________________
પર્વ ૨ જું
૨૨૭ સુધી, નહીં થડી તેમ નહિ અધિક એવી ગધદકની વૃષ્ટિ કરી. તપથી જેમ પાપની શાંતિ થાય અને પૂર્ણિમાની ચંદ્રિકાથી જેમ અંધકારની શાંતિ થાય તેમ તે વૃષ્ટિથી તત્કાળ રજની શાંતિ થઈ ગઈ. ત્યારપછી રંગભૂમિમાં રંગાચાર્યની જેમ તેઓએ તત્કાળ વિકાસ પામેલાં વિચિત્ર પુષ્પોના સમૂહથી ત્યાં પુષ્પના પગાર ભર્યા અને કપૂર તથા અગરૂના ધૂપથી જાણે લકમીનું વાસગૃહ હોય તેમ તે ભૂમિને સુવાસિત કરી દીધી. પછી તીર્થકર અને તેમની માતાથી છેડે દૂર ભગવંતના નિર્મળ ગુણોનું ગાયન કરતી ઊભી રહી.
તે પછી નંદા, દોરાશ, આનંદ, આનંદવર્ધના, વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ નામની પૂર્વ રૂચકાત્રિમાં નિવાસ કરનારી આઠ દિક મારીઓ પિતાની સર્વ ઋદ્ધિ અને પિતાના સર્વ બળ સહિત ત્યાં આવી. પૂર્વની પેઠે પરિવાર સહિત તેઓ સૂતિકાગ્રહમાં આવી, સ્વામી અને તેમની માતાને પ્રણામ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, સ્વામિનીને પિતાની ઓળખાણ આપી, પૂર્વવત્ નમી અને સ્તુતિ કરી, ત્નના દર્પણ હાથમાં રાખી, પૂર્વ તરફ ગાયન કરતી ઊભી રહી.
દક્ષિણ રુચકાદ્રિમાં વસનારી, સુંદર આભૂષણવાળી માળાને ઘરનારી, દિવ્ય વસ્ત્રવાળી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા તથા મુંધરા એ નામને ધારણ કરનારી અને પૂર્વવત્ પરિવારવાળી આઠ દિકુમારીઓ પ્રભુના મંદિરમાં આવી, સ્વામિનીને પ્રદક્ષિણ પૂર્વક નમસ્કાર કરી, પોતાને ઓળખાવી, ભગવાન અને તેમની માતાની દક્ષિણ તરફ મધુર શબ્દ મંગળ ગાયન કરતી હાથમાં કળશ લઈને ઊભી રહી.
પશ્ચિમ રૂચકાદ્રિમાં વસનારી આઠ દિશાકુમારીએ તેટલે જ પરિવાર લઈને ત્યાં આવી તેમના ઇલાદેવી. સરાદેવી, પૃથ્વી, પદાવતી. એકનાસા. નવમિકા. અને સીતા એવાં નામ છે. તેઓ પૂર્વવત્ પોતાના આત્માને જણાવી, પ્રદક્ષિણા કરી જિન અને જિનમાતાની પશ્ચિમ તરફ પિતાના હાથમાં સુંદર પંખા લઈ ગાયન કરતી ઊભી રહી.
ઉત્તર રુચકાદ્ધિમાં નિવાસ કરનારી અલંબુસા, મિકકેશી, પુંડરિક, વારૂણી, હાસા, સર્વપ્રભાવા, શ્રી અને હી નામની આઠ કુમારીએ પૂર્વની પેઠે પરિવાર સહિત ત્યાં આવી, પિતાને ઓળખાવી, પ્રદક્ષિણપૂર્વક ભગવાન અને તેમની માતાને નમસ્કાર કરી, હાથમાં ચામર લઈ ઉત્તર તરફ ગાયન કરતી ઊભી રહી.
વિદિફચકાદ્રિમાં રહેનારી ચાર કુમારીએ જેનાં ચિત્રા, ચિત્રકનકા, સુતેરા અને સૌત્રામણિ એવાં નામ છે, તેઓએ ત્યાં આવી પ્રદક્ષિણાપૂર્વક જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી પોતાના આત્માને નિવેદન કર્યો અને બંનેના વિપુલ ગુણને ગાયન કરતી તેઓ દીપિકા લઈને ઇશાનખૂણે ઊભી રહી.
રૂચકદ્વીપની મધ્યમાં રૂપા, રૂપાંશિકા, સુરૂપા અને રૂપકાવતી એ નામની ચાર કુમારીઓ પણ દરેક પૂર્વની પેઠે પરિવાર સહિત મેટા વિમાન ઉપર આરૂઢ થઈ અહંતના જન્મગૃહમાં આવી. પ્રથમ વિમાન સહિત ત્રણ પ્રદક્ષિણા કરી તે વિમાનોને ગ્ય સ્થાને સ્થાપન કર્યા. પછી પગે ચાલી ભગવાન અને તેમની માતાને ભક્તિથી પ્રદક્ષિણા અને પ્રણામ કરી આ પ્રમાણે કહેવા લાગી-“વિશ્વને આનંદ આપનારા હે જગતમાતા ! તમે જય પામે અને ચિરંજી. તમારા દર્શનથી આજે અમારે સારું મુહૂર્ત થયું છે. રત્નાકર રનૌલ અને રત્નગર્ભા એ સર્વ ફેગટ નામધારી છે, પણ રત્નભૂમિ તે તમે એક જ છે