________________
ર૭૩
પર્વ ૨ જુ મળેલા સર્વ અર્થોએ મનહર એવા સુખરૂપ અમૃતને નિવિને ભોગવતાં પોતાના ચાલ્યા જતા જન્મને જાણતા પણ નથી. એવા દિવ્ય ભોગને અવસાને ત્યાંથી ચાવીને તેઓ ઉત્તમ શરીર બાંધી મનુષ્યલોકમાં અવતરે છે. મનુષ્યપણુમાં પણ દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ અખંડિત મને રથવાળા તેઓ નિત્ય ઉત્સવથી મનને આનંદ આપનારા વિવિધ પ્રકારના ભેગ ભોગવે છે. પછી વિવેકને આશ્રય કરી, સર્વ ભેગથી વિરામ પામી શુભ ધ્યાનવડે સર્વ કર્મને નાશ કરીને અવ્યયપદ પામે છે.”
એવી રીતે સર્વ જીવોના હિતકારી શ્રી અજિતનાથ પ્રભુએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમુદીરૂપ ધર્મદેશના દીધી. સ્વામીની દેશના સાંભળી હજારે નર તથા નારીઓએ પ્રતિબંધ પામી મોક્ષની માતારૂપ દીક્ષા ગ્રહણ કરી.
તે વખતે સગરચક્રના પિતા સુમિત્ર કે જે અગાઉ ભાવતિ થઈને રહ્યા હતા તેમણે સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતનાથ સ્વામીએ ગણધર નામકર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વિગેરે પંચાણું મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓને અનુસાર જેમ ચિત્ર ચિત્રે તેમ તે ત્રિપદીને અનુસાર ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી ઇદ્ર પિતાને સ્થાનકેથી ઉઠી ચૂર્ણથી પૂર્ણ એવો થાળ હાથમાં લઈ દેવતાઓના સમૂહથી પરિવૃત થઈને સ્વામીના ચરણકમળ પાસે આવી ઊભા રહ્યા. પછી જગત્પતિ અજિતસ્વામીએ ઊભા થઈ તેમના (ગણધરના) મસ્તક ઉપર ચૂર્ણ (વાસક્ષેપ) નાંખી અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી અનુયેગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યએ અને સ્ત્રીઓએ દુંદુભિના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાંખે. પછી ગણધર પણ અંજલિના સંપુટ જોડી અમૃતનાં નિર્ઝરણાં જેવી પ્રભુની વાણી સાંભળવાને તત્પર થઈ રહ્યા; એટલે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસીને પ્રભુએ તેઓને અનુશિષ્ટ (શિખામણ) મય દેશના આપી. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે ભગવાને ધર્મદેશના સમાપ્ત કરી. તે વખત સગર રાજાએ કરાવે વિશાળ થાળમાં રાખેલ ચાર પ્રસ્થ પ્રમાણ બલિ પૂર્વ દ્વારથી સમવસરણમાં લાવવામાં આવ્યું.
તે બલિ શુદ્ધ અને પદ્મના જેવી સુંગધી શાળાને બનાવેલો હતો, દેવતાઓએ તેમાં નાંખેલી ગંધમુષ્ટિઓથી તેની ખુશબે બહેકી રહી હતી, શ્રેષ્ઠ પુરુષોએ તે ઉપાડેલે હતે, સાથે ચાલતી ઉદ્દામ દુંદુભિએના વનિથી સર્વ દિશાઓનાં મુખ ગાજી રહ્યાં હતાં, ગીત ગાતી ગાતી સ્ત્રીઓ તેઓ પછવાડે ચાલતી હતી અને ભ્રમરાઓથી જેમ પઘકેશ વીંટાઈ રહે તેમ તેની તરફ નગરના લેક ફરી વળેલા હતા. પછી તે સર્વ જનોએ પ્રભુની પ્રદક્ષિણા કરીને, દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિને અનુસરતી રીતે તે બલિ પ્રભુની આગળ ઉછાળ્યું. તેમાંથી અદ્ધભાગ આકાશમાંથી પડતાં જ અદ્ધરથી દેવતાઓએ લઈ લીધે, પૃથ્વી ઉપર પડેલામાંથી અદ્ધભાગ સગરરાજાએ લીધે અને બાકીને બીજા લોકોએ ગ્રહણ કર્યો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રોગો નાશ પામે છે અને છે માસ સુધી નવીન રોગ ઉત્પન્ન થતા નથી.
મોક્ષમાર્ગના અગ્રેસર પ્રભુ પછી સિંહાસનથી ઊઠી ઉત્તરદ્વારના માર્ગથી નીકળ્યા અને મધ્ય ગઢના અંતરમાં ઈશાનદિશામાં રચેલા દેવછંદ ઉપર તેમણે વિશ્રામ લીધે.
૩૫