________________
પર્વ ૨ જુ
૨૪૭
મારાથી ત્યાગ કરી શકાય તેમ છે, પણ તમારા ચરણનો ત્યાગ મારાથી થઈ શકે તેમ નથી. હે નાથ ! તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયે હતું, તેમ તમે વ્રતધારી થશે તે હું તમારે શિષ્ય થઈશ. રાતદિવસ ગુરુના ચરણકમળની ઉપાસનામાં તત્પર રહેલા શિષ્યને ભિક્ષા કરવી તે સામ્રાજ્યથી પણ અધિક છે. હું અજ્ઞ છું તે પણ ગોપાળને બાળક જેમ ગાયના પુચ્છને વળગીને નદી તરી જાય તેમ તમારા ચરણનું અવલંબન કરીને સંસારસમુદ્રને તરી જઈશ. હું તમારી સાથે દીક્ષા લઈશ, તમારી સાથે વિહાર કરીશ, તમારી સાથે દુઃસહ પરીષહોને સહન કરીશ અને તમારી સાથે ઉપસર્ગોને સહન કરીશ; પણ હે ત્રણ જગતુના ગુરુ ! કઈ રીતે હું અહીં રહેવાનું નથી, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ.”
આવી રીતે સેવા કરવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી છે. એવા સગરકુમારને અજિતસ્વામી અમૃતના ઉદ્દગાર જેવી ગિરાથી કહેવા લાગ્યા–“ હે વત્સ ! સંયમ ગ્રહણ કરવાને માટે તમારે આ આગ્રહ યુક્ત છે, પણ અદ્યાપિ તમારું ભેગફળકર્મ ક્ષય થયેલું નથી; માટે તમે પણ મારી પેઠે ભેગફળકર્મ ભેગવીને પછી ગ્ય અવસરે મોક્ષનું સાધક એવું વ્રત ગ્રહણ કરજે. હે યુવરાજ ! ક્રમથી આવેલા આ રાજયને તમે ગ્રહણ કરે અને સંયમરૂપી સામ્રાજ્યને અમે ગ્રહણ કરશું.” પ્રભુએ એ પ્રમાણે કહેવાથી સગરકુમાર મનમાં ચિંતવવા લાગ્યા કે “એક તરફ સ્વામીના વિરહનો ભય અને બીજી તરફ તેમની આજ્ઞાભંગનો ભય મને પીડા કરે છે. સ્વામીનો વિરહ અને તેમની આજ્ઞાને અતિક્રમ એ બંને મને દુઃખનાં કારણ છે; પરંતુ વિચાર કરતાં ગુરુની આજ્ઞા પાળવી તે શ્રેષ્ઠ જણાય છે.” આવી રીતે મનથી વિચારી એ મહામતિવાળા સગરકુમારે આપનું વચન માન્ય છે ” એવું ગદ્ગદ્ સ્વરે કહીને પ્રભુની આજ્ઞા અંગીકાર કરી.
પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા અજિતસ્વામીએ મહાત્મા સગરને રાજ્યાભિષેક કરવાને માટે તીર્થ જળ વિગેરે લાવવાની સેવક પુરુષોને આજ્ઞા કરી. જાણે નાના નાના દ્રહ હોય તેવા કમળથી આચ્છાદન કરેલા મુખવાળા કુંભ સ્નાનને યેાગ્ય એવા તીર્થના જળવડે ભરીને તેઓ ત્યાં લાવ્યા. રાજાઓ જેમ ભેટ લાવે તેમ વ્યાપારીઓએ અભિષેકના બીજા પણ ઉપકરણ દ્રવ્ય ક્ષણવારમાં ત્યાં હાજર કર્યા. પછી રાજ્યાભિષેક કરવા માટે મૂર્તિમાન જાણે પ્રતાપ હોય એવા અનેક રાજાઓ ત્યાં આવવા લાગ્યા; પિતાના મંત્ર( વિચાર થી ઈદ્રિના મંત્રીને પણ ઉલંઘન કરનારા મંત્રીઓ હાજર થયા; જાણે દિફપળ હોય તેવા સેનાપતિઓ ત્યાં આવ્યા; હર્ષથી ઉત્તાલ થયેલા બંધુઓ એક સાથે ત્યાં એકઠા થયા અને જાણે એક ઘરમાંથી જ આવ્યા હોય તેમ હાથી, ઘોડા અને અન્ય સાધનના અધ્યક્ષ પણ તત્કાળ ત્યાં આવ્યા. તે વખતે નાદથી શિખરને ગજાવતા શંખો વાગવા લાગ્યા, મેઘના જેવા મૃદંગ વાગવા લાગ્યા, દુંદુભિ અને ઢોલ ડંકાવડે વાગવા લાગ્યા, તે જાણે પડછંદાથી સર્વ દિશાઓને મંગળ શીખવનારા અધ્યાપક હોય તેવા જણાવા લાગ્યા. સમુદ્રની જાણે ઊર્મિઓ હોય તેવી કાંસીઓ પરસ્પર અથડાવા લાગી અને સર્વ તરફ ઝાલરો ઝણઝણાટ કરવા લાગી. વળી કેટલાંએક બીજા વાજિત્રે પુરાતાં હતાં, કેટલાંક તાડન થતાં હતાં અને કેટલાંક આસ્ફાલન થતાં હતાં. ગંધ સુંદર સ્વરે શુદ્ધ ગીતનું ગાન કરતા હતા અને બ્રા તથા ભાટ વિગેરે આશિષ આપતા હતા. એ પ્રમાણે મહોત્સવપૂર્વક અજિતસ્વામીની આજ્ઞાથી કલ્યાણકારી એવા પૂર્વોક્ત અધિકારીઓએ સગરરાજાને વિધિથી રાજ્યાભિષેક કર્યો અને પછી ઉદય પામતા સૂર્યની જેમ રાજા, સામત અને મંત્રીઓએ અંજલિ જોડીને સગરરાજાને પ્રણામ કર્યો. નગરના મુખ્ય માણસે એ