________________
નવી આવૃતિની પ્રસ્તાવના
પ્રત્યેક ધર્માં–સસ્કૃતિને તેને આગવા ઇતિહાસ હાય છે, એ ઇતિહાસને ઘડનારા ધીર–વીર–ગ'ભીર અને શાન્ત–ઉદાત્ત મહાપુરુષ! હાય છે અને એ ઇતિહાસપુરુષાના જીવનને જીવંત રીતે વવનારા ગ્રંથા પણ હોય છે. આ ત્રણ તત્ત્વો એ કાઈ પણ સંસ્કૃતિનાં પ્રાણ છે; આમાંનાં એકાદ તત્ત્વની પણ ન્યૂનતા એ સંસ્કૃતિને ઊગતી જ મુરઝાવી દેવા કે આગળ વિકસતી અટકાવવા માટે પૂરતી બની રહે. આજે તે આપણે ત્યાં, પશ્ચિમથી આયાત થયેલી અને વિજ્ઞાનના નામે/એઠાં હેઠળ ફૂલેલીફાલેલી એક ફેશન લગભગ સાČત્રિક ધારણે પ્રવર્તે છે કે ધાર્મિક ગ્રંથામાં લખાયેલી વાતે એ એક જાતનાં ‘મિથ' (Myths) એટલે કે કલ્પિત રૂપી જ છે અને જનસાધારણની આસ્થાના આરાધ્ય દેવ બનેલા મહાપુરુષા પણુ કાઈ સમર્થ કવિની માનસિક કલ્પનાસૃષ્ટિની જ નીપજ છે; અને વસ્તુત: તેવા કાઈ મહાપુરુષા થયા જ છે એમ માનવુ તે અનૈતિહાસિક અને અતિશયેાક્તિભર્યુ છે. પૌરાણિક ધર્મપ્રથામાં જે પાત્રા, તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વગેરે વાંચવા કે સાંભળવા મળે છે. તેમાં ઐતિહાસિક તથ્ય નગણ્ય છે, કલ્પનાસૃષ્ટિ વધુ.
-
જે નરી આંખે દેખાય તેનેા જ સ્વીકાર કરવા’– એવા ચાર્વાકના સામાન્ય સિદ્ધાંતના અનુકરણરૂપ આ બધી આધુનિક ફેશન છે, એમ આના જવાબમાં કહી શકાય. વિજ્ઞાનના યુગ તરીકે ઓળખાતા આ કાળના, પોતાની જાતને વિજ્ઞાનપરસ્ત/વેજ્ઞાનિક ગણાવતા માનવને અને તેના આધુનિક વિજ્ઞાનને, આજે, વધુમાં વધુ સફળતા કયાંય મળી હોય તેા તે એ ક્ષેત્રામાં : ૧. માનવજાતના કલ્યાણના નામે, પ્રચ્છન્ન રીતે, તેણે માનવજાતના નિકદનની તમામ શકયતાઓ સર્જી લીધી છે; અને ૨. સંસ્કૃતિપરસ્ત માનવીના મનમાં ઊંડા મૂળ નાખીને પડેલી તેની ધાર્મિક અને સાંસ્કારિક આસ્થાઓને અને તે આસ્થાની પરિણતિસમાન મુગ્ધતા તથા પવિત્રતાને તેણે લગભગ હચમચાવી-હલબલાવી મૂકી છે. જે આસ્થા ભારતીય માનવનું અને સંસ્કૃતિનું જીવનબળ હતું, તેને જ જાણે કે લૂણા લાગી ગયા છે! એ સિવાય આપણી આર્યાવત્તની સંસ્કારિતાના નવ નિધિ જેવા ગ્રંથાને અને એમાંના ઇતિહાસને ‘મિથ’ કહેવાની હિંમત કેમ ચાલે ?
આ પરિબળેાના પ્રતિકાર અને પ્રતિવાદ કરવાના-પૂરેપૂરી તાકાતથી એ પરિબળા સામે ઝઝૂમવાના અવસર હવે આવી લાગ્યા છે. આ પ્રતિકાર કરવાનું સામર્થ્ય મેળવવાનેા એકમાત્ર અને પ્રબળ શક્તિથાળી સ્રોત છે આસ્થા. જો આપણામાં દૃઢ આસ્થા હાય, તેા આપણી બુદ્ધિ-પ્રખર બુદ્ધિ-મન-નયનને અગેાચર એવા દેશાતીત અને કાલાતીત પદાથેર્યાં, પાત્રો અને પ્રસંગેાની પણ યથાતાને પ્રીછ્યા વિના રહે નહિ. આપણને આપણા પ્રાચીન મહાપુરુષા અને તેમના જીવનની વિવિધ ઘટનાઓના અસ્તિત્વ વિશે, અશે કે સર્વાંશે, શ`કા જાગ્યા કરે છે; તેમાં વિશ્વાસ નથી જામતા, તેનું કારણ આપણામાં રહેલી આસ્થાની કચાશ છે, અને આસ્થા કાચી પડવાનુ કારણ આપણા ચિત્તમાં ઘર કરી ગયેલા કારા -સમજણ કે વિવેક વિહોણા, નાદાન બુદ્ધિવાદ છે. બુદ્ધિવાદે આપણને કેવુ−કેટલું નુકસાન કર્યું છે તે સમજવા માટે અહીં આપણે ગુજરાતી ભાષાના સમકવિ (અને ઊંચા ગજાના ભક્તસાધક) શ્રી મકરંદ દવેનું એક પ્રાસ'ગિક અવતરણ જોઈએ:
“એક બાજુએ ભાગવતની કથામાં રમમાણ રહેતા હજારા ભાવિકા છે તે બીજી બાજુ આને સમયના દુરુપયેાગ ગણનારા બુદ્ધિવાદી વર્ગ પણ છે. તેમને માટે ભાગવત એ માત્ર ‘મિથ' છે;