SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સગ ૩ જો જાણે પૃથ્વીમાં ધર્મબીજ રોપતી હોય તેમ ધાણવડે પ્રભુને વધાવતી હતી, કેઈ અગ્નિની જેમ સપ્ત શિખાવાળી આરાત્રિક કરતી હતી, કઈ જાણે મૂર્તિવંત યશ હોય તેવા પૂર્ણ પાત્રને પ્રભુ આગળ ધરતી હતી, કોઈ મંગળનિધાન સરખા પૂર્ણકુંભને ધારણ કરતી હતી, કઈ સંધ્યાના વાદળા જેવા વસ્ત્રથી પ્રભુને આકાશમાં અવતરણ કરતી હતી, કોઈ નૃત્ય કરતી હતી, કઈ મંગળગીત ગાતી હતી અને કઈ ખુશી થઈને સુંદર હાસ્ય કરતી હતી. તે વખતે આમતેમ દોડતા જાણે ગરૂડનાં ટોળાં હોય તેવા ભકિતવત વિદ્યાધર, દેવ અને અસુરોથી આકાશ વ્યાપી ગયું અને આત્માને ધન્ય માનતી એવી ચોસઠ ઈકોની નાટથસેના સ્વામીની આગળ અનેક પ્રકારનાં નાટકો ભજવવા લાગી; તેમજ ઈ પ્રેરેલા ગંધર્વોની સેના પણ હર્ષ સહિત એક સાથે સંગીત કરવા લાગી. સગર રાજાના અનુજીવી નૃત્યકારે પણ દેવતાની સ્પર્ધાથી વિચિત્ર પાત્રોવડે સ્થાને સ્થાને નાટક કરવા લાગ્યા અને અયોધ્યાનગરીના મંડનરૂપ ગંધર્વરાજ અને રમણીજને વિશ્વની દષ્ટિને બંધન કરનારા પ્રેક્ષણક પ્રયોગ કરવા લાગ્યા. તે વખતે આકાશ અને પૃથ્વી પર થતા નાટય અને સંગીતના સ્વરેથી જમીન અને આકાશના મધ્ય ભાગને પૂરી દે એ માટે ઉત્કટ વનિ ઉત્પન્ન થયો. ત્યાં સંચાર કરતા એવા અનેક રાજાઓ, સામંત અને શાહુકારોના સંમર્દથી તૂટી ગયેલા હારના મુક્તાફળવડે પૃથ્વીના કાંકરાવાળી થઈ ગઈ. સ્વર્ગ અને પૃથ્વીના ઉન્મત્ત હાથીઓને મદજળથી રાજમાર્ગો કાદવવાળા થઈ ગયા. પ્રભુની સમીપે એકઠા થયેલા એવા સર્વ સુર, અસુર અને મનુષ્ય વડે આ ત્રણ લેક તે એક અધિપતિની સત્તા નીચે હેવાથી એક લેકની જેવા શોભવા લાગ્યા. ઘણું ડહાપણવાળા પ્રભુ જે કે નિઃસ્પૃહ છે તે પણ લોકોની દાક્ષિણ્યતાને માટે તેઓના મંગળપચારનો પગલે પગલે સ્વીકાર કરતા હતા તેમજ એકઠા મળીને ચાલતા એવા દેવતાઓ અને મનુષ્ય ઉપર તુલ્ય પ્રસાદવાળી દષ્ટિથી એક સરખો અનુગ્રહ કરતા હતા, એવી રીતે સુર, અસર અને મનુષ્યએ જેમનો ઉત્સવ કરે છે એવા પ્રભુ અનક્રમે સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. ઉદ્યાનની તરફ પુષ્પના સુગધથી ઉન્મત્ત થયેલા ભ્રમરાઓની પંકિતઓની જેના અંદરના ભાગ દુરસંચર છે એવા ગાઢ કેતકીનાં વૃક્ષોની વાડ કરેલી હતી; જાણે વેઠીઆ હોય તેવા નગરના મોટા શાહુકારેન કુમારએ રમવાની ઈચ્છાથી વનનાં વૃક્ષ અને લતા એની અંદરના ભાગ સાફ કરેલા હતા. નગરની સ્ત્રીઓ ક્રીડાપ્રસંગે આવીને ત્યાં કુરબક, આ પાલવ અને બેરસલી વિગેરે વૃક્ષોના દેહદ પૂરતી હતી. વિદ્યાધરોના કુમારે કૌતુકથી વટેમાર્ગની જેમ બેસીને નીકના સ્વાદુ જળ પીતા હતા; આકાશ સુધી ઊંચા વધેલાં વૃણે ઉપર જાણે હંસના મિથુન હોય તેવાં અનેક બેચરોનાં જોડાઓ ક્રીડા માટે આવીને બેસતાં હતાં, દિવ્ય કપૂર અને કસ્તુરીના ચુર્ણ જેવા ઘુંટી સુધી પડેલા કમળ પરાગથી તે વનની પૃથ્વી તરફ રેતીમય જણાતી હતી, ઉદ્યાનપાલિકાઓ રાયણુ, નારંગી અને કરણવૃક્ષોની તળેના કયારાઓ દૂધથી પૂરતી હતી, માળીઓની બાળાઓ પરસ્પર વિચિત્ર ગુંથણીની રચનામાં સ્પર્ધા કરીને પુષ્પોની સુંદર માળાઓ ગુંથતી હતી, અને મનુષ્ય દિવ્ય શય્યા, આસન અને પાત્રો છતાં કૌતુકથી ત્યાં કદળીનાં પત્રોમાં શયન, આસન અને ભજન કરતા હતા, ફળોના ભારવડે નમેલા પ્રલંબ શાખાઓવાળા જાતજાતનાં વૃક્ષે પૃથ્વીના તળને ચુંબન કરતા હતા, આંબાના અંકુરના સ્વાદથી તે વનમાં કોયલને મદ શાંત થતો ન હતો. દાડિમના સ્વાદથી ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓના કોલાહલથી તે વન આકુળ થયેલું હતું અને વર્ષાઋતુના વાદળા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy