાથે તે પોતાના લાહાલ નગરમાં આવ્યા. ત્યાં રાજ્યના લાભથી તેના પુત્રે ધન વડે અમાત્યમડળને ખુટળ્યું હતું. જળની પેઠે ધનથી કાણ ન ભેદાય ? પ્રાતઃકાળે પેાતાને વ્રત ગ્રહણ કરવુ છે અને પુત્રને રાજ્ય આપવું છે એ ચિંતામાં રાત્રે શ્રીમતી અને રાજા સૂઈ ગયા. તે સમયે સુખે સૂતેલ તે દંપતીને મારી નાખવાને રાજપુત્ર વિષધૂમ્ર કર્યાં. ઘરમાં ઉઠેલા અગ્નિની પેઠે તેને વારવાને ક્રાણુ સમ થઈ શકે ? જાણે પ્રાણને આકર્ષણ કરવાના આંકડા હાય એવા તે વિષધૂમ્રના ધૂમાડા નાસિકામાં પેસવાથી રાજા-રાણી તત્કાળ મૃત્યુ પામ્યા.
૩૩
તે દંપતી ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા. એક ચિંતાથી મરણુ પામેલાની એકસરખી જ ગતિ થાય છે.’ એ ક્ષેત્રને યાગ્ય આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી તેઓ સૌધમ દેવલાકે સ્નેહવાળા દેવતા થયા. ઘણા કાળ સુધી દેવ સંબંધી ભેગ ભાગવી આયુષ્ય પૂર્ણ થયે આતપથી જેમ ખરફની ગ્રંથિ ગળે તેમ વાજ'ધના જીવ ત્યાંથી ચવીને જબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયેા. તે વખતે જાણે શરીરધારી ધર્મના ચાર ભેદ હોય તેવા તે નગરમાં ખીજા ચાર બાળકો ઉત્પન્ન થયા. તેઓમાં પ્રથમ ઇશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયા, ખીજો સુનાશીર નામે મત્રીની લક્ષ્મી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તેવા મુમુદ્ધિ નામે પુત્ર થયા, ત્રીજો સાગરદત્ત નામના સાવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણ ભદ્ર નામે પુત્ર થયા અને ચાથી ધનશ્રેણીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુ જ હાય તેવા ગુણાકર નામે પુત્ર થયા. બાળકાને રાખનારી સ્ત્રીઓએ પ્રયત્નથી રાત્રિ-દિવસ રક્ષા કરાતા તેએ અગના સર્વ અવયવા જેમ સાથે વધે તેમ સાથે વધવા લાગ્યા. હમેશાં સાથે ક્રીડા કરનારા તેઓ વૃક્ષેા જેમ મેઘનુ' જળ ગ્રહણ કરે તેમ સં કલાકલાપને સાથે જ ગ્રહણ કરવા લાગ્યા. શ્રીમતીનેા જીવ પણ દેવલાકથી રચવી
જ નગરમાં ઇશ્વરદત્ત શેઠના કેશવ નામે પુત્ર થયા. પાંચ કરણુક અને છઠ્ઠા અંતઃકરણની પેઠે વિયેાગ રહિત એવા તે છ મિત્ર થયા, તેમાં સુવિધિ વૈદ્યના પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવી ના વિપાકથી પોતાના પિતા સબંધી' અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયા. હસ્તીમાં ઐરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળા તે સર્વ વૈદ્યોમાં અગ્રણી થયા. તે છ મિત્રો જાણે સહેાદર હોય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એકબીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈદ્યપુત્ર જીવાનને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક સાધુ વહેારવાને આવ્યા. તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગુણાકર નામે પુત્ર હતા અને તેણે મળની જેમ રાજ્ય છેાડી શમસામ્રાજ્ય ( ચારિત્ર ) ગ્રહણ કર્યું હતું. ગ્રીષ્મૠતુના આતપથી જેમ નદીએ કૃશ થઈ જાય તેમ તપ વડે તેઓ કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભાજન કરવાથી તેઓને કૃમિકુષ્ટ વ્યાધિ થયે ૧. શરીરથી ઉત્પન્ન થયેલા, ર, દીવાની, ૩. ઇંદ્રિયા. ૪. પિતા પાસેથી જાણેલા.
૫