SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જી. ૩૨૩ સગરરાજાની સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી ચક્રીમુનિના મનરૂપી કુમુદમાં ચંદ્રિકા સમાન અનુશિષ્ટિમય ધર્માં દેશના ધર્મસારથી એવા પ્રભુએ આપી. પ્રથમ પૌરષી પૂર્ણ થઇ, એટલે દેશના સમાપ્ત કરીને તીર્થંકરે ત્યાંથી ઉડી દેવચ્છંદાને અલ કૃત કર્યા. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને મુખ્ય ગણધરે પ્રભુના પ્રભાવથી સર્વસંશયને છંદનારી દેશના સ્વામીની જેમ આપી. બીજી પૌરષી પૂર્ણ થઇ એટલે વરસાદ વરસતા અધ પડે તેમ તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી ત્યાંથી પ્રભુ બીઅે વિહાર કરવાને ચાલી નીકળ્યા અને ભગીરથાદિક રાજાએ તથા દેવતાએ પેાતપેાતાને સ્થાનકે ગયા. સ્વામીની સાથે વિહાર કરતા સગરમુનિ માતૃકાની (સ્વર વ્યંજન) જેમ લીલામાત્રમાં દ્વાદશાંગી ભણ્યા. તે હંમેશાં પ્રમાદરહિત થઇને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ ચારિત્રની માતાઓનું સારી રીતે આરાધન કરતા હતા. હમેશાં ભગવાનના ચરણની સેવાથી ઉત્પન્ન થયેલા હર્ષથી પરિષહના ક્લેશને જરા પણ જાણતા નહેાતા. ત્રણ લોકના ચક્રી તીર્થંકર દેવના હું ભાઈ છુ, વળી હું પણ ચક્રી છું, એવા ગ બીલકુલ ન ધરાવતાં તે બીજા મુનિઓના વિનય કરતા હતા. પાછળથી દીક્ષા ગ્રહણ કર્યા છતાં પણ તપ અને અધ્યયનથી તે રાજર્ષિ ચિરકાળના દીક્ષિત મુનિએથી પણ અધિક થઈ પડયા. અનુક્રમે ઘાતિકના ક્ષયથી દુર્દિનના છેદનથી સૂર્યના પ્રતાપ પ્રગટ થાય તેમ તેમને ઉજજવલ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરભીને પૃથ્વીમાં વિહાર કરતા અજિતનાથસ્વામીને પંચાણુ ગણધરો થયા અને એક લાખ મુનિ, ત્રણ લાખ ને ત્રીશ હજાર સાધ્વી, સાડત્રીશસે ચૌદ પૂર્વાંધારી, એક હજાર ને સાડાચારસો મન:પર્યાયી, ચારાણુશે. અધિજ્ઞાની, બાવીશ હજાર કેવળી, બાર હજાર ને ચારસે વાદી, વીશ હજાર ને ચારસા વૈક્રિયલબ્ધિવાળા, એ લાખ ને અડાણું હજાર શ્રાવક અને પાંચ લાખ ને પીસ્તાળીશ હાર શ્રાવિકા એટલે પરિવાર થયા, દીક્ષાકલ્યાણકથી એક પૂર્વાંગે* ઊણુ એવા લક્ષ પૂ જતાં પેાતાના નિર્વાણ સમય જાણીને પ્રભુ સમેતશિખર પર્વતે આવ્યા. જાણે લેાકાત્રે ચડવાની નીસરણી હેય તેમ તે સ’મેતિશખર ઉપર આરૂઢ થયા. તેમનું ખેતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર શ્રમણેાની સાથે તેમણે પાદાપગમ અનશન કર્યું. તે વખતે એક સાથે સર્વ ઇંદ્રોનાં આસનેા પવને હલાવેલા ઉદ્યાનવૃક્ષની શાખાઓની જેમ કપાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાને પ્રભુના નિર્વાણસમય જાણ્યા; એટલે તેઓ પણ સ ંમેતશિખર પ તે આવ્યા. ત્યાં તેઓએ દેવતાઓ સહિત પ્રભુને પ્રદક્ષિણા કરી અને શિષ્યની જેમ સે કરતા પાસે બેઠા. જ્યારે પાપાપગમ અણુસણના એક માસ પૂર્ણ થયા ત્યારે ચૈત્રશુકલ પ'ચમીને દિવસે ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવ્યે સતે, પર્યં ક આસને રહેલા પ્રભુ બાદરકાયયાગરૂપ રથમાં બેઠા સતા રથને જોડેલા એ અશ્વને કબજે કરે તેમ બાદર મનયોગ અને વચનયાગને રૂંધતા હતા. પછી સૂક્ષ્મકાયયેાગમાં રહીને ભગવંતે દીપકવડે અંધકારના સમૂહતુ. રૂ.ધન કરે તેમ આદરકાયયોગના રાધ કર્યા, અને સૂક્ષ્મકાયયાગમાં જ રહ્યા સતા જ સૂક્ષ્મમનયાગ અને વચનયાગનુ પણ રૂંધન કર્યું અને તે યાગમાં જ સ્થિત રહ્યા સત્તા સૂક્ષ્મક્રિય નામે શુકલધ્યાનના ત્રીજો પાયા પ્રાપ્ત કર્યા. પછી શુકલધ્યાને ચેાથે પાયે માત્ર પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા કાળનું શૈલેશીકરણ કર્યું. ત્યાં અશિષ્ટ કમ ક્ષીણ થયાં અને અનંત ચતુષ્ટય સિદ્ધ થયા, એટલે એ પરમાત્મા પ્રભુ ઋજુગતિએ લેાકાગ્રને પ્રાપ્ત થયા. પ્રભુને કૌમાર અવસ્થામાં અઢાર લક્ષ પૂર્વ ગયા, રાજ્યસ્થિતિમાં એક * પૂર્વાંગ એટલે ૮૪ લાખ વ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy