________________
પર્વ ૨ જુ
૩૧૧
છ માસની પેઠે નિર્ગમન કર્યા. સાતમે દિવસે રાજા ચંદ્રશાળા ઉપર બેસી તે બ્રાહ્મણ પ્રત્યે કહેવા લાગ્યો--“ હે વિપ્ર ! આજે તારાં વચનનો અને જીવિત અવધિ પૂર્ણ થયે; કારણ કે સાતમા દિવસે પ્રલય માટે મેટો સમુદ્ર ઉછળશે એમ તે કહ્યું હતું, તે પણ અદ્યાપિ સુધી તે જળને લેશ પણ જોવામાં આવતો નથી. તે સર્વને પ્રલય કહ્યો હતો તેથી સર્વ તારા વૈરી થયા છે, તેથી જે તારી પ્રતિજ્ઞા ખોટી પડશે તો તે સર્વે તારે નિગ્રહ કરાવવા પ્રયત્ન કરશે; પણ એક જતુમાત્ર એવા તારા નિગ્રહથી મારે શો લાભ થવાનો છે? માટે હજુ પણ તું ચાલ્યા જા. આ વાત તેં ઉન્મત્તપણથી કહી જણાય છે.” પછી રાજાએ પોતાના રક્ષકોને આજ્ઞા કરી કે- “ એ બિચારાને છોડી મૂકે, તે ભલે સુખે ચાલ્યો જાય.” તે વખતે હાસ્યથી જેના હોઠ વ્યાપ્ત થયેલા છે એવા બ્રાહ્મણે કહ્યું – “ મહાત્માઓને સર્વ પ્રાણીઓની ઉપર દયા રાખવી તે યુક્ત છે, પરંતુ હે રાજન ! જ્યાં સુધી તે વખતે કરેલી મારી પ્રતિજ્ઞા ટી થઈ નથી ત્યાં સુધી હજુ હું દયાપાત્ર નથી; પણ જ્યારે પ્રતિજ્ઞા વ્યર્થ થાય ત્યારે તમે મારો વધ કરવાને સમર્થ છે અને તે વખતે વધને ગ્ય થયેલા મને તમે છોડી મૂકો ત્યારે તમે દયાળુ કહેવાઓ મને તમે છોડી મૂક્યું છે તે પણ હું જઈશ નહી. પકડાયેલાની જેમ જ રહીશ. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં થોડી જ વાર છે. ક્ષણમાત્ર ધીરજ રાખો અને અહીં જ બેઠા બેઠા યમરાજના અગ્ર સૈનિકની જેવા ઉછળેલા સમુદ્રના કલેલને જુઓ. આ તમારી સભાના નૈમિત્તિકોને ક્ષણવાર સાક્ષી કરે; કારણ કે ક્ષણ પછી હું, તમે અને તેઓ કોઈ રહેવાના નથી.” એમ કહીને તે વિપ્ર મૌન રહ્યો.
તેવામાં ક્ષણવાર થઈ એટલે મૃત્યુની ગર્જનાની જે કઈ અવ્યક્ત શબ્દ સાંભળવામાં આવ્યા. અકસમાતું થયેલો તે પીડાકારી વનિ સાંભળીને વનના મૃગની જેમ સર્વે ઊંચા કાન કરીને રહ્યા. તે વખતે કાંઈક ગ્રીવાને ઊંચી કરી, કાંઈક આસનથી ઉઠી અને કાંઈક હેઠને વાંકા કરી તે બ્રાહ્મણ આ પ્રમાણે કહેવા લાગ્ય-“હે રાજન્ ! આકાશ અને પૃથ્વીને પૂરતો આ સાગરનો ધ્વનિ તમે સાંભળે. તે તમારા પ્રસ્થાનને સૂચવનારા ભંભાધ્વનિ જેવે છે, જેના અંશમાત્ર જળને ગ્રહણ કરીને પુષ્પરાવર્તાદિક મેઘ સર્વ પૃથ્વીને ડુબાવી દે છે, તે સમુદ્ર પોતે મર્યાદા છોડીને અવાર્ય થઈને આ પૃથ્વીને ડુબાવતે આવે છે તે જુઓ. આ સમુદ્ર ખાડાને ભરી દે છે, વૃક્ષોને મથે છે, સ્થળીને આચ્છાદન કરે છે અને પર્વતોને ઢાંકી દે છે. અહો ! તે ઘણે દુર્વાર છે. પવન લાગતો હોય તો તેનો ઉપાય ઘરમાં બેસી જવું તે છે અને અગ્નિને બુઝાવવાને ઉપાય જળ છે, પણ ચલિત થયેલા સમુદ્રને રોકવાને કઈ ઉપાય નથી.” બ્રાહ્મણ એમ કહે છે તેટલામાં જોતજોતામાં મૃગતૃષ્ણાના જળની જેમ દૂરથી ચિતરફ વ્યાપ્ત થતું જળ પ્રગટ થયું. “કસાઈ જેમ વિશ્વાસીને સંહાર કરે તેમ સમુદ્ર વિશ્વને સંહાર કર્યો” એમ હાહાકારપૂર્વક આક્રોશ ચક્ત બોલતા સવ ઊંચું મુખ કરીને જોવા લાગ્યા. પછી રાજાની પાસે આવી આંગળીએ બતાવતે તે વિપ્ર “ આ ડૂબી ગયું, આ ડૂબી ગયું” એમ કૂરની જેમ કહેવા લાગ્યો. “અહો જુઓ ! આ અંધકારની જેમ સમુદ્રના જળથી શિખરપર્યત પર્વતો ઢંકાઈ જાય છે. આ સર્વ વન જાણે જળે ઉખેડી નાખ્યાં હોય તેવાં જણાય છે અને તેથી સર્વ ઝાડે પાણીમાં અનેક પ્રકારનાં મત્સ્યોની જેમ તરતાં જણાય છે. હમણાં જ આ સમુદ્ર પોતાના જળથી ગામડાં, ખાણ અને નગર વિગેરેને પ્રલય કરે છે. અહો ! ભવિતવ્યતાને ધિક્કાર છે ! પિથુન પુરુષો જેમ સદ્દગુણને ઢાંકી દે તેમ ઉછુંખલ સમુદ્રના જળે નગરનાં બહારનાં