SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ ર૭૧ તેમની તુલ્ય આકૃતિવાળા છે, તેમાં દક્ષિણાદ્ધમાં સનકુમાર દેવલેક છે અને ઉત્તરાદ્ધમાં માહેદ્ર દેવલોક છે; લેકપુરુષની કોણવાળા ભાગમાં અને ઊર્ધ્વ લેકના મધ્યભાગમાં બ્રહ્મ દેવલોક છે તેને સ્વામી બ્રૉદ્ર છે. તે દેવકના પ્રાંત ભાગમાં સારસ્વત, આદિત્ય, અગ્નિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મત્ અને રિષ્ટ એ નવ જાતિના લોકાંતિક દેવતાઓ છે. તેની ઉપર લાંતક કલ્પ છે, ત્યાં તે જ નામને ઈદ્ર છે. તેની ઉપર મહાશુક્ર દેવલેક છે, ત્યાં પણ તે જ નામનો ઈદ્ર છે. તેની ઉપર સહસ્ત્રાર દેવલેક છે, ત્યાં પણ તે નામને જ ઈદ્ર છે. તેની ઉપર સૌધર્મ અને ઈશાન દેવલેક જેવી આકૃતિવાળા આનત અને પ્રાણત દેવલેક છે; તેમાં પ્રાણત કપમાં રહેનાર પ્રાણુત નામે ઈદ્ર તે બન્ને દેવકને સ્વામી છે. તેની ઉપર તેવી જે આકૃતિવાળા આરણ અને દેવલોકનો સ્વામી છે. રૈવેયકમાં અશ્રુત દેવલોકમાં રહેનાર અશ્રુત નામે ઈદ્ર તે બંને અશ્રુત નામે બે દેવલેક છે. અને અનત્તરોમાં અહમિદ્ર દેવને છે. પહેલા બે ક ઘોદધિને આધારે રહેલા છે અને તે પછીના ત્રણ કલ્પ વાયુને આધારે સ્થિતિ કરીને રહેલા છે. તે પછીના ત્રણ દેવક ઘનોદધિ અને ઘનવાતને આધારે રહેલા છે અને તેની ઉપર સર્વે દેવલેક આકાશને આધારે છે. તેમાં ઈક, સામાનિક, ત્ર.યક્સિંશ, પાર્ષધ, અંગરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ. આભિગિક અને કિલિવષિક એ દશ પ્રકારના દેવતાઓ રહેલા છે, સામાનિક વિગેરે સર્વ દેવતાઓના જે અધિપતિ તે ઈદ્ર કહેવાય છે, ઈદ્રની જેવી ઋદ્ધિવાળા પણ ઈદ્રપણે વરિત તે સામાનિક દેવતા કહેવાય છે, જે ઈદ્રના મંત્રી અને પુરોહિત જેવા છે તે ત્રાયસિંશ દેવતા કહેવાય છે, જે ઈદ્રના મિત્ર સરખા છે તે પાર્ષદ્ય દેવતા કહેવાય છે, ઈદ્રના આત્માની રક્ષા કરવાવાળા તે આત્મરક્ષક દેવતા કહેવાય છે. દેવલેકની રક્ષા કરવાને અર્થે રક્ષક થઈને ફરનાર તે લોકપાલ કહેવાય છે, તેના સમાન તે અનીક દેવતા કહેવાય છે, પ્રજાવર્ગની જેવા તે પ્રકીર્ણ દેવતા કહેવાય છે, સેવક સરખા છે તે આભિગ્ય દેવતા કહેવાય છે અને ચંડાળ જાતિની જેવા જે છે તે કિલિવષ દેવતા કહેવાય છે. જ્યોતિષ્ક અને વ્યંતરદેવોમાં ત્રાયશ્ચિંશ દેવ અને લેકપાલ નથી.” સૌધર્મકલ્પમાં બત્રીસ લાખ વિમાન છે, ઈશાન દેવલોકમાં અઠવાવીશ લાખ છે, સનકુમારમાં બાર લાખ છે, માહેદ્રમાં આઠ લાખ છે, બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ છે, લાંત, દેવલોકમાં પચાશ હાર છે, શક્ર દેવલોકમાં ચાળીશ હજાર છે, સહસા૨ દેવલોકમાં છ હજાર છે, નવમા દશમા દેવલોકમાં મળીને ચાર સો અને આ રણ તથા અષ્ણુત દેવલોકમાં મળીને ત્રણ સો વિમાન છે. આદ્ય ત્રણ પ્રવેયકમાં એક સે અગિયાર વિમાન છે, મધ્યના ત્રણ રૈવેયકમાં એક સે સાત વિમાને છે અને છેલ્લા ત્રણ વેયકમાં એક સ વિમાને છે. અનુત્તર વિમાને પાંચ જ છે. એવી રીતે એકંદર ચોરાશી લાખ, સત્તાણું હજાર ને ત્રેવીશ વિમાને છે. અનુત્તર વિમાનોમાંહેના ચાર વિજયાદિક વિમાનમાં દ્વિચરિમ દેવતા છે અને પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકચરિમ દેવતા છે. આ સૌધર્મકલ્પથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવતાઓ સ્થિતિ, કાંતિ, પ્રભાવ, વેશ્યાની વિશુદ્ધિ, સુખ ઈંદ્રિય અવધિજ્ઞાનમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર અધિક અધિક છે અને પરિગ્રહ (પરિવારાદિ), અભિમાન, શરીર અને ગમનક્રિયામાં અનુક્રમે ઓછા ઓછા છે. સર્વ થી જઘન્ય સ્થિતિવાળા દેવતાઓને સાત સ્તોકને અંતરે ઉશ્વાસ અને ચોથભક્ત * બે ભવ મનુષ્યના સિદ્ધ કરીને સિદ્ધિપદ પામનારા દ્રિચરિમ અને ત્યાંથી મનુષ્ય થઈને તે જ ભવમાં સિદ્ધ થનારા તે એકચરિમ જાણવા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy