SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જી અહી' અજિતસ્વામી સર્વ પ્રકારની ઋદ્ધિવડે લીલા સહિત પેાતાના અપત્યની જેમ મેદિનીને પાળવા લાગ્યા. ડાર્દિક વિના પૃથ્વીને રક્ષણ કરતા અજિતસ્વામીથી સ પ્રજા, સારા સારથિવડે ઘેડાની જેમ, સારે માર્ગે ચાલવા લાગી. પ્રજારૂપી મયૂરીમાં મેઘ સમાન અને મનેારથ પૂરવામાં કલ્પવૃક્ષરૂપ અજિતમહારાજાના રાજ્યશાસનમાં ધાન્યનુ જ ચૂ થતુ` હતુ`, પશુઓને જ ખંધન હતુ', મણિએના જ વેધ થતા હતા, વાજિ ઉપર જ તાડન થતું હતું, સુવĆને જ સંતાપ હતા ( તપાવવુ પડતુ હતુ' ), શસ્ત્રોને જ તેજ આપવું પડતું હતુ, શાળને જ ઉખેડવી પડતી હતી, વક્રતા સ્ત્રીએની ભ્રૂકુટિમાં જ રહેલી હતી, ઘતક્રીડામાં સેગડીને જ ‘માર ' શબ્દ કહેવામાં આવતા હતા, ક્ષેત્રની પૃથ્વીનુ' જ વિદ્યારણ થતુ' હતું', કાષ્ટના પાંજરારૂપી મદિરમાં પક્ષિઓને જ પૂરાતા હતા, રાગના જ નિગ્રહ થતા હતા, જડ સ્થિતિ કમળાને જ હતી, દહન અગરુનું જ થતું હતુ, ઘણું શ્રીખંડ ( ચંદન ) તું જ થતું હતું, મથન ધિનું જ થતું હતું, પીલવુ' ઈશુદંડનું જ થતુ ં હતુ, ભ્રમરો જ મધુપાન કરતા હતા, મદોદય હાથીઓને જ થતા હતા, કલહ સ્નેહપ્રાપ્તિ માટે જ થતા હતા, ભીરુતા અપવાદ થવામાં જ હતી, લાભ ગુણસમૂહ ને સ`પાદન કરવામાં જ હતા અને અક્ષમા દોષને માટે જ રહેલી હતી. અભિમાનવાળા રાજાએ પણ પેાતાના આત્માને એક પેલરૂપ માની તેમને ભજતા હતા, કારણ કે બીજા મણિ ચિંતામણિની પાસે દાસરૂપ થઈને જ રહે છે, તેમણે દંડ નીતિ ચલાવી નહોતી એટલું જ નહી. પણ ભ્રકુટીના ભંગ પણ કર્યા નહાતા; તથાપિ સૌભાગ્યવાન પુરુષને જેમ સ્ત્રી વશ થઇને રહે તેમ તેને સ`પૃથ્વી વશ થઇને રહેલી હતી. સૂર્ય જેમ પેાતાના કિરણોથી સરોવરના જળને આકર્ષે તેમ તેણે પેાતાના પ્રબળ તેજથી રાજાઓની લક્ષ્મીને આકષી હતી. તેમના આંગણાની ભૂમિ રાજાઓએ ભેટ કરેલા હાથીઓના મજળથી હમેશાં પિકલ રહેતી હતી. એ મહારાજાના ચતુરાઇથી ચાલતા ઘેાડાઓથી સર્વ દિશાઓનું વાહ્યાલી ભૂમિની જેમ સંક્રમણ થતું હતું. સમુદ્રના તરંગાની ગણનાની જેમ તેમના સૈન્યના પાયલ અને રથાની સખ્યા ગણવાને કાઇ પણ સમં થતુ' નહેાતું. ગજવાહી, ઘોડેસ્વા૨, રથી અને પત્તિએ એ સ, ભુજાના વીર્ય થી શેાભતા એ મહારાજાને ફક્ત સાધન તરીકે જ રહેલા હતા. આવુ અશ્વ પ્રાપ્ત થયા છતાં તે અભિમાન ધારણ કરતા નહીં, અતુલ્ય ભુજબળ છતાં તેમને ગવ થતા નહીં, અનુપમ રૂપ છતાં પોતાના આત્માને તેએ સુંદર માનતા નહી', વિપુલ લાભ છતાં ઉન્મત્તપણાને ભજતા નહીં અને બીજા પણ મદ થવાનાં કારણેા છતાં તેઓ કોઇ પણ પ્રકારના મને ધારણ કરતા નહીં; પરંતુ એ સર્વને અનિત્ય જાણી તૃણુતુલ્ય ગણતા હતા. એવી રીતે રાજ્ય પાળતા અજિતમહારાજાએ કૌમારવયથી માંડીને ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્ણાંક નિમન કર્યાં. ૨૪૫ એક વખત સભાને વિસર્જન કરી એકાંત સ્થળે બેઠેલા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા અજિતસ્વામી સ્વયમેવ એવુ ચિંતવવા લાગ્યા કે “આજ સુધીમાં ઘણા ખરા ભાગફળ “કમ ભાગવા ગયેલા હોવાથી હવે ગૃહવાસી એવા મારે સ્વકાર્યાંમાં વિમુખ થઈ રહેવું “ન જોઈએ; કારણ કે આ દેશનું મારે રક્ષણ કરવુ જોઇએ, આ શહેર મારે સંભાળવું “જોઈએ, આ ગામેા મારે વસાવવા જોઇએ, આ માણસાને પાળવા જોઇએ, આ હાથીઆને વધારવા જોઈએ, આ ઘેાડાઓનુ પાષણ કરવુ જોઇએ, આ ત્યાનું ભરણપાષણ કરવું “જોઈએ, આ યાચકાને તૃપ્ત કરવા જોઈએ, આ સેવકોને પેષવા જોઇએ, આ શરણાગતાને બચાવવા જોઈએ, આ પડતાને ખેલાવવા જોઇએ, આ મિત્રાના સત્કાર કરવા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy