SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું ૨૯૫ હતા, વાજિંત્રના અવાજથી સર્વ દિશાઓને બહેરી કરી મૂકતા હતા, ઘણી ઊડેલી પૃથ્વીની રજથી સર્વ દિશાઓને આંધળી કરી મૂકતા હતા, વિચિત્ર ઉદ્યાન માં જાણે ઉદ્યાનદેવતા હોય, પર્વતના શિખરની ઉપર જાણે મનોહર પર્વતના અધિષ્ઠાયક દેવતા હોય અને નદીએના કિનારા ઉપર જણે નદીપુત્રો હોય તેમ સ્વચ્છાએ ક્રીડા કરતા તેઓ આ ભરતભૂમિમાં સર્વ ઠેકાણે ભમવા લાગ્યા. ગામડાં, ખાણ, નગર, દ્રોણમુખ અને ખેડુલોકોના નેહડામાં પણ તેઓ વિદ્યાધરની પેઠે જિનપૂજા કરતા હતા. ઘણે ભાગ ભોગવતા, ઘણું ધન આપતા, મિત્રજનને ખુશી કરતા, શત્રુઓનો નાશ કરતા, રસ્તામાં નિશાન પાડવામાં પોતાનું કુશળપણું બતાવવા ભમતા અને પડતા શસ્ત્રો પકડી લેવામાં નિપુણતા દેખાડતા અને શસ્ત્રાશાસ્ત્રીની વિચિત્ર પ્રકારની કથાઓ તથા મશ્કરીની કથાઓ વાહન ઉપર બેસી પિતાના સરખી વયના રાજાઓની સાથે કરતા તેઓ, અનુક્રમે જેના જેવા માત્રથી ક્ષુધા ને તૃષા મટી જાય તેવી ઔષધિવાળા અને પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા. તે અષ્ટાપદ પર્વત મોટા સરોવરથી જાણે દેવતાના અમૃતરસને ભંડાર હોય તેવો જણાત હતા, ગાઢ અને પીળા વૃક્ષેથી જાણે શ્યામરંગી સંધ્યાના વાદળાવાળો હોય તે લાગતું હતું, પડખે રહેલા સમુદ્રથી જાણે મોટી પાંખોવાળ હોય તેવું જણાતો હતો, નિર્ઝરણામાંથી ઝરતા જળપ્રવાહથી જાણે તેની ઉપર પતાકાના ચિહ્ન હોય તેવું જણાત હતી, તેની ઉપર વિદ્યાધરનો વિલાસગૃહ હોવાથી જાણે નવીન વિતાઢય પવત હોય તે જણાતું હતું; હર્ષ પામેલા મયૂરના મધુર સ્વરથી જાણે ગાયન કરતો હોય તેમ દેખાતો હતે, જાણે પૂતળીઓવાળું ચૈત્ય હોય તેમ તેની ઉપર અનેક વિદ્યાધરીઓ રહેતી હતી, ચારે બાજુ પડેલાં રત્નોથી જાણે રત્ન-મણિઓથી બનેલો પૃથ્વીને મુગટ હોય તેવો તે જણાતું હતું અને ત્યાંના ચિત્યને વંદના કરવાની ઈચ્છાથી હમેશાં આવતાં ચારણશ્રમણદિકથી તે પર્વત નંદીશ્વરદ્વીપ જે જણાત હતો. આ નિત્ય ઉત્સવવાળો સ્ફટિક રનમય પર્વત જોઈને તે કુમાએ સુબુદ્ધિ વિગેરે પિતાના અમાત્યને પૂછ્યું-વૈમાનિક દેવના સ્વર્ગમાં રહેલા કીડાપર્વતમાંથી જાણે એક અહીં પૃથ્વી ઉપર ઉતર્યો હોય એ આ કર્યો પર્વત છે? અને તેની ઉપર આકાશ સુધી ઊંચું તથા હિમાલય પર્વત પર રહેલ શાશ્વત ચૈત્ય જેવું આ ચૈત્ય છે તે કોણે કરાવેલું છે?” મંત્રીઓએ કહ્યું--“પૂર્વે ઋષભ પ્રભુ પ્રથમ તીર્થંકર ભગવંત થઈ ગયા છે, જે તમારા વશના અને આ ભારતમાં ધર્મતીર્થના આદિકર્તા થયા છે, તેના પુત્ર ભરત નવાણું ભાઈએથી મોટા અને ષખંડ ભરતક્ષેત્રને પિતાની આજ્ઞા માં પ્રવર્તાવનાર હતા. ઈકને જેમ મેરુપર્વત તેમ તે ચક્રીને આ અષ્ટાપદ નામે ક્રીડાગિરિ અનેક આશ્ચર્યના સ્થાનભૂત છે. આ પર્વતની ઉપર શ્રી ઋષભદેવ ભગવાન્ દશ હજાર સાધુઓની સાથે અવ્યયપદને પામેલા છે. ઋષભસ્વામીના નિર્વાણ પછી ભરતરાજાએ અહીં રત્નમય પાષાણથી સિંહનિષદ્યા નામે ચિત્ય કરાવેલું છે, તેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થંકરનાં બિંબે નિર્દોષ રત્નોથી પોતપોતાના દેહના પ્રમાણ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલાં છે. તે સર્વે બિંબની પ્રતિષ્ઠા આ ચિત્યમાં તે ભરતચક્રીએ ચારણમુનિઓની પાસે કરાવેલી છે અને તેમણે પિતાના બાહુબલિ વિગેરે નવાણુ બંધુઓનાં પગલાં અને મૂત્તિઓ પણ કરાવી છે. અહીં સમવસરેલા શ્રી ઋષભસ્વામીએ ભવિષ્યમાં થનારા તીર્થકર, ચક્રવત્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળરામનું તેની પાસે વર્ણન કર્યું હતું. આ પર્વતની તરફ ભરતચક્રીએ આઠ આઠ પગથિયાં કરાવેલાં છે, તેથી તે અષ્ટાપદગિરિ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy