________________
૨૯૮
સર્ગ ૫ મે
કાળે આ પાછી રજથી પૂરાઈ પણ જાય, કારણ કે કાળે કરીને મોટા ખાડા હોય છે તે પણ સ્થળરૂપ થઈ જાય છે, માટે આ ખાઈ ઘણાં જળથી અવશ્ય પૂરવી જોઈએ, પણ ઊંચા તરંગવાળી ગંગા વિના તે કામ પાર પડી શકશે નહીં.” આ પ્રમાણે સાંભળીને તમે કહો છે તે ઘણું સારું છે એમ તેના ભાઈઓએ કહ્યું એટલે જçએ જાણે બીજે યમદંડ હોય તેવું દંડરત્ન હાથમાં લીધુ. તે દંડરનવડે ગંગાના કાંઠાને ઈંદ્ર જેમ પર્વતના શિખરને તેડે તેમ તેડી નાખે. દડે કાંઠે તેડવાથી તે રસ્તે ગંગા ચાલી, કારણ કે સરલ પુરુષની જેમ જળ જ્યાં લઈ જઈએ ત્યાં જાય છે, તે વખતે ગંગાનદી પિતાના ઉછળતા મોટા તરંગોથી જાણે તેણે પર્વતના શિખરે ઊંચા કર્યા હોય તેવી જણાતી હતી અને તટ ઉપર અફળાતા પાણીથી ઉત્પન્ન થતા શબ્દો વડે જાણે જોરથી વાજિંત્રો વગાડતી હોય તેવી દેખાતી હતી. એવી રીતે પોતાના જળના વેગથી દંડે કરેલા પૃથ્વીના ભેદને બમણો પહોળો કરતી ગંગા સમુદ્રની જેમ અષ્ટાપદ ગિરિની ફરતી કરેલી ખાઈ પાસે આવી એટલે હજાર જન ઊંડી અને પાતાળની જેવી ભયંકર તે પરિખાને પૂરવાને તેઓ પ્રવર્યા. જહુએ અષ્ટાપદ પર્વતની ખાઈ પૂરવાને ગંગાને ખેંચી, તેથી તેનું નામ જાન્હવી કહેવાયું. ઘણું જળથી તે પરિખા પૂરાઈ ગયા પછી વધેલું જળ ધારાયંત્રની જેમ નાગકુમારનાં સ્થાનમાં પેઠું. રાફડાની જેમ નાગકુમારનાં મંદિરે જળથી પૂરાઈ ગયાં. એટલે દરેક દિશામાં કુંફાડા મારતા નાગકુમારે આકુળવ્યાકુળ થઈ ત્રાસ પામવા લાગ્યા નાગલેકના ક્ષોભથી સર્પરાજ વલનપ્રભ અંકુશે મારેલા હાથીની જેમ ભયંકર આકૃતિપૂર્વક કોપાયમાન થયા અને બે-“એ સગરના પુત્ર પિતાના વૈભવથી દુર્મદ થયેલા છે, તેથી તેઓ સામને યેગ્ય નથી; પણ ગધેડાની જેમ દંડને જ યોગ્ય છે. અમારા ભુવનેને નાશ કરવાને એક અપરાધ મેં સહન કર્યો અને શિક્ષા ન કરી તે ફરીથી તેમણે આ અપરાધ કર્યો; માટે હવે ચે૨ લે કને જેમ આરક્ષક પુરુષ શિક્ષા કરે તેમ હું તેમને શિક્ષા કરું.” આ પ્રમાણે ઘણા કપના આટાપથી ભયંકર રીતે બોલતો, અકાળે કાળાગ્નિની જેમ ઘણી દીપ્તિથી દારુણ દેખાતે અને વડવાનલ જેમ સમુદ્રને શેષણ કરવા ઈચછે તેમ જગતને બાળવાની ઈચ્છા કરતા તે પૃથ્વીમાંથી બહાર નીકળે; અને વજનળની જેમ ઊંચી જવાળાવાળો તે નાગર જ નાગકુમારેની સાથે વેગથી રસાતળમાંથી નીકળીને ત્યાં આવ્યું. પછી દષ્ટિવિષ સર્પને રાજાએ તત્કાળ કોપાયમાન દષ્ટિવડે સગરપુત્રોને જેયા, એટલે તત્કાળ ઘાસના પુળાની જેમ અગ્નિથી તે સર્વે ભસ્મરાશિ થઈ ગયા. તે વખતે લોકોમાં આકાશ અને પૃથ્વીને પૂરી દે એ એક મોટો હાહાકાર શબ્દ થયો, કારણ કે સાપરાધી માણસને નિગ્રહ પણ લોકોને તો અનુકંપાને માટે જ થાય છે. આ પ્રમાણે નાગરાજ સગરચકીના સાઠ હજાર પુત્રોને મૃત્યુ પમાડી સાયંકાળે સૂર્યની જેમ નાગલક સહિત પાછો રસાતળમાં ચાલ્યા ગયે.
图恩※※
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिशष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि सगरपुत्रनिधनो
નામ પંચઃ સઃ | ૫ | ૌSa$88288888888,32588E3%83989થ્વ