________________
૩૦૬
સગ ૬ ઠે દૌર્ય, લજજા અને વિવેકને છોડી દઈને રાણીઓની જેમ શેકવિધુર થઈને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા.-“હે કુમારો ! તમે ક્યાં છે ? હવે તમે વિહારથી નિવૃત્ત થાઓ. તમારે રાજ્યને અવસર છે અને સગરને વ્રત લેવાને અવસર છે. આ બ્રાહ્મણે સત્ય કહ્યું છે કે બીજા કોઈ તમને કહેતા નથી કે ચારની જેમ છળ જાણનાર દૈવથી તમે લૂંટાયા છો. અરે દેવ ! તું ક્યાં છે ? અને રે અધમ નાગ જવલનપ્રભ ! તું ક્યાં છે ? આવું અક્ષત્ર આચરણ કરીને તું કયાં જઈશ ? હે સેનાપત્ર ! તારા ભુજ પરાક્રમની પ્રચંડતા કયાં ગઈ? હે પુહિતરત્ન ! તારું ક્ષેમંકરપણું કયાં ગયું ? હે વર્લંકિ ! તારી દુર્ગરચનાની કુશળતા શું ગળી ગઈ? હે ગૃહિરત્ન ! તારી સંજીવની ઔષધિઓ શું કઈ જગ્યાએ ભૂલી ગયો ? હે ગજરત્ન ! તને તે વખતે શું ગજનિમીલિકા થઈ હતી ? હે અથરત્ન ! તને તે વખતે શું શૂળ આવ્યું હતું ? હે ચક્ર, દંડ અને ખડ્રગ ! તે વખતે તમે શું સંતાઈ ગયા હતા ? હે મણિ ને કાકિણીરત્ન ! તમે પણ શું તે વખતે દિવસના ચંદ્રની જેમ પ્રભા રહિત થઈ ગયા હતા ? હે છત્રરત્ન અને ચર્મરત્ન ! તમે શું વાજિંત્રના પડની જેમ ફૂટી ગયા હતા ? હે નવ નિધિઓ ! તમને શું આ પૃથ્વીએ ગળી લીધા હતા ? અરે ! તમારા સર્વના વિશ્વાસથી નિઃશંક રમતા આ કુમારનું તમોએ અધમ નાગથી કેમ રક્ષણ ન કર્યું ? અથવા સર્વ વિનાશ પછી હવે હું શું કરું ? કદાપિ એ જવલનપ્રભને ગોત્ર સહિત હણું તો પણ મારા પુત્રે તે નહીં જીવે ! ઋષભસ્વામીના વંશમાં કોઈ પણ આવી રીતે મૃત્યુ પામ્યા નથી. હે વત્સ ! આ લજજાકારી મૃત્યુને તમે કેમ પ્રાપ્ત થયા ? મારા સર્વ પૂર્વજે પૂર્ણ આયુષ્ય પ્રમાણે જીવનારા હતા, તેઓ-દીક્ષા ગ્રહણ કરતા અને સ્વર્ગ તથા મોક્ષને પામતા હતા. હે પુત્રે ! અરણ્યમાં ઉગેલાં વૃક્ષોના દેહદ પૂરા ન થાય તેમ તમારી સ્વેચ્છાવિહારની ઈચ્છા પણ અદ્યાપિ પૂરી થઈ નથી. ઉદયને માટે થયેલે પૂર્ણ ચંદ્ર દૈવયોગે રાહુ ગ્રસ્ત થયે, ફલિભૂત થયેલું વૃક્ષ હાથીએ ભાંગી નાખ્યું, કાંઠે આવેલું વહાણ તટના પર્વતે ભાંગી નાખ્યું, ચડી આવેલ નવે મેઘ પવને વિશીર્ણ કરી દીધે, પાકેલું ડાંગરનું વન દાવાનળથી બળી ગયું તેમ ધર્મ, અર્થ અને કામને યોગ્ય એવા તમે હણાઈ ગયા. હે પુત્રા ! કૃપણ એવા ધનાઢયને ઘેર આવેલા વનપાળની જેમ મારે ઘેર આવેલા તમે અકૃતાર્થ અવસ્થામાં જ ચાલ્યા ગયા, એ કેવી દિલગીરીની વાત ! હે પુત્ર ! આજે મારે તમારા વિના ઉદ્યાનાદિ વિના ચંદ્રિકાની જેમ ચક્રાદિ રત્નની અને નવ નિધિઓની શી જરૂર છે ? પ્રાણથી પ્યારા પુત્રો વિના મારે આ ષટૂખંડ ભરતક્ષેત્રના રાજ્યવડે પણ શું ?”
આવી રીતે વિલાપ કરતા સગરરાજાને ફરીથી તે શ્રાવક બ્રાહ્મણે બંધ કરવાને માટે અમૃત જેવી મધુરવાણીથી કહ્યું—“ હે રાજન્ ! પૃથ્વીના રક્ષણની જેમ તમારા વંશમાં પ્રબંધ (જ્ઞાન) પણ મુખ્ય અધિકારને પામે છે, તેથી બીજાઓએ તમને બોધ કરે તે વ્યર્થ છે. જગતની મોહનિદ્રાનો નાશ કરવાને સૂર્ય સમાન શ્રી અજિતપ્રભુ જેના ભ્રાતા છે તેને બીજાથી બોધ મળે તે શું લજજા પામવા જેવું નથી ? “આ સંસાર અસાર છે એમ બીજાને જણાય છે તે તમે જે જન્મથી માંડીને સર્વજ્ઞના સેવક છે. તેણે તે અવશ્ય જાણવું જ જોઈએ. હે રાજા ! પિતા, માતા, જાયા, પુત્ર અને મિત્ર એ સર્વ આ સંસારના સ્વપ્ન જેવું છે. જે સવારે દેખાય છે તે મધ્યાહૂને નથી દેખાતું, અને જે મધ્યાહૂને દેખાય છે તે રાત્રિએ નથી દેખાતું, એમ આ સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે. તમે પોતે જ તત્ત્વવેત્તા છે. તેથી દર્યને ધારણ કરે, કારણ કે વિશ્વને સૂર્ય પ્રકાશિત કરે છે;