SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ પર્વ ૨ જું લક્ષ્યને વેધ અને ચક્ર તથા મૃત્તિકાને વેધ કરીને પિતાનું ધનુષ્યબળ તે અજિતસ્વામીને બતાવતું હતું. હાથમાં ફલક અને ખડ્રગ લઈને, આકાશના મધ્ય ભાગમાં ચંદ્રની જેમ ફલકના વચમાં રહેલે તે, પિતાની યાદગતિ પ્રભુને બતાવી, આકાશમાં ચળકતી વિજળીની રેખાના ભ્રમને આપનારા ભાલા, શક્તિ અને શર્વલાને વેગથી ભમાવતે હતે. નર્તક પુરુષ જેમ નૃત્યને બતાવે તેમ સર્વચારીમાં ચતુર એવા સગરે સર્વ પ્રકારની છરિકા સંબંધી વિદ્યા પણ બતાવતી. તેવી રીતે બીજા પણ શસ્ત્રોની કુશળતા તેણે ગુરુભક્તિથી અને શિક્ષા લેવાની ઈચ્છાથી અજિતસ્વામીને બતાવી. પછી સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું. તેવા પુરુષને તેવા જ શિક્ષક હોય છે. એવી રીતે પિતાને યોગ્ય ચેષ્ટા કરતા તે બંને કુમારે, પથિક જેમ ગામની સીમાનું ઉલ્લંઘન કરે તેમ આઘવયનું ઉલ્લંઘન કરી ગયા. સમરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંહનનથી શુભતા, સુવર્ણ સમાન કાંતિવાળા, સાડાચારસે ધનુષ ઊંચાઈવાળા, શ્રી વત્સના ચિહ્નથી જેમના વક્ષસ્થળ લાંછિત થયેલા છે એવા અને સુંદર મુગટથી શોભતા તે બંને કુમાર, કાંતિના આધિક્યને કરનારી શરઋતુને જેમ સૂર્ય–ચંદ્ર પામે તેમ શરીરસંપત્તિને વિશેષ કરનારા યૌવનવયને પ્રઢ થયા. યમુના નદીના તરંગ જેવા કુટીલ અને શ્યામ કેશથી અને અષ્ટમીના ચંદ્ર જેવા લલાટથી તે બંને કુમાર અધિક શોભવા લાગ્યા. સેનાનાં બે દપો હોય તેવા તેમને બે કપોલ શેવા લાગ્યા; સ્નિગ્ધ અને મધુર એવાં બે નેત્રો નીલકમળના પત્રની જેમ ચળકવા લાગ્યાં, તેની સુંદર નાસિકા દષ્ટિરૂપી બે તળાવડીના મધ્ય ભાગમાં પાળની જેવી દેખાવા લાગી અને જાણે બે ડારૂપે રહેલા બિંબફળ હોય તેવા તેમના હોઠ શોભવા લાગ્યા, સુંદર આવર્તવાળા તેમના કર્ણ છીપલીના જેવા મનહર લાગતા હતા; ત્રણ રેખાથી પવિત્ર થયેલ કંઠરૂપી કંદળ શંખની જે એપતે હતે; જાણે હાથીના કુંભસ્થળ હોય તેવા તેમના સકંધ ઉન્નત હતા; દીધું અને પુષ્ટ ભુજાઓ સર્પરાજની જેવી જણાતી હતી, ઉરસ્થળ સુવર્ણ શલની શિલા જેવું શોભતું હતું નાભિ મનની પેઠે અતિ ગંભીર ભાસતી હતી; કટપ્રદેશ વજીના મધ્ય ભાગ જેવો કૃશ હત; સરલ, કમળ અને મેટા હાથીની શું જેવી આકૃતિવાળા તેમના સાથળ હતા; મૃગલીની જઘા જેવી તેમની જંઘાએ શોભતી હતો અને તેમના ચરણ સરલ એવા આંગળીઓ રૂપી દલ (પત્ર) થી સ્થળકમળને અનુસરતા હતા. સ્વભાવથી પણ રમણિક એવા એ બંને કુમારો, સ્ત્રી જનને પ્રિય એવાં ઉદ્યાને જેમ વસંતઋતુથી અધિક રમણીક લાગે તેમ યૌવનથી વિશેષ રમણિક લાગતા હતા. પોતાના રૂપ અને પરાક્રમાદિક ગુણોથી સગરકુમાર દેવતાઓમાં ઈદ્રની પેઠે સર્વ મનુષ્યોમાં ઉત્કર્ષ પામતે હતો; અને સર્વ પર્વતથી માનમાં જેમ મેરુપર્વત અધિકપણું પામેલે છે, તેમ દેવલોકવાસી રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી દેવાથી તેમજ આહારક શરીરીથી પણ અજિતસ્વામી રૂપે કરીને અધિક પણું પામ્યા હતા. અન્યદા જિતશત્રુ રાજાએ અને ઈદ્દે રાગ રહિત એવા અજિતસ્વામીને વિવાહાક્રયાને માટે કહ્યું. તેમના આગ્રહથી પોતાના ભેગફળકર્મને જાણીને તેમણે તે પ્રમાણે કરવાનું સ્વીકાર્યું. લક્ષ્મીની જાણે બીજી મૂર્તિઓ હોય તેવી સેંકડો સ્વયંવર રાજકન્યાઓ તેમને નરપતિએ મેટી ઋદ્ધિથી પરણવી. પુત્રના વિવાહથી અતૃપ્ત રહેલા રાજાએ દેવકન્યાના જેવી રાજકન્યાઓ સગરકુમારને પણ પરણવી. ઈદ્રિયોથી નહીં છતાયેલા એવા અજિતપ્રભુ ભોગકર્મને ખપાવવાને માટે રામાઓની સાથે રમતા હતા; કારણ કે જેવો વ્યાધિ તેવું
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy