________________
પર્વ ૨ જું કરેલા દેવતાઓની સાથે ઈશાનઇદ્રની જેમ દક્ષિણમાર્ગે નંદીશ્વર દ્વીપે આવ્યા અને ઈશાન દિશાના રતિકર પર્વત ઉપર પોતાના વિમાન સંક્ષેપી, પાંથલોકો જેમ આનંદ સહિત વનના ફલિત વૃક્ષ તરફ જાય તેમ મેરુપર્વતના શિખર ઉપર સ્વામીની પાસે આવ્યા.
તે જ વખતે દક્ષિણ શ્રેણીના આભૂષણરૂપ ચમચંચા પુરીમાં સુધર્માસભાની અંદર બેઠેલા ચમરેંદ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનવડે તીર્થકરને પવિત્ર જન્મ જાણી સાત આઠ પગલા સન્મુખ ચાલી નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી તત્કાળ કુમ નામના પાયદલ સેનાપતિએ સુસ્વરવાળી ઓદ્યસ્વરા ઘંટા વગાડી. તેને સ્વર શાંત થતાં પૂર્વવત્ ઉષણા કરવાથી, સાયંકાળે પક્ષીઓ જેમ વૃક્ષ પાસે આવે તેમ સર્વ દેવે ચમરેદ્ર પાસે આવ્યા. અમરેદ્રની આજ્ઞાથી તેના આભિગિક દેવતાએ ક્ષણવારમાં અર્ધલાખ જન પ્રમાણવાળું એક વિમાન વિકૃત કર્યું. પાંચસે જન ઊંચા ઈદ્રધ્વજે શોભતું તે વિમાન કૃપતંભ સહિત વહાણની જેવું શોભતું હતું. ચોસઠ હજાર સામાનિક દેવતા, તેત્રીશ ત્રાયશ્ચિંશ દેવતા, ચા૨ કપાળ, પરિવાર સહિત પાંચ મહિષીઓ, ત્રણ પર્ષદા, સાત મોટી સેનાઓ, સાત સેનાપતિઓ, સામાનિકથી ચારગણુ આત્મરક્ષક અને બીજા અસુરકુમાર દેવ-દેવીની સાથે ચમરેંદ્ર તે વિમાનમાં આરૂઢ થઈને ક્ષણવારમાં નંદીશ્વર દ્વીપે પહોંચ્યો અને પિતાના રતિકર પર્વત ઉપર શકની જેમ વિમાન સંક્ષેપ્યું. પછી પૂર્વ સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ વેગથી તે મેરુપર્વતના શિખર ઉપર પ્રભુના ચરણ સમીપે આવે.
ઉત્તર શ્રેણના આભૂષણરૂપ બલિચંચા નગરીમાં પોતાના આસનના કંપથી બલિ નામના ઈ અહંતજન્મને અવધિજ્ઞાને જાયે. તેની આજ્ઞાથી મહાકુમ નામના પાયદલના સેનાપતિએ તત્કાળ મહૈઘસ્વરા ઘંટાને ત્રણ વાર વગાડી અને તેને નાદ શાંત થતાં અસુરોના શ્રવણને અમૃતપ્રવાહ સમાન આ ઘોષણા કરી. મેઘના શબ્દથી હસે જેમ માનસરોવરમાં જાય તેમ તે આષણાથી સર્વ અસુર બલદ્રની પાસે આવ્યા. પૂર્વ સંખ્યા પ્રમાણે પરિવારે યુક્ત અને સાઠ હજાર સામાનિક તથા તેથી ચારગુણ આત્મરક્ષક દેવતાની સાથે પૂર્વવત્ વિમાનમાં બેસીને તે નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર થઈ મેરુના મસ્તક ઉપર આવ્યો.
તે પછી નાગકુમાર, વિદુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિશીકુમારના દક્ષિણ શ્રેણીમાં રહેલા ધરણેક, હરી, વેણુદેવ, અગ્નિશિખ, વેલંબ, સુઘોષ, જલકાંત, પૂર્ણ અને અમિત નામના ઇંદ્રા તથા ઉત્તર શ્રેણીના ભૂતાનંદ, હરિશિખ, વેણુદારી, અગ્નિમાણવ, પ્રભુભંજ, મહાઘોષ, જલપ્રભ, અવિશિષ્ટ અને અણિતવાહન નામના ઇંદ્રાએ સર્વેએ આસનકંપથી અવધિજ્ઞાને અહ“તજન્મ જાણે. ધરણાદિકની ઘંટા ભદ્રસેન નામના સેનાપતિએ અને ભૂતાનંદાદિની ઘટા દક્ષ નામના સેનાપતિએ વગાડી, તેથી બંને શ્રેણીની મેઘરા, કચસ્વરા, હંસ સ્વરા, મંજુસ્વર, નંદિસ્વરા, નંદિઘોષા, સુસ્વરા, મધુસ્વરા અને મંજુઘોષા નામની ઘંટાઓ વાગી; એટલે તે તે ભુવનપતિની બંને શ્રેણીના સર્વે દેવે ક્ષણવારમાં ઘડાઓ જેમ પોતાના સ્થાનમાં આવે તેમ પિતાપિતાના ઈન્દ્રા પાસે આવ્યા. તેમની આજ્ઞાથી તેમના આભિયોગિક દેવતાઓએ રન અને સુવર્ણથી વિચિત્ર, પચીશ હજાર યોજન વિસ્તારવાળાં વિમાન અને અઢીશું કે જન ઊંચા ઈંદ્રધ્વજ વિકૃત કર્યા. પ્રત્યેક ઈદ્ર છ મહિષીઓ, છ હજાર સામાનિક દેવતાએ, તેથી ચારગણા અંગરક્ષકો અને ચમર બલિની પેઠે બીજા ત્રાયશ્ચિંશાદિક દેવે એ પરિવૃત થઈ વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુ સમીપે આવ્યા. ૩૦