SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થા જેમ તે ગુફામાં બન્ને તરફ કાકિણીરત્નથી મંડળ કર્યાં અને પૂર્વની જેમ પાળ બાંધીને ઉન્મગ્રા અને નિમન્ના નદી ઉતર્યાં. ગુફાની મધ્યમાંથી સગર રાજા પેાતાની મેળે ઉઘડેલા તે ગુફાના દક્ષિણ દ્વારમાંથી નદીના પ્રવાહની જેમ નીકળ્યા. ૨૮૮ પછી ગગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણી નાખી, ત્યાં નવ નિધાનની ધારણા કરીને અઠ્ઠમતપ કર્યું. તપને અંતે નૈસર્પ, પાંડુ, પિંગળ, સરત્નક, મહાપદ્મ, કાળ, મહાકાળ, માણવ અને શંખ એ નવ નિધિ સગરચક્રી સમીપે પ્રગટ થયા. તે પ્રત્યેક નિધિના હજાર હજાર દેવતાએ સાનિધ્યકારી હોય છે. તેઓએ ચક્રીને કહ્યુ-“ હે મહાભાગ! અમે ગ`ગાના મુખ સમીપે માગધતી માં રહીએ છીએ, ત્યાંથી તમારા ભાગ્યથી તમને વશ થઇને તમારી પાસે આવ્યા છીએ. હવે ઇચ્છા પ્રમાણે હંમેશાં અમારા ઉપભાગ કરો અથવા આપી દ્યો. કદાપિ ક્ષીરસમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામશુ' નહીં. હે દેવ ! તમારા સેવકાની જેવા નવ હજાર યક્ષાએ રક્ષણ કરેલા, આઠ ચક્ર ઉપર રહેલા, ખાર ાજનના વિસ્તારવાળા અને નવ ચાજનની પહેાળાઇવાળા અમે પૃથ્વીની અંદર તમારા પારિપાક થઇને ચાલશુ'. ” તેમની વાણી સ્વીકારીને રાજાએ પારણુ કર્યું અને આતિથેયની જેમ તેમના અષ્ટાહ્નિક ઉત્સવ કર્યાં. સગર રાજાની આજ્ઞાથી સેનાપતિએ ગંગા નદીની પૂર્વ દિશાએ રહેલુ બીજી નિષ્કૃટ પણ એક ખેડાની જેમ સાધ્યું. ગંગા અને સિ' નદીની બંને બાજીના મળીને ચાર નિષ્કંટોથી અને તેના મધ્યમાં રહેલા એ ખ`ડથી આ ષટ્ખંડ ભરતક્ષેત્ર કહેવાય છે. તેને સગરચક્રીએ ખત્રીશ હજાર વર્ષે સુખે સાધ્યું. ગરહિત એવા શિતવંત પુરુષોની પ્રવૃત્તિ લીલાપૂર્વક જ થાય છે, ܕܕ મહારાજા ચક્રવત્તી ચૌદ મહારત્નના સ્વામી હતા, નવ નિધિએના ઈશ્વર હતા, ખત્રીશ હજાર રાજાએ તેમની સેવા કરતા હતા, ખત્રીશ હજાર રાજપુત્રી તથા ખત્રીશ હજાર દેશની બીજી ખત્રીશ હજાર સ્ત્રીએ-કુલ ચાસઠ હજાર સ્ત્રીઓએ યુક્ત હતા, બત્રીશ હજાર દેશના સ્વામી હતા, ખેતેર હજાર મોટા નગરા ઉપર સત્તા ધરાવતા હતા, નવાણું હજાર ણમુખના અધિપતિ હતા, અડતાળીશ હજાર પત્તનેાના ઉપરી હતા, ચાવીશ હજાર કર્મટ અને મડડંબના અધિપતિ હતા, ચૌદ હજાર સ`બાધના સ્વામી હતા, સેાળ હજાર ખેટકોના રક્ષક હતા, એકવીશ હજાર આકરના નિયંતા હતા, આગણપચાસ કુરાજ્યાના નાયક હતા, છપ્પન અંતરાઇક (દ્વીપેા)ના પાલક હતા, છન્નુ ક્રોડ ગામાના સ્વામી હતા, છન્નુ ક્રોડ પાયદળથી પરિવારિત હતા અને ચારાશી-ચારાશી લાખ હાથી, ઘેાડા અને રથાથી પૃથ્વીમ’ડળને આચ્છાદિત કરતા હતા. એવી રીતે માટી ઋદ્ધિએ પૂર્ણ ચક્રવતી ચક્રરત્નને અનુસરીને દ્વીપાંતરથી વહાણુ પાછું વળે તેમ પાછા વળ્યા. ખીજના ચંદ્રની જેમ ગ્રામપતિ, દુપાળ અને મડળેશેા રસ્તામાં તેમની ઉચિત રીતે ભક્તિ કરતા હતા, વધામણી દેનારા પુરુષોની જેમ આકાશમાં આગળ પ્રસરતી રેણુ તેમનું આગમન દૂરથી જ કહેતી હતી, જાણે સ્પર્ધાથી પ્રસરતા હોય તેવા ઘેાડાના ખાંખા રાથી, હાથીઓની ગર્જનાથી, બદીઓના ઘાષથી અને વાજિત્રાના અવાજોથી દિશાઓને બહેરી કરતા હતા. એવી રીતે હંમેશાં એક એક ચેાજન પ્રયાણ કરતા સુખે સુખે ચાલતા સગર રાજા પ્રીતિવાળી સ્ત્રીની પાસે આવે તેમ પેાતાની વિનીતાનગરી સમીપ આવી પહેાંચ્યા. પરાક્રમમાં પર્યંત સમાન રાજાએ વિનીતાનગરીની પાસે સમુદ્ર જેવા પડાવ નાખ્યા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy