________________
૧૫ પર્વ ૧ લું
વહન કરી ચલિત થયેલા ઇક્ષુવનના શબ્દોથી જાણે પ્રવાસીઓને ચાનાધિરૂઢ થવાનો સમય સૂગ વતી હોય તેવી લાગે છે. વાદળાંઓ સૂર્યને પ્રચંડ કિરણોથી તપેલા પથ લોકોને ક્ષણવાર છત્રરૂપ થવા લાગ્યા છે. સંઘના સાંઢડાઓ પિતાની કઢથી ભૂમિનું ભેદન કરે તે જાણે સુખયાત્રા કરવા માટે પૃથ્વીનું વિષમપણું ટાળતા હોય તેવા જણાય છે. અગાઉ માર્ષમાં જળના પ્રવાહે ગર્જના કરતા અને પૃથ્વી ઉપર ઉછળતા જોવા માં આવતા હતા, તે આ વખતે વર્ષાઋતુના મેઘની માફક નાશ પામી ગયા છે. ફળ વડે નમ્ર થયેલી વલીઓથી અને પગલે પગલે નિર્મળ જળનાં ઝરણથી માર્ગો પાંથ લોકોને યન સિવાય પાથેયવાળા યેલા છે; અને ઉત્સાહ ભરેલા ચિત્તવાળા ઉદ્યમી લોકો રાજહંસની પેઠે દેશાંતર જવાને ઉતાવળ કરવા લાગ્યા છે.” મંગલ પાઠકના એવા શબ્દો સાંભળીને, “એણે મને પ્રયાણસમય જણ વ્યો એમ વિચારી સાથે વાહે પ્રયાણભેરી વગડાવી. પૃથ્વી અને આકાશના મધ્ય ભાગને પૂરી દેનાર ભેદીનાદથી, ગોપાલના ગોશંગના શબ્દથી જેમ ગાયનો સમૂહ ચાલે તેમ સર્વ સાથે ત્યાંથી ચાલ્યો. ભવ્ય પ્રાણીરૂપી કમળોને બંધ કરવામાં પ્રવીણ મુનિઓથી પરિવૃત્ત આચાર્યો કિરણો વડે પરિવૃત્ત સૂર્યની પેઠે ત્યાંથી વિહાર કર્યો. સર્વ સંઘની રક્ષાને માટે આગળ, પાછળ અને પાર્શ્વ ભાગમાં રક્ષક પુરૂષોને રાખીને સાર્થપતિ ધનશેઠે પ્રયાણ કર્યું. સાથે જ્યારે તે મહાટવી ઉતરી ગયા ત્યારે સાથે પતિની આજ્ઞા લઈ ધર્મ ઘેષ આચાર્ય ત્યાં થી અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. નદીઓનો સમૂહ જેમ સમુદ્રને પ્રાપ્ત થાય તેમ સાર્થ. વાહ પણ નિર્વિધ્રપણે માર્ગનું ઉલ્લંઘન કરી વસંતપુર પહોંચ્યો. ત્યાં થોડા સમયમાં તેણે કેટલાક ઉપસ્કરો વેશ્યા અને કેટલાક નવા ગ્રહણ કર્યા. પછી સમુદ્રથી જેમ મેઘ ભરાય તેમ સર્વત્ર દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતપુરે આવ્યો. કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામ્યો. | મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુષમ નામને આ વતે છે એવા
ત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ અને જબૂવૃક્ષના પૂર્વે ભાગમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયે. તે ક્ષેત્રના યુગલી આ ત્રીજા દિવસને છેડે ભય પદાર્થની ઈચ્છાવાળા, બસે છપ્પન પૃષ્ટ કડકે યુક્ત, ત્રણ કેશના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, અ૯૫ કષાયવાળા, મમતા રહિત અને આયુને અંતે એક વખત જેઓને પ્રસવ થાય છે. એવા હોય છે. તેઓને એક અપત્યનું જોડલું થાય છે, તેને ઓગણપચાસ દિવસ સુધી પાળીને પછી તેઓ મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે, તે ઉત્તર કરક્ષેત્રમાં સ્વભાવથી જ શર્કરા જેવી સ્વાદિષ્ટ રેતી છે, શરદઋતુની ચંદ્રિકા જેવા નિર્મળ જળ છે અને રમણિક ભૂમિઓ છે. તે ક્ષેત્રમાં મદ્યાંગ વગેરે દશ પ્રકારના કલ્પવૃક્ષે છે, જેઓ ચુગલીઆઓને અયને વાંછિત પદાથ આપે છે. તેમાં મદ્યાંગ નામના કલ્પવૃક્ષે મધ આપે છે. ભગગ નામના ક૯પવૃક્ષે પાત્ર આપે છે, તુર્યાગ નામના કઃપવૃક્ષે વિવિધ શબ્દો વડે ઉત્તમ એવા વાજિત્ર આપે છેદીપશિખાંગ અને જ્યોતિકાંગ નામના ક૯૫વૃક્ષો અદભૂત પ્રકાશ આપે છે, ચિત્રાંગ નામના કલ્પવૃક્ષે પુષ્પોની માળાઓ આપે છે, ચિત્રરસ નામના કલ્પવૃક્ષે ભેજન આપે છે, મણંગ નામના કલ્પવૃક્ષે આભૂષણો આપે છે, ગેહાકાર નામના કલ્પવૃક્ષ ઘર આપે છે અને અનગ્ન નામના કલ્પવૃક્ષો દિવ્ય વસ્ત્રો આપે છે. એ કલ્પવૃક્ષ નિયત અને અનિયત બંને પ્રકારના અને આપે છે. ત્યાં બીજા પણ કલ્પવૃક્ષો સર્વ પ્રકારના ઈચ્છિતને આપનારા છે, સર્વ ઈચ્છિત તીર્થને આપનારા કલ્પવૃક્ષો પ્રાપ્ત થવાથી ધનશેઠનો જીવ યુગલી આપણે સ્વગીની જેમ વિષયસુખને અનુભવ કરવા લાગ્યા. ૧. પાંસળીએ.