________________
પર્વ ૧ લું હોય તે અને સ્નિગ્ધ કાજળ જેવો શ્યામ તેનો કેશસમૂહ હતો. સર્વાગે ધારણ કરેલાં રત્નાભરણોની રચનાથી જાણે જંગમપણાને પામેલી કામલતા હોય તેવી તે જણાતી હતી અને મનહર મુખકમળવાળી હજારો અપ્સરાઓથી તે વીંટળાયેલી હતી, તેથી જાણે ઘણી સરિતાથી વીંટાયેલી ગંગાનદી હોય તેવી તે શેભતી હતી. લલિતાંગ દેવને પિતાની સમીપે આવતા જોઈ તેણીએ અતિશય નેહથી યુક્તિ વડે ઊભા થઈ તેનો સત્કાર કર્યો, એટલે તે શ્રીપ્રભ વિમાનનો સ્વામી તેણીની સાથે એક પર્યકલ ઉપર બેઠો. એક કથારામાં રહેલી લતા અને વૃક્ષ શેભે તેમ સાથે બેઠેલા તેઓ શેભવા લાગ્યા. નિગડ (બેડી)થી નિયંત્રિત થયેલાની જેમ નિવિડ રાગથી નિયંત્રિત થયેલ તેમનાં ચિત્ત પરસ્પર લીન થઈ ગયા. જેનો પ્રેમ-સૌરભર અવિચ્છિન્ન છે એવા તે શ્રીપ્રભ વિમાનના પ્રભુએ દેવી સ્વયંપ્રભાની સાથે કીડા કરતાં એક કળામાત્રની પેઠે ઘણે કાળ નિગમન કર્યો. . પછી વૃક્ષથી જેમ પત્ર પડી જાય તેમ આયુ પૂર્ણ થવાથી સ્વયંપ્રભા દેવી ત્યાંથી રયવી ગઈ. આયુષ્ય ક્ષીણ થયે ઈદ્ર પણ રહેવાને સમર્થ નથી, પ્રિયાના વિરહથી ઉત્પન્ન થયેલા દુઃખથી તે દેવ જાણે પર્વતથી આક્રાંત થયો હોય અને જાણે વજથી તાડિત થયો હેય તેમ મૂરછ પામ્યો. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરીને પોતાના પ્રતિશબ્દથી આખા શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતો તે વારંવાર વિલાપ કરવા લાગ્યો. ઉપવનમાં તેને પ્રીતિ થઈ નહીં, વાપિકામાં આનંદ પ્રાપ્ત થયો નહી, ક્રીડા પર્વતમાં સ્વસ્થતા પામ્યો નહી અને નંદનવનથી પણ તે હર્ષિત થયો નહીં. “હે પ્રિયા ! હે પ્રિયા ! તું કયાં છે?” એમ બેલી વિલાપ કરતો તે અખિલ વિશ્વ સ્વયં પ્રભામય જતે તરફ ફરવા લાગ્યો.
- અહીં સ્વયં બુદ્ધ મંત્રીને પોતાના સ્વામીના મૃત્યુથી વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેણે શ્રી સિદ્ધાચાર્ય નામે આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી ઘણુ કાળ પર્યત અતિચાર રહિત વ્રત પાળીને કાળ કરી, તે ઈશાન દેવલોકમાં ઇદ્રનો દ4ધમ નામે સામાનિક દેવ થયો. તે ઉદાર બુદ્ધિવાળા દેવે પૂર્વ ભવના સંબંધથી બંધુની પેઠે પ્રેમ-વ્યાપ્ત થઈ, ત્યાં આવી લલિતાંગ દેવને આશ્વાસન પમાડવાને કહ્યું-“હે મહાસત્વ ! ફક્ત સ્ત્રીને માટે આમ કેમ દેહ પામે છે ? ધીરપુરુષ પ્રાણત્યાગને સમય આવે તે પણ આવી દશાને પ્રાપ્ત થતા નથી.” લલિતાંગે કહ્યું-બંધુ! તમે એમ કેમ બોલે છે ? પ્રાણને વિરહ સડન થઈ શકે, પણ કાંતાવિરહ દુસહ છે. આ સંસારમાં સારંગલોચના જ એક સારભૂત છે, કેમકે તેના વિના સર્વ સંપત્તિઓ અસ૨ થઈ ગઈ છે. તેના એવા દુઃખથી ઇશાનઈદ્ર તે સામાનિક દેવ પણ દુઃખી થઈ ગયો. પછી અવધિજ્ઞાનનો ઉપયોગ દઈ તેણે કહ્યું- હે મહાનુભાવ ! તમે ખેદ કરો નહીં. મેં જ્ઞાન વડે તમારી થનારી પ્રિયા કયાં છે તે જાણ્યું છે; માટે સ્વસ્થ થાઓ અને સાંભળ-પૃથ્વી ઉપર ધાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે નદી નામે ગ્રામમાં દરિદ્ર સ્થિતિવાળે નાગિલ નામે ગૃહપતિ રહે છે. તે ઉદરપૂર્તિ કરવાને માટે નિરંતર પ્રેતની પેઠે ભમે છે, તે પણ શુધિત અને તૃષિત સ્થિતિમાં સૂવે છે અને તે જ પાછો ઊઠે છે. દારિદ્રયને બુભુલાની જેમ તેને મંદ ભાગ્યમાં શિરોમણિ એવી નાગશ્રી નામે સ્ત્રી છે. પમાના" વ્યાધિવાળાને જેમ ઉપરાઉપરી ફોડકીઓ થયા કરે તેમ નાગિલને ઉપરાઉપર છ પુત્રીઓ થઈ. તેની તે પુત્રીઓ ગામના ડુક્કરની જેમ પ્રકૃતિથી ઘણું ખાનારી, કુરૂપ અને જગને વિષે નિંદા પામનારી થઈ. પછી ફરીથી પણ તેની ૧. પલંગ. ૨. સુગંધ. ૩. હરણ સરખા લેનવાળી સ્ત્રી૪. ભૂખ, ૫. ખસ,